💁લગ્નેતર સંબંધ એક એવો સંબંધ છે કે જેમાં બે વ્યક્તિની સાથે-સાથે બે પરિવાર પણ એકબીજા સાથે જોડાય છે. આપણા સમાજમાં લગ્ન અનેક રીત રિવાજની સાથે કરવામા આવે છે હિન્દુ ધર્મમાં લગ્ન સમયે વર અને વધુ સપ્તપદીના સાત વચનો એકબીજાને આપે છે તો ચાલો આજે આપણે એ સાત વચનો કયા હોય છે તેનો થોડો વિસ્તારથી પરિચય મેળવીએ.
💁હિન્દુ સમાજની જે લગ્નેતર પરંપરા હોય છે તેમા એવું માનવામાં આવે છે કે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે જન્મોજનમ નો સંબંધ બંધાય જાય છે. જે સંબંધને કોઈ પણ પરિસ્થિતિ તોડી શક્તિ નથી બ્રાહ્મણદેવતાની હાજરીમાં મંત્રોચારની સાથે અગ્નિની હાજરીમાં પતિ-પત્ની સાત ફેરા લઈને પવિત્ર સંબંધમાં બંધાય છે.
💁સપ્તપદીના સાત ફેરામાનું સૌથી પહેલું વચન : સૌથી પહેલા વચન મુજબ કન્યા વરની પાસે વચન માંગે છે કે તેનો પતિ કોઈ પણ વ્રત કરે, ધાર્મિક કાર્ય કરે કે પછી કોઈ પણ નાની કે મોટી તીર્થ યાત્રા કરે તે દરેકમાં પતિએ પોતાની પત્નીને સાથ રાખવી જ પડશે. આમ, આ વચન તે પોતાના પતિની પાસેથી મેળવે છે.
💁સપ્તપદીનું બીજું વચન :બીજા વચનમાં કન્યા પોતાના પતિની પાસેથી વચન માંગે છે કે તમે તમારા માતા-પિતાનું સમ્માન કરો છો,તેવી જ રીતે મારા માતા-પિતાનું પણ સમ્માન કરો અને પરિવારની મર્યાદા અનુસાર ધર્મ-અનુષ્ઠાન કરો તે મને વચન આપો.
💁સપ્તપદીનું ત્રીજું વચન :ત્રીજા વચનમાં કન્યા વરની પાસે માંગે છે કે જીવનની ત્રણેય અવસ્થા (યુવાવસ્થા, પ્રોઢાવસ્થા, વૃધ્ધાવસ્થા) માં મારુ પાલન કરશો જ એવું મને વચન આપો.
💁સપ્તપદીનું ચોથું વચન :ચોથા વચનમાં વધુ વરની પાસે માંગે છે કે હવે આપણે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છીએ ત્યારે ભવિષ્યમાં પરિવારની તમામ જવાબદારી તમારા ખભે આવશે તે ઉપાડવાનું વચન કન્યા માંગે છે.
💁સપ્તપદીનું પાંચમું વચન : કન્યા વરની પાસે વચન માંગે છે કે પોતાના ઘરના કામોમા, લગ્ન પ્રસંગમા કે અન્ય કોઈ મોટા કામો વખતે તેને પણ વાત-ચિતમાં સમિલ કરવી પડશે, તેની પણ સલાહ સૂચન લેતા રહેવું પડશે.
💁સપ્તપદીનું છઠ્ઠુ વચન :છઠ્ઠા વચનમાં કન્યા વરની પાસેથી એક એવું વચન માંગે છે કે તેનું ક્યારેય કોઈ અન્યની સામે અપમાન ના થવું જોઈએ, જાહેરમાં ક્યારેય પણ પોતાના પર ગુસ્સો ન કારવો જોઈએ. તમામ પ્રકારના માદક પદાર્થથી દૂર રહેવાનું બીજા પણ ખરાબ કામોથી દૂર રહેશો તો જ હું સહમત થઈશ.
💁સપ્તપદીનું સાતમું વચન :કન્યા પોતાના વરની પાસેથી અંતિમ વચનમા વરદાન માંગે છે કે તમે પારકી સ્ત્રીને માતા સમાન માનશો અને પતિ-પત્નીના પ્રેમની વચ્ચે બીજા કોઈને પણ સ્થાન નહીં આપો આ વચન આપો તો જ હું લગ્ન માટે સહમત થાવ છું.
સામાન્ય રીતે વિવાહ શબ્દનો શાબ્દિક અર્થ વિ+વાહ = વિવાહ, એટલે કે ઉત્તરદાયિત્વ નું વહન કરવું અથવા તો જવાબદારી ઉઠાવવી. આપણી સંસ્કૃતિ અનુસાર 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ રહેલું છે અને આ વિવાહ એ પણ આ સોળ સંસ્કાર માનો જ એક સંસ્કાર છે. આ સંસ્કારને પાણિગ્રહણ સંસ્કારના નામે પણ ઓળખવામાં આવે છે.
આપણે ત્યાં પતિ-પત્નીના સંબંધને શારીરિક સંબંધથી વિશેષ આત્માનો સંબંધ માનવામાં આવે છે. આ સંબંધમાં અગ્નિની સાક્ષીએ બન્ને એકબીજાને વચન આપીને એક બીજાની સાથે સુખી જીવન જીવવા માટે પ્રતિજ્ઞા કરે છે.
જો સપ્તપદીના સાત વચનો વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.