બાળક નાનું હોય ત્યારે તેને દૂધમાં કેસર નાખીને પીવડાવાની સલાહ આપતા હોય છે. પરંતુ મોટાભાગના લોકો કેસર પીવડાવી નથી શકતા. કેમ કે તેનો ભાવ આસમાને હોવાથી સામાન્ય માણસ તે ખરીદી શકે તેમ નથી. કેસરને દુનિયાનો સૌથી મોંઘો છોડ માનવામાં આવે છે. પણ તેમાં રહેલા ગુણ અને સુગંધના કારણે તે ઓળખાય છે. તેનો ભાવ ઊંચો હોવાથી તેને લાલ સોનુ પણ કહેવામાં આવે છે.
કેસર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, તે ઔષધીય અને અનેક પ્રકારના ગુણ હોવાના કારણે તેનો ઉપયોગ પ્રાચીનકાળથી આયુર્વેદિકમાં દવા તરીકે વપરાય છે. એ ઉપરાંત કેસરનો ઉપયોગ સાબુ અને સૌંદર્યને લગતી વસ્તુ બનાવવા માટે પણ થાય છે.
હવે તમે એવું વિચારી રહ્યા હોવ કે કેસરની ખેતી કરવી જોઈએ. જેમાં અઢળક પૈસા કમાઈ શકીએ છીએ. ઘણા લોકો નવો નવો ધંધો કરવાનું વિચારતા હોય છે. તો તેમના માટે કેસરની ખેતી કરવી બેસ્ટ ઓપ્શન છે. તેનાથી તમને રોકાણ કર્યા કરતાં પણ બમણી કમાણી ઓછા સમયમાં મળશે.
- કેવી રીતે બને છે કેસર-
કેસરના બીજમાંથી ઝાડ નથી ઉગતું. તેમાં માત્ર એક ફૂલની કળી નીકળે અને તેમાંથી સીધું કેસર નીકળે. તેનો દેખાવ લસણ અને ડુંગળી જેવો હોય છે. જેમાં એક ફૂલ આવે તેની અંદર ઓછામાં ઓછા 6 જેવા બીજા પાન આવતા હોય છે. જે ફૂલના જેવી લાગતી હોય છે. ગુલાબના ફૂલમાં જેવા પાન આવતા હોય તેવા પાન કેસરમાં હોય છે. કેસરનો છોડ 2-3 ઈંચ જેટલો ઉંચો હોય છે. તેમાં 3 જેવી દાંડી લાલ રંગના હોય તે કેસર. બાકી બીજી પીળા કલરની જેવી દાંડી કોઈ કામના નથી હોતી.
- ક્યારે કરવામાં આવે કેસરની ખેતી-
કેસરના બીજ વરસાદની સીઝન પછી જુલાઈથી લઈ ડિસેમ્બરની વચ્ચેનો યોગ્ય સમય છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં બીજ રોપવાનો યોગ્ય સમય મનાય છે. કોઈપણ બીજ રોપવા માટે એક સમય નક્કી કરેલો હોય છે. તે સમયે જ બીજ રોપવામાં આવે તો તેનું ફળ સારું મળતું હોય છે.
ઓગસ્ટમાં તેના બીજના રોપણી કરો તો શિયાળાની શરૂઆતમાં છોડ પર કેસર આવવાના શરૂ થઈ જતા હોય છે. પરંતુ એક વસ્તુનું વધારે ધ્યાન રાખવું કે વધારે પડતી ઠંડી પણ કેસરને નુકસાન પહોંચાડી શકે છે. સમતલ જગ્યા પર તેના બીજ રોપવામાં આવે છે. બે બીજની વચ્ચે ઓછામાં ઓછું દોઢથી બે ફૂટની જગ્યા રાખવામાં આવે છે.
- કેવા પ્રકારની જમીન હોવી જોઈએ-
કેસરની ખેતી માટે ફળદ્રપ જમીન હોવી જરૂરી છે. તો જ સારી ગુણવત્તાવાળું કેસર મળી રહેતું હોય છે. તેના માટે જમીન રેતાળ, ચીકણી, અને બલુઈ, દોમટ પ્રકારની હોવી જરૂરી છે. દોમટ માટી-ચીકણી માટી જેવી જ હોય છે. તેમાં પણ બલુઈ અને ચીકણી માટી જેવા જ જૈવિક પદાર્થના ગુણ હોય છે. જે ખેતી માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.
