કોરિયન મહિલાઓ સ્લીમ ટ્રીમ ફિગર વાળી હોય છે. એટલું જ નહીં આખી દુનિયામાં પ્રખ્યાત છે. તમે જ્યારે પણ ફિલ્મ, મ્યુઝિક, વીડિયો, દરેકમાં કોરિયાઈ મહિલાને જોશો ત્યારે એટલી સ્લીમ અને ટ્રીમ દેખાતી હોય છે કે આપણે તેની સામે એકીનજરે જોતાં જ રહી જઈએ છીએ. 30 વર્ષની મહિલા હોય કે મોટી ઉંમરની દાદી તે એકદમ સ્વસ્થ અને ફિટ હોય છે.
કોરિયાઈ મહિલામાં ક્યારેક જ કોઈ અનફિટ હોય છે. આખી દુનિયામાં મશહુર આ મહિલાઓ ખોરાકમાં શું લે છે, કેવા પ્રકારનું ડાયેટ ફોલો કરે છે. તેમનું વજન કેમ વધતું નથી. તો ચાલો જાણીએ એવું તો શું ખાય છે, અને શું છે તેનું સિક્રેટ.
ઘરનું ભોજન પહેલી પસંદ- આપણે ત્યાં બહાર ખાવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. કોઈ ગેસ્ટ આવે તો બહારથી ફૂડ પેકેટ લાવીને જમી લેવાનું અથવા હોટેલ, રેસ્ટોરન્ટમાં જઈ મેંદાવાળી વસ્તુ ખાઈએ છીએ. સમયના અભાવે ઘણા લોકો મહિનામાં બે કે ત્રણ વાર ઘરમાં પણ હાંડવો, ઢોકળાં, ઈડલી, ઉત્તપમ વગેરે બનાવીને ખાતા હોય છે. જે શરીરને નુકસાન કરે છે.
જ્યારે કોરિયન મહિલા બહારનું જંકફૂડ ખાવાની જગ્યાએ ઘરનો રાંધેલો ખોરાક ખાવાનો પસંદ કરે છે. આપણા વડીલો પણ માનતા હતા કે ઘરના ખોરાક જેવો બીજો ઉત્તમ ખોરાક એક પણ નથી, અને તેને ફોલો કરે છે કોરિયાઈ મહિલાઓ. મોટાભાગે વજન વધવાનું કારણ અનહેલ્ધી, સમય વગર જમવું, વધારે પડતી મેંદાવાળી વસ્તુઓ જવાબદાર હોય છે. તેના લીધે ક્રોનિક જેવા રોગો પણ થાય છે. કોરિયાઈ મહિલા આ બધાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
વોકિંગ પહેલી પસંદ- આપણે ત્યાં સવારે સોસાયટીના ગેટ પર દૂધ લેવા અથવા શાકભાજી લેવા થોડે દૂર જવાનું હોય તો પણ એક્ટિવા લઈને કોઈપણ મહિલા જતી હોય છે. જેને કારણે તેમને કોઈ વખત વધારે ચાલવાનું આવે તો કંટાળો આવી જતો હોય છે. અને તેના કારણે જ તેમનું શરીર વધે છે. જ્યારે કોરિયન મહિલાઓ ગમે તે હોય વધારે ચાલવાનું પસંદ કરતી હોય છે. તે જ્યાં પણ જવું હોય કાર, બસ, કે બીજા કોઈપણ વાહનનો ઉપયોગ કર્યા વગર ચાલે છે. જેના કારણે તેઓ સ્વસ્થ અને ફિટ રહે છે.
શાકભાજીનું પ્રમાણ વધારે- નાના બાળકોમાં ઘણા એવા હોય છે કે એકપણ શાકભાજી તેમને પસંદ હોતા નથી. અને તે આદત મોટા થઈને પણ એમ જ રહેતી હોય છે. જેના કારણે તેમને જરૂરી પોષક તત્વો મળતા હોતા નથી. પરંતુ કોરિયન મહિલાઓ વધારે પ્રમાણમાં શાકભાજી ખાવાનું પસંદ કરે છે. આપણે પણ જાણીએ છીએ કે શાકભાજી શરીરને સ્વસ્થ અને ફિટ રાખવાનું કામ કરે છે.
સંતુલિત આહાર- આપણે અનહેલ્ધી ફૂડ ખાવામાં માહિર છીએ. જેમ કે કોઈ આપણને ગ્રીન ટી અથવા દૂધ વાળી રેગ્યુલર ચા પીવાનું કહે તો આપણે ગ્રીન ટીના બદલે દૂધ વાળી મસાલા ચા પીવાનું પસંદ કરીએ છીએ. તેના વજન વધે છે અંતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો થાય છે. જ્યારે કોરિયાઈ મહિલા સંપૂર્ણ આહાર લે છે. તે પોતાના ડાયેટમાં પ્રોટીનથી લઈ કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લેવાનું પસંદ કરે છે. તે ઉપરાંત રેગ્યુલર એક્સરસાઈઝ અને યોગ કરવા પર ભાર આપે છે.
સી ફૂડ ખાવું- સી ફૂડમાં વિટામિન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. તેમાં ફાઈબર ખૂબ જ પ્રમાણમાં હોય છે. ફાઈબર ખાસ કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો ડાયેટ ફોલો કરતાં હોવ તો પણ ફાઈબર ખાવાની સલાહ આપે છે. કેમ કે ફાઈબરના કારણે વારંવાર ભૂખ લાગતી નથી અને તેના કારણે વજન વધતું નથી. તે સિવાય કોરિયાઈ મહિલા સી-વીડનું (એક પ્રકારનું દરિયાઈ ઘાસ) સેવન દરરોજ સૂપના સ્વરૂપમાં પીવે છે. જેના કારણે કોરિયાઈ મહિલાઓ ફિટ અને હેલ્ધી દેખાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.