દરેક ઘરમાં દૂધ પીવું તંદુરસ્ત માનવામાં આવે છે, પરંતુ જો તમે દૂધમાં 2 વસ્તુઑ મિક્સ કરીને પીશો તો અદ્દભૂત ફાયદા થશે. લોહીની ઉણપ, કમજોરી, વારંવાર થાક લાગવો જેવી સમસ્યા નહીં રહે. અને ખાસ કરીને જે પરણીત પુરુષ છે તેમના માટે ખાસ આ 2 વસ્તુ મિક્સ કરીને પીવે તો લગ્ન જીવનમાં ક્યારેય બેડરૂમની તકલીફ આવતી નથી છે. નીચે મુજબ જાણો કે કઈ 2 વસ્તુ એડ કરીને પીવી જોઈએ, અને ક્યાં સમયે પીવી જોઈએ તે જાણો પૂરી માહિતી
- 🥛 દૂધમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને પીવો – થશે ફાયદા અનેક. 🥛
જેને લગ્ન જીવન સુખી બનાવવું હોય તેને નિયમિત દૂધમાં કેસર નાખીને પીવું જોઈએ. કેમ કે કેસરમાં કોમોત્તેજક વધારવાનો ગુણ રહેલો છે. તેનાથી તમારી કામેચ્છા વધે છે અને લગ્ન જીવન સુખમય બની રહે છે. તેથી જો કોઈ પુરુષને સમસ્યા રહેતી હોય તો અંગત જીવન સારું બનાવી શકે છે કેસર.
સહશયન પછી વીર્યનો હ્રાસ થતા તેની ઉણપને પૂરવાનું કામ કેસર અને કિસમિસ વાળું દૂધ પીવાથી થાય છે. તેથી સહશયન માણ્યા પછી કે પહેલા દૂધ પીવું જોઈએ. અને ઘણાં લોકો આ રીતે અપનાવતા પણ હોય છે. તેનાથી લાંબા સમયે ખૂબ સારા પરિણામ મળે છે.
આ રીતે કેસર, કિશમિશ દૂધમાં નાખીને પીવાથી ફાયદા થાય છે. તે ઉપરાંત શરદી હોય, અથવા માથાના વચ્ચેના ભાગમાં ટાલ પડતી હોય તો પણ દૂધમાં જેઠી મધનો પાઉડર, થોડું કેસર નાખી પેસ્ટ બનાવીને રાત્રે સૂતા પહેલા વાળ પર લગાવાથી નવા હેર પણ આવવા લાગે છે.
🥛 👉 આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો- (1) એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કેસરનો વધુ ઉપયોગ ન કરવો જોઈએ. 2-3 તાંતણા કેસર લો અને તેને ગરમ દૂધના કપમાં દિવસમાં એક વખત જ લેવું જોઈએ. વધારે પડતો કેસરનો ઉપયોગ નુકસાન પણ પહોંચાડી શકે છે.
👉 (2) દૂધમાં કેસર નાખીને તરત ના પીવું – કેસરને દૂધમાં નાખીને ધીમે ધીમે હલાવતા રહેવું – જેનાથી કેસર નો રંગ અને સુગંધ બંને દૂધમાં ભળશે, જેમ વધુ સમય કેસર દૂધમાં રાખશો તેટલો વધુ ફાયદો થશે.
👉 (3) કેસર પણ બને ત્યાં સુધી ઓરીજનલ લેવું જોઈએ – માર્કેટમાં મળતા સસ્તા કેસર થી દુર રહેવું. જે કેસર દૂધમાં નાખતાવેંત જ તરત સુગંધ આપે તે બની શકે ડુપ્લિકેટ હોય શકે, ઓરીજનલ કેસર ધીમે ધીમે પોતાનો રંગ છોડે છે. અને ધીમે ધીમે સુગંધ આપે છે.
👉 (4) જો દૂધની 1 મલાઈમાં 2-3 દાંડી કેસર નાખીને પૂરી રાત ફ્રિજ માં રાખો અને સવારે જોશો તો પૂરી મલાઈ સુગંધી થઈ ગઈ હશે. આવું કેસર સારું કહેવાય. આ લેપ ચહેરા પર લગાવવાથી ચહેરો એકદમ ગોરો થઈ જશે. અને સ્કીન યુવાન દેખાવા લાગશે.
🥛 કિશમિશ, કેસર અને દૂધમાં રહેલા છે આ તત્વો- દૂધ આપણા શરીરને તંદુરસ્ત રાખે છે જે દરેક જાણે છે. દૂધમાં કેલ્શિયમ, વિટામિન એ, ડી, કે, ઈ સાથે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયોડિન, વગેરે જેવા મિનરલ્સ રહેલા છે. પરંતુ કેસર અને કિશમિશમાં પણ સારા પ્રમાણમાં વિટામિન જેવા કે કોપર, પોટેશિયમ, ફાઈબર, વિટામિન-એ, મેગેનીઝ જોવા મળે છે. જે શરીરને અંદરથી વધારે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આપણા શરીરમાં પણ પૂરતા વિટામિન મળી રહેતા હોવાથી તાજગીનો અનુભવ થતો હોય છે.
🥛 બ્લડ પ્રેશર નિયંત્રિત- સેફ્રોનમાં ક્રોકીટીન નામના એક મહત્વના રાસાયણિક પદાર્થનો સમાવેશ થાય છે. જે સરળ રક્ત પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે, આમ લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે. ઘણા લોકો અત્યારના સમયમાં હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે. તેથી દૂધ સાથે કિશમિશને યોગ્ય માત્રામાં પીવાથી સોડિયમ મળી રહે છે. જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે.
🥛 ડિપ્રેશનમાં આ રીતે કરે ઘટાડો- પુરુષ હોય કે સ્ત્રી અત્યારે કામના કારણે દરેકને ડિપ્રેશનનો સામનો કરવો જ પડે છે. જો તમે ડિપ્રેશનથી બચવા માગતા હોવ તો એક ગ્લાસ દૂધમાં કેસર અને કિશમિશ મિક્સ કરીને પીવું જોઈએ. કેસરમાં કેરોટીનોઈડ્સ અને બી વિટામિન હોય છે. જે મગજમાં સેરોટોનિન અને અન્ય રસાયણોનું સ્તર વધારવામાં મદદ કરે છે. જે ડિપ્રેશન સામે લડવામાં પણ મદદ કરે છે.
🥛 હાડકાં મજબૂત કરે – દૂધમાં તો કેલ્શિયમનો સ્ત્રોત રહેલો જ હોય છે. પરંતુ કિશમિશમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. તેથી જો કિશમિશ, કેસર અને દૂધને મિક્સ કરીને પીવાનું રાખશો તો ક્યારેય તમારું હાડકું ભાગી જવાની કે ક્યાંક વાહન પર અથડાવાથી ક્રેક પડવાની સમસ્યા નહીં થાય. કેમ કે તમારા હાડકાં અંદરથી ઘણા મજબૂત થઈ ગયા હશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.