💁દોસ્તો આપણા જીવનમાં આ સુખ અને દૂ:ખની ઘટમાળ સતત આવ્યા જ કરતી હોય છે. આ સુખની અનુભૂતિ આપણને દૂ:ખનાં આવવાથી જ થાય છે. તે હકીકત છે આપણે તેને નકારી ના શકીએ. પરંતુ આપણે માત્ર સુખ જ ભગવાનની પાસેથી માંગીએ છીએ. આપણી આસપાસ ઘણા લોકોને આપણે અનેક તકલીફોમાં જોયા હોય છે. તેઓને સુખ કેવું હોય તેની જાણે ખબર જ નથી હોતી કેમ કે તેમણે જીવનભર માત્ર દૂ:ખ જ જોયું હોય છે. અને ધણા લોકોને આપણે માત્ર સુખમાં જ જોઈએ છીએ. તેઓ હંમેશા ખુશ જ જોવા મળતા હોય છે.
💁દોસ્તો આ સુખ અને દૂ:ખ તો ઈશ્વરની ઇચ્છાથી જ આપણે મેળવતા હોઈએ છીએ. પરંતુ આપણે ભગવાનને રાજી કરીને તેની કૃપા મેળવી શકીએ. આજે અમે તમારા માટે એવો જ એક ઉપાય લઈને આવ્યા. છીએ જેનાથી તમે પણ હંમેશા સુખી અને ખુશ રહી શકો. દોસ્તો અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે માત્ર ગુરુવારના દિવસે જ કરવાનો છે. કેમ કે આ ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ માટે ઉત્તમ છે. આ દિવસે વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ જડપથી તેના ભક્ત પર પ્રસન્ન થાય છે.
💁ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે તમારે જોશે એક શાલિગ્રામ અને તુલસીનો છોડ. મિત્રો તમે કદાચ નહીં જાણતા હોય કે આપણા વિષ્ણુ પુરાણમાં આ શાલિગ્રામને સાક્ષાત ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ મનાય છે. આપણા દરેકના ઘરમાં આ શાલિગ્રામ તો હોય જ છે. અને આપણે તેની પૂજાવિધિ પણ કરીએ જ છીએ. આ એક ભગવાનનું એવું સ્વરૂપ છે કે તેની કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી. તમે તેને પોતાના મંદિરમાં રાખીને પુંજી શકો છો.
💁આપણા શાસ્ત્રો અનુસાર એવું કહેવાયું છે કે આ પૃથ્વી પરના જીવોના કલ્યાણ માટે ત્રિદેવ માથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુંએ પાર્થિવ દેહ ધારણ કર્યો હતો. નર્મદા નદીને ભારતની સૌથી પવિત્ર નદી મનાય છે. આ નદી માંથી નીકળતા દરેક પથ્થરને શિવનું પ્રતિક મનાય છે. અને નેપાળની ગંડકી નદીના દરેક પથ્થરને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ મનાય છે. અને આ પથ્થરને આપણે સૌ શાલિગ્રામના રૂપમાં પુજીએ છીએ.
💁આ શાલિગ્રામ અને તુલસીની પૂજા હંમેશા કરવાથી આપણને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે તુલસીજીના વિવાહ શાલિગ્રામની સાથે કરાવવાથી કન્યાદાન સમાન તમને ફળની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામને જે પાણીમાં તમે અડાડયુ છે અને તે પાણીથી સ્નાન કરવામાં આવે તો દરેક તીર્થની પવિત્ર નદીઓના સ્નાનનું ફળ તમે મેળવી શકો છો. વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા જે ઘરે થાય છે ત્યાં હંમેશા ખુશહાલી રહે છે. તે ઘરે બીમારી કે દરિદ્રતા ક્યારેય પણ આવતા નથી. હંમેશા માં લક્ષ્મી તે ઘર પર પ્રસન્ન રહે છે.
💁દોસ્તો તમારે આ વિધિ ગુરુવારના દિવસે કરવાની છે. શાલિગ્રામને તુલસીના ક્યારામાં રાખવાના છે. ત્યારપછી તમારે તુલસીના ક્યારાની પાસે ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે.તમારે બંને હાથ જોડીને અમે તમને જે મંત્ર જણાવીએ તેનો અગીયાર વાર જાપ કરવાનો છે.
👉તો દોસ્તો તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ’ આ મંત્રનો જાપ કરવાનો છે. આ પ્રમાણે કરવાથી તમારા પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની હંમેશા કૃપા બની રહશે.
જો વિષ્ણુ ભગવાનના મંત્ર વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.