👩❤️👨આજકાલ લગ્ન સંબંધ વધારે સમય ટકે તો બધાંને નવાઈ લાગતી હોય છે. કેમ કે જોડાવા કરતાં તૂટવાની વાતો અત્યારના સમયમાં વધારે સાંભળવા મળતી હોય છે. કોઈ નાની નાની વાતે, ઘર કંકાસ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, સહનશીલતાનો અભાવ એવા ઘણા કારણોને લીધે હાલના સમયમાં લગ્ન સંબંધ ટકાવી રાખવો મુશ્કેલ બનતો જાય છે.
👩❤️👨પહેલાના સમયમાં તેને એક પવિત્ર વસ્તુ માનવામાં આવતી હતી, આપણી આસપાસના ઘરડાં લોકોને કહેતા સાંભળ્યા હશે કે ચાલ્યા કરે નીભાવવું પડે. આ સમજણથી જ પહેલા લગ્ન જીવનમાં તિરાડો પડતી નહોતી, પણ અત્યારે આવી સમજણ કોઈનામાં નથી. જેના કારણે પુરુષ હોય કે સ્ત્રી સીધા છૂટાછેડા પર વાત આવી જતી હોય છે.
👩❤️👨તો એવી કેટલીક વાતોનું ધ્યાન જે રીતે એક સ્ત્રી રાખતી હોય તે પ્રમાણે દરેક પુરુષે પણ રાખવું પડતું હોય છે. તો તેવી ઘણી વાતો છે જે પુરુષે સમજવી જોઈએ. તેની પર એક નજર કરીએ.
👩❤️👨-મીઠા સંબંધોમાં કડવાશ આવવાનું કારણ છે. સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો ક્યારેય આપતો નથી. તેને હંમેશાં પોતાનાથી નીચી જ માનતા હોય છે. ત્યારે સ્ત્રી તેનું સન્માન જળવાય તેમ ઇચ્છે છે. જો કોઈ પણ સ્ત્રી હોય તેને સમાન દરજ્જો આપશો તો જીવનભર ખુશીથી તમારો સાથ નીભાવશે.
👩❤️👨-ઘણા પુરુષોને આદત હોય છે કે પત્નીને ગમે ત્યાં ગમે તે સમયે ખખડાવતા હોય છે. તેવું ક્યારેય ન કરવું જોઈએ. ઘણી વખત બીજી સ્ત્રીની સરખામણી પણ તેની સાથે કરવાની વાત પર ગુસ્સો કરતાં હોય તેવો વાત કરવાનો ભાવ આવી જતો હોય છે. તો પત્નીને ઘણું દુખ થતું હોય છે. એટલા માટે કોઈપણ બીજી સ્ત્રી સાથે તેની આ રીતે સરખામણી ન કરવી જોઈએ.
👩❤️👨-પત્નીના હંમેશાં વખાણ કરવા જોઈએ. તેને દુખ પહોંચે તેવી વાતો ન કરવી જોઈએ. એવું નથી કે હંમેશાં તેની ખોટી વાતમાં પણ સાથ આપવો જોઈએ, પરંતુ તે જેને લાયક હોય તેમાં તેનો સાથ આપવો જોઈએ.
👩❤️👨-પત્નીને કહેવું જોઈએ કે તેના આવવાથી તમારા જીવનમાં જે બદલાવ આવ્યો છે. તેના પણ વખાણ કરવા જોઈએ. જેથી તે થોડા દુખ ભૂલી હસવા લાગશે. તમને દિલથી માન-સન્માન આપશે.
👩❤️👨-સ્ત્રી પ્રેમની ભૂખી હોય છે. તેને અમુક સમયે પોતાના પ્રેમનો અહેસાસ જરૂર કરાવવો જોઈએ. તેનું મહત્વ તમારા જીવનમાં ખાસ છે. તેવું બતાવવું જોઈએ. પ્રેમનો એકરાર લગ્ન પછી પણ એ રીતે થઈ શકે છે. જે રીતે સગાઈ પહેલા કે પછી કરતાં હતાં. તેને સ્પેશિયલ ફિલ કરાવવું પતિની જવાબદારી છે.
