💁દોસ્તો આજના સમયમાં લોકોને ચટપટા નાસ્તાઓ ખૂબ જ પસંદ હોય છે. આ નાસ્તાઓમાં જો સ્વાદિષ્ટ ચટણી ભળી જાય તો મજા ડબલ થઈ જાય છે. આજે આપણે કઈક એવી જ લિજ્જતદાર રાજકોટની રસિકભાઈની લીલી ચટણીની ટોપ સિક્રેટ એવી રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ. આ ચટણી તમે સેન્ડવીચ, સમોસાં, પકોડા, કચોરી કે એવા બીજા કોઈ નાસ્તાની સાથે ખાઈ શકો છો.
💁 આ ચટણીનો બીજો ખૂબ જ મોટો ફાયદો એ છે કે તમારે તેને વરંવાર બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. હા દોસ્તો અમે તમને આ ચટણી લાંબો સમય કેમ સાચવી શકાય તેની રીત પણ જણાવવાના છીએ. તેનાથી તમે ચટણીને ઘણો લાંબો સમય સાચવી પણ શકો છો.
👉સ્વાદિષ્ટ લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી:
💁આ ચટણી બનાવવા માટે તમારે ચાર થી પાંચ લીલા મરચા, એક મોટો ટુકડો આદુનો, બે થી ત્રણ ચમચી જેટલા સીંગના દાણા, એક મોટું બાઉલ ભરીને કોથમીર, ત્યારબાદ એક મોટું લીંબુ, એક ચમચી મીઠું, એક ચમચી જીરું, એક ચમચી જેટલી ખાંડ જો ચટણીમા મિઠાસ પસંદ હોય તો ત્યારબાદ બે ચમચી જેટલી નાઇલોન સેવ, થોડું ઠંડુ પાણી.
👉ચટપટી લીલી ચટણી બનાવવા માટેની પધ્ધતિ :
💁સૌથી પહેલા આપણે આ ચટણી બનાવવા માટે મરચાં, આદું અને કોથમીરને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઇ લો અને કોરા કરીને ઉપયોગમાં લેવાના છે. એક મિક્સર જારમાં મરચાંના ટુકડા કરીને ઉમેરો ત્યારપછી તેમા આદું અને સીંગના દાણા ઉમેરીને પીસીલો. એક ખૂબ જ ઘટ્ટ પેસ્ટ બનશે.
💁ત્યારબાદ આ જારમાં કોથમીરને પીસવાની છે. કોથમીરની એકદમ નીચેની ડાંડલીને જ કાઢવાની છે બાકીની તમામ નાની અને કુણી ડાંડલી અને પાનને મિક્સરમાં પીસી લેવાની છે. આ કોથમીરના પાનથી જ ચટણીમાં લીલો રંગ આવે છે. એક વાતનું ધ્યાન રાખો કે કોથમીરના જે પીળા પાન છે તેને આમાં ક્યારેય ના ઉમેરો તેનાથી ચટણીનો રંગ ખરાબ થઈ જશે.
💁હવે તમારે આમા સ્વાદ મુજબ મીઠું, એક ચમચી જીરું અને લીંબુનો રસ ઉમેરવાનો છે. જો આ ચટણીમાં તમે સંચળ ઉમેરવા માંગો તો તેનાથી પણ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને લીંબુનો રસ ચટણીના રંગને જાળવી રાખે છે.
💁આટલું કરીને પછી આ ચટણીને થોડી લચકા જેવી બનાવવા માટે તેમા થોડું ઠંડુ પાણી અને નાયલોન સેવ ઉમેરીને તેને પીસીલો. આ ચટણીમાં આ સેવ જ મુખ્ય છે.ત્યારબાદ તમને ખાટો-મીઠો સ્વાદ પસંદ હોય તો તમે તેમા ખાંડની એક ચમચી પણ ઉમેરી શકો છો. છેલ્લે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે ફરી એક વાર મિક્સરને ચલાવી લો. તમારી આ ચટપટી ચટણી તૈયાર છે.હવે આપણે આ ચટણી ને છ મહિના સુધી સાચવવા માટે શું કરવું, તેને કેમ સાચવી શકાય તે જોઈએ.
👉લીલી ચટણીને સ્ટોર કરવાની રીત :
💁આ ચટણીને તમારે છ મહિના સાચવવા માટે સૌ પ્રથમ તો એક આઈસ ટ્રે લો. અને આ ટ્રેમાં તમે બનાવેલી લીલી ચટણીને ભરી દો. હવે આ ટ્રે તમારે ફ્રિજરમાં 5 થી 7 કલાક માટે જમાવવા મૂકવાની છે. જ્યારે ટ્રેમાં રહેલી ચટણી સારી રીતે જામી ના જાય ત્યાં સુધી રાખી ને પછી તેને બહાર લઈને એક જીપ લોક પોલીથીન બેગમાં ભરી દેવાની છે. હવે આ બેગને તમારે ફ્રિજરમાં મૂકી દેવાની છે. તેને છ મહિના સુધી રાખી શકાશે.
💁તમે જ્યારે પણ આ ચટણીનો ઉપયોગ કરવા માંગો ત્યારે તેના ઉપયોગની થોડી વાર પહેલા તેને બહાર લઈને તે પીગળે પછી ઉપયોગમાં લઈ શકો છો. આ ચટણી છ મહિના સુધી એકદમ તાજી જ રહેશે. સ્વાદ પણ એવોને એવો જ જળવાઈ રહેશે.
જો આવી ચટપટી ચટણી વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.