એ ઉપરાંત પણ તે માટીને પૂરતું પાણી મળી રહે તેવી જમીન પણ હોવી જોઈએ. માનો કે આપણે કેસરની ખેતી લાયક જમીન મળી, પરંતુ તેમાં પણ એક વસ્તુનું ધ્યાન રાખવું કે તે માટીમાં પાણી ભરાઈ ન રહે. કારણ કે ભરાયેલું પાણી કેસરના છોડને ખરાબ કરી નાખે. જેના કારણે કેસર બરાબર ઉગી શકતું નથી. સાથે વધારે ઠંડી અને વરસાદ પણ કેસરના પાકને નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં સૂર્ય પ્રકાશની ગરમીમાં સારી ખેતી કરી શકાય છે.
- કેવી રીતે જમીનને પોષણયુક્ત બનાવશો-
કેસરની ખેતી માટે જમીન પણ પોષણ વાળી હોવી જરૂરી છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે કેસરના બીજ રોપ્યા પહેલા જમીનમાં છાણ, નાઈટ્રોજન, અને ફોસ્ફરસ પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતે માપ પ્રમાણે ખેતરમાં નાખવું જોઈએ. જેથી જમીન ઉર્જાવાન બનશે અને ધાર્યા કરતાં વધારે સારું કેસરનું ઉત્પાદન કરી શકશો.
મોટાભાગે કેસર સમુદ્ર તળીયેથી 2000 મીટરની ઉંચાઈ પર ઉગાડવામાં આવે છે. અને 12 કલાક તેને સૂરજનો પ્રકાશ મળે તે જરૂરી હોય છે. જેનાથી તેની અંદર રહેલા પાન સારી રીતે બહાર આવી શકે અને સારી ગુણવત્તાવાળું આપણને કેસર મળી રહે. પણ જો તમે ગુજરાત જેવા ગરમ રાજ્ય માં રહો છો તો તમે ગ્રીન હાઉસ થી અથવા ઘરની અંદર પણ કેસરની ખેતી અમુક રીતે થઇ શકે છે તેવું જાણવા મળ્યું છે. તે માટે તમે યુ-ટ્યુબ પર વિડીઓ જોઈ શકો છો.
- ખેતી સમયે પાણીની સિંચાઈ-
કોઈપણ વસ્તુ ઉગાડવા માટે પાણીની જરૂર તો પડતી હોય છે. તેવી રીતે કેસરને ઉગાવવા ઓછામાં ઓછા 10 સે.મી. વરસાદની જરૂર પડતી હોય છે. બીજ રોપ્યાના 15 દિવસ સુધી થોડો થોડો વરસાદ પડે તો તેમાં પાણી રેડવાની જરૂર રહેતી નથી, પરંતુ વરસાદ ન પડે તો 2-3 દિવસના અંતરે તેમાં પાણી સિંચવું પડતું હોય છે. સિંચાઈ વખતે એ વાતનું ધ્યાન રાખવું કે સિંચાઈ કરેલું પાણી ભરાઈ ન રહે. પાણી ભરાઈ જવાના કારણે કેસરનો છોડ ખરાબ થઈ જતો હોય છે. તેથી પાણીનો નિકાલ થાય તે ખાસ જોવું.
આમ કેસરની ખેતી તમને ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે યોગ્ય સમયે બીજની વાવણી, ખેતરને પોષકયુક્ત બનાવવી, સિંચાઈ વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવું. તો થોડા સમયમાં તમને લાલ કેસર લાખો રૂપિયાની કમાણી કરી આપશે. કહેવાય છે કે એક વાર કેસરનું ઉત્પાદન શરૂ થયા પછી તમે માલા-માલ બની જશો.
છતાં પણ જો તમે પહેલી વાર કેસર ઉગાવવાની ટ્રાય કરતા હોવ તો, કોઈ માર્ગદર્શક પાસે માર્ગદર્શન અવશ્ય લેજો. કેમ કે, આ ખેતી બહુ નાજુક અને સમય માંગી લેનારી હોય છે. તો ધ્યાન રાખી ને આ ખેતી કરવી વધુ હિતાવહ છે. આ માહિતી ઈન્ટરનેટની માહિતીના આધારે લખવામાં આવી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.
આવી બીજી પોસ્ટ માટે અમારું ફેસબુક પેજ “GKgrips” ને લાઈક કરી લો. તેથી આવી બીજી પોસ્ટ આપ સુધી પહોચી શકે.