👫લગ્ન એ એક ખૂબ જ પવિત્ર સંબંધ છે તે માત્ર એક સ્ત્રી અને એક પુરુષનો જ સંબંધ નથી, પરંતુ એ પૂરા બે પરિવાર વચ્ચેનો સંબંધ છે. આ સંબંધને ટકાવી રાખવા માટે પતિ-પત્ની બંનેએ એક બીજા પર પૂરો વિશ્વાસ રાખવો જરૂરી છે. તેની સાથે તે વિશ્વાસને પૂરો ટકાવી રાખવો ખૂબ જ જરૂરી છે. જો એક પણ પાત્ર વિશ્વાસઘાત કરે તો તેઓનો લગ્નેત્તર સંબંધ બરબાદ થતાં વાર નથી લાગતી.
👫લગ્નેત્તર જીવનને ટકાવી રાખવા માટે બંને પાત્રે સમજી વિચારીને જીવન જીવવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં સુખ અને દુઃખ તો આવશે જ પરંતુ તે દરમ્યાન એક-બીજાએ બંનેનો સાથ ના છોડવો જોઈએ અને સમજી વિચારીને જીવનમાં આગળ વધવું જોઈએ. ઘણી વાર અમુક લોકોને કોઈ એવી આદત હોય છે કે જે તેને પોતાના લગ્ન જીવનમાં મુસીબત ઊભી કરી શકે છે તો એવી તે કઈ-કઈ આદત છે કે જે આપણામાં ના હોવી જોઈએ.
👫1. શંકા કરવાની આદત : સંબંધ ગમે તે હોય તે વિશ્વાસથી જ નભે છે અને આપણે જો વાત કરીએ પતિ-પત્નીના સંબંધની તો તેના માટે એમ કહેવાય કે બે શરીર એક જીવ એક બીજાની તમામ વાત બંને જાણતા હોય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો આમાંથી એક ને પણ જો બીજા પર શંકા કરવાની આદત હોય તો તે સંબંધમાં દરાર પાડી શકે છે. માટે જો આવી કોઈ ટેવ છે તો તેને લગ્ન પહેલા જ અલવિદા કરી દો નહિ તો તે તમને પણ ભારે પડી શકે છે.
👫2. ક્રોધ કરવાની આદત : જો તમે કરેલો ક્રોધ કારણની સાથે હોય તો તેનો કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ અકારણ જ કરેલો ક્રોધ તમારા સંબંધને બગાડી શકે છે. તમને ઓફીસમાં કોઈ કારણસર ક્રોધ આવ્યો છે અને તેનો ગુસ્સો તમે ઘરે પોતાની પત્ની પર બાળકો પર ઉતારો તો તેમ કરવાથી તમારા પતિ-પત્નીના સંબંધમાં તણાવ આવી શકે છે માટે ક્રોધ પર હંમેશા પોતાનો કંટ્રોલ હોવો જોઈએ.
👫3. મહેણાં મારવાની કુટેવ : ઘણા લોકો આડકતરી રીતે કહેવાની ટેવ વાળા હોય છે અને એ જે ટેવ હોય તેને જ મહેણાં કહેવામાં આવે છે. આ જે મહેણાં છે તેનાથી કોઈ પણ વ્યક્તિને દુઃખ લગી જતું હોય છે. જ્યારે વાત હોય પતિ-પત્નીની તો આ સંબંધ ખૂબ જ નાજુક હોય છે તો બેમાંથી એકને પણ જો એ મહેણાં મારવાની કુટેવ હોય તો તેને એ આદત છોડવી જ જોઈએ તેમાં જ તેનું હિત છે.
👫4. સમ્માન ના કરવાની આદત : લગ્નેતર સંબંધ એવો સંબંધ છે કે તે માત્ર એક જન્મનો સંબંધ નથી તે તો જન્મોનો સંબંધ છે. આ સંબંધમાં બંને પાત્રે એક બીજાને સમ્માનની દ્રષ્ટિએ જોવા જોઈએ. એક બીજાની ભાવનાને સમજવી જોઈએ. ઘરના કે બહારના કોઈ પણ વ્યક્તિની સામે પોતાના પાર્ટનરને ક્યારેય અપમાનિત ના કરવા જોઈએ. હંમેશા સ્નેહની સાથે જ રહેવું જોઈએ.
👫પતિ-પત્નીના સંબંધને જાળવી રાખવા માટે હમેશા બંનેએ એક બીજાની લાગણીને માન આપવું જોઈએ,એક બીજાને ખૂબ જ પ્રેમ આપવો જોઈએ, પોતાની જે પણ મુશ્કેલી કે જે પણ પ્રશ્ન હોય તો તે તુરંત જ પોતાના પાર્ટનરની સાથે સેર કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ. જો આ રીતે સમજદારીની સાથે જીવન જીવવામાં આવે તો ક્યારેય કોઈ પ્રશ્ન ઉદ્ભવતા જ નથી.
જો આ પતિ પત્નીની આદતો વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.