👩❤️👨-ઘણી પત્નીની ફરિયાદ રહેતી હોય છે કે પતિ તેમના માટે કંઈ લાવતા નથી. તે ફરિયાદ ન કરે તે માટે નાની નાની પણ ગિફ્ટ અમુક સમયે લઈને જવી જઈએ. તેની કિંમત ભલે મામુલી હોય પરંતુ તેને પ્રેમની ફિલિંગ્સ કરાવશે. અને તમારા સંબંધને એક નવી રાહ મળશે.
👩❤️👨-પત્ની સાથે હંમેશાં સારો વ્યવહાર કરવો જોઈએ. ઘણા પુરુષ ઑફિસનો ગુસ્સો ઘરે આવીને પત્ની પર નીકળતા હોય છે. તો આ પ્રમાણે ન વર્તન કરવું જોઈએ. તેનાથી ઘણી વખત તમારા સંબંધમાં તિરાડ પડી શકે છે.
👩❤️👨-પત્નીના ફેન્ડ્સ સાથે ક્યારેય ખરાબ વર્તન કે શંકા ન કરવી જોઈએ. ઘણી વખત પુરુષો આ પ્રકારની ભૂલ કરી બેસતાં હોય છે. તો પણ સંબંધોમાં અણબનાવ આવતાં હોય છે.
👩❤️👨-પતિ ઑફિસના કામમાં એટલો વ્યસ્ત થઈ જાય છે કે પત્નીને હરવા, ફરવા લઈ જવા પર ધ્યાન નથી આવતો. પત્ની ભલે જોબ કરતી હોય તેમ છતાં તેને પતિની જરૂર તો હોય જ છે. તેને યોગ્ય સમયે લોંગ ડ્રાઈવ, ડિનર, મૂવી જોવા વગેરે જેવી જગ્યા પર ફરવા લઈ જવી જોઈએ.
👩❤️👨-દરેક સ્ત્રીના સપનાં હોય છે. કેટલીક છોકરીઓ તેના સપનાં પિતાના ઘરે પુરા કરી શકતી નથી હોતી. તો તમારે તેના સપનાંમાં સાથ આપવો જોઈએ. કેટલીક વખત પત્ની નોકરી કે ઘરે કોઈ વર્ક કરવા માંગે તો તેમાં હા પાડી, તેના કામનું સન્માન કરવું જોઈએ.
👩❤️👨-તેને સાથ આપવો જોઈએ. જો તેને સાથ આપશો તો તેની હિંમત વધશે અને ખુશી ખુશી તેમાં સફળ થશે. તમારો સંબંધ પણ ખુશનુમા થઈ જશે. તમારી સાથે પરિવાર પ્રત્યે પણ તેનું માન વધશે.
👩❤️👨-તેને પૂરેપૂરી સુરક્ષા આપવી જોઈએ. ઘણા પતિ પત્ની ફરવા જાય પછી તેની ઇન્કવાયરી કરતાં હોય છે. તેની પર શંકા કરતાં હોય છે. આ વાત તમારા સંબંધમાં મનભેદ, મતભેદ બંને ઉભા કરી શકે છે. તેને સામાજિક અને આર્થિક બંને રીતે સાથ આપવો જોઈએ. તેના પર બંધનો ન રાખવા જોઈએ.
👩❤️👨જો કોઈપણ પુરુષ ઉપર જણાવેલી કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું શરૂ કરે તો તેમનું લગ્નજીવન હોય તેના કરતાં વધારે ખુબસૂરત બની જાય છે. અને એકબીજા પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે બમણો થતો હોય છે. તેમાં ઘણી વખત એવું બનતું હોય છે કે તમારા પ્રેમ ભર્યા સંબંધ જોઈ બીજા પણ તેનું અનુકરણ કરતાં થઈ જતા હોય છે.
જો જીવન સાથીને ખુશ રાખવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.