💁આપણા દેશમાં પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામા આવે છે. તેનો સંબંધ વિશ્વાસની ઉપર ટકેલો હોય છે. તેઓને એકબીજા પર પૂરો વિશ્વાસ હોય છે. એવું કહેવાય છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. દરેક સ્ત્રી લગ્નની સાથે જ પોતાનું નસીબ લઈને આવે છે.
💁આપણા હિન્દુ સમાજમાં તે દીકરી હોય કે વહુ તેને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તે પોતાના પરિવાર માટે હંમેશા નસીબ લઈને જ આવે છે. તો આજના આ આર્ટિકલની મદદથી આપણે કેટલાક એવા સંકેતોને જોઈશું કે જેના આધારે જાણી શકાય તેના પતિનું ભાવી.
💁પુરાણ અનુસાર એવું કહેવાય છે કે પતિ-પત્ની એક બીજાના પૂરક હોય છે. હા દોસ્તો, પતિ-પત્ની એક બીજાનું અડધું અંગ હોય છે. એક બીજા વગર બન્ને અધૂરા છે. અને તેથી જ એક બીજાના શરીર પર એવા સંકેતો જોવા મળે છે કે તેનું ભાગ્ય સૂચવે છે, તો આજે આપણે પત્નીના પગના સંકેત દ્વારા પતિનું ભાગ્ય શું કહે છે તે જોવાનું છે.
💁આ સંકેતો આપણે પગના તળિયાના ભાગમાં જોવાના છે. જો કોઈ પણ મહિલાના પગના તળિયામાં સ્વસ્તિક અને ચક્ર જેવુ નિશાન બનતું હોય તો આવી સ્ત્રી પોતાનું સારું નસીબ લઈને તેના પતિની પાસે આવી કહેવાય છે. તેના લગ્ન પછી તે રાજ સુખ મેળવે છે. એશો આરામની જિંદગી તેઓ વિતાવે છે.
💁જો કોઈ સ્ત્રીના પગના ઢોળાવ તરફથી આંગળી તરફ કોઈ રેખા જતી હોય તો આવી સ્ત્રીનો પતિ તેના પૂરા પરિવાર માટે ખૂબ જ સમર્પિત હોય છે. આવી સ્ત્રીના પતિ કોઈ પણ કામમાં સફળતા મેળવશે.
💁જે મહિલાના પગના તળિયામાં કમળના જેવુ નિશાન બનતું હોય તો તેને માટે તે ખૂબ જ સારી વાત છે. આ સ્ત્રીનો પતિ રાજનીતિ જેવા ક્ષેત્રમાં ખૂબ જ સફળ રહી શકે છે. તે પોતાની પત્નીને ખૂબ જ ખુશ રાખી શકે છે.
💁પગની એડીના સંકેતથી પણ જાણી શકાય. જે સ્ત્રીની પગની એડી ખૂબ જ કોમળ, ગોળ અને ખૂબ જ સુંદર હોય, તે સ્ત્રીને તેનો પતિ તમામ પ્રકારના એશો-આરામ આપે છે. દરેક ભૌતિક સગવડ તે પૂરી પડે છે. ક્યારેય તેને કોