કોઈપણ ફરસાણ વાળાની દુકાન પર સાંજના સમયે ગરમ-ગરમ સમોસા જોઈને મોંમાં પાણી આવી જતું હોય છે. પરંતુ ઘણી વખત બજારના જેવા સ્વાદિષ્ટ બનતા હોતા નથી. ઘરે ગમે તેટલો ટ્રાય કરીએ તો પણ આપણે બજાર જેવા સમોસા બનાવી શકતા નથી. પરંતુ આજે તમને સમોસા બનાવવાની ટિપ્સ જણાવીશું, તમારે બજારની જેમ ક્રિસ્પી સમોસા બનશે. ઘરે ખૂબ જ સરળતાથી તમારા મનપસંદ સમોસા બનાવી શકશો. ચાલો જોઈએ લોટ બાંધવાની રીત.
સમોસાનો લોટ બાંધવાની સાચી રીત- મોટાભાગના રાજ્યોમાં સમોસા સ્ટ્રીટ ફૂડ તરીકે ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. બજાર જેવા ઘરે સમોસા બનતા નથી તો સમજી જવું કે તમે લોટ બાંધવામાં કંઈક ભૂલ કરી રહ્યા છો. -ઘણા લોકો સમોસાનો લોટ બાંધવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી તમારા સમોસા એકદમ નરમ અને પોચા બનશે.
👉 જો તમારે ક્રિસ્પી અને કડક સમોસા બનાવવા હોય તો તેમાં મેંદાના લોટનો ઉપયોગ કરો. મેંદાનો લોટ લો ત્યારે સૌથી પહેલા તેને એક ચારણી વડે ચાળી લો. જેથી તેની અંદર કંઈપણ વસ્તુ હોય તે બહાર નીકળી જાય અને લોટ બાંધવામાં સરળતા રહે. 👉 હવે મોણ કેટલું નાખવું તે જોઈએ. મેંદાના લોટમાં મોયણ ઓછું જોઈએ. કેમ કે તે સમોસા ક્રિસ્પી બનતા હોય છે. જેમ કે 2 વાડકી મેંદાનો લોટ લીધો છે તો તેમાં 1 પરી તેલ અથવા ઘી રેડવું.
👉 તમે ઘઉંના લોટના સમોસા બનાવો છો તો તેમાં વધારે મોયણ એડ કરવું. જેથી સમોસા નરમ ન બને. વધારે મોયણ અને થોડો કડક લોટ બાંધવાના કારણે તમારા ઘઉંના સમોસા પણ એકદમ ક્રિસ્પી બનશે. 👉 લોટમાં પાણી રેડો તે પહેલા તેલ કે દેશી ઘી રેડવું, અને લોટને બરાબર ગુંથવો. પછી ધીમેધીમે જરૂર મુજબ પાણી રેડતા જવું, આમ કરવાથી લોટ કડક બંધાશે અને લોટ ઢીલો નહીં થાય.
👉 ઘણા લોકો દેશી ઘીનું મોયણ એડ કરતા હોય છે તે વાતનું ધ્યાન રાખવું કે ઘી લોટમાં ઉમેરો તે પહેલા થોડું ગરમ કરી લેવું. 👉 -સમોસા મેંદાના લોટના કે ઘઉંના લોટના બનાવો, અમુક લોકો સમોસાના લોટમાં સોડા ઉમેરતા હોય છે. તો ધ્યાન રહે કે એક ચપટી જેટલો સોડા નાખવો. વધારે સોડા પડી જશે તો સમોસામાં તેલ રહી જશે અને ટેસ્ટ પણ બગડી જશે.
👉 વધારે પડતું તેલ પણ લોટમાં ન નાખવું. કેમ કે તેનાથી પણ સમોસા ઓઇલી બનશે અને તળતી વખતે સમોસા ફાટી જવાનો ભય રહે છે. કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે સમોસા ફાટી જવાને કારણે અંદર ભરેલો મસાલો બહાર આવી જાય છે. 👉 તેથી સમોસા માટે બને તેટલો કઠણ લોટ બાંધવો. જેથી પાણી પણ જરૂર મુજબ રેડવું. હવે લોટને બરાબર મસળો. લોટ મસળાય જાય એટલે તેને થોડું ભીનું કપડું લઈ લોટ ઢાંકી દો.
👉 થોડી વાર એમ જ રહેવા દો. જેથી લોટ સૂકાય ન જાય અને સમોસા વણવામાં કોઈ તકલીફ ન પડે. 👉 જ્યારે પણ લોટ બાંધવાનું શરૂ કરો, તે પહેલા એક સરખા લોટના લૂઆ કરો. અને થોડી મોટી પાતળી પૂરી વણવાની શરૂ કરો. પૂરી સૂકાય જાય તે પહેલા તેમાં મસાલો ભરી ફિટ કરો. જેથી તળતી વખતે કોઈ સમસ્યા ઉભી ન થાય.
👉 હવે સમોસા અમુક સમયે તળીએ ત્યારે ખુલી જતા હોય છે તો તેની ધારી પર તમે મેંદાનું બેટર લગાવો. જેથી બરાબર ચોંટી જાય અને અંદરથી મસાલો બહાર ન આવી જાય. 👉 આ રીતે તૈયાર છે તમારા સમોસા ઘણા લોકો મેંદાના લોટમાં સોજી અને અજમો નાખીને પણ લોટ બાંધતા હોય છે. તે પ્રયોગ અનુકૂળ હોય તો તમે ઘરે કરી શકો છો.
👉👉 હવે જોઈએ મસાલો બનાવવાની રીત- 👉👉 બાફેલા બટાકા એક કપ, જરૂર મુજબ તેલ, આદુ-મરચાં-લસણની પેસ્ટ, અડધી ચમચી ધાણા પાઉડર, અડધી ચમચી જીરું પાઉડર, જરૂર મુજબ મીઠું, વઘાર માટે હિંગ, થોડી સમારેલી કોથમીર.
👉 સોથી પહેલા એક પેનમાં તેલ મૂકી થોડું ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરો. તે થોડી સંતળાય જાય એટલે ધાણાજીરું, મીઠું, બાફેલા બટાકા નાખી બધું મિક્સ કરી લો. બટાકા પહેલાથી મેશ કરી રાખવા. જેથી બધા મસાલો સરળતાથી મિક્સ થઈ જાય.
👉 થોડી વાર માટે મસાલાને ચમચા વડે હલાવો, ઠંડું થાય એટલે પૂરીને ત્રિકોણ શેપમાં વાળી અંદર બટાકાનું મિશ્રણ ભરો. 👉 એક કડાઈમાં સમોસા તળવા માટે તેલ ગેસ પર મૂકી દો. તેલ ગરમ થાય એટલે ધીમા તાપે વણેલા સમોસા એક પછી એક તળી લો. થોડા બ્રાઉન કલરના થાય એટલે બહાર કાઢી લો.
👉 હવે એક પ્લેટમાં સમોસા લો અને તેને ચટણી સાથે ગરમાગરમ ખાવ. 😊 બહાર જેવા સમોસા બનાવવા માટે ફોલો કરો આ રેસિપી. આ રીતે તમે ઘરે સરસ મજાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ સમોસા બનાવી શકો છો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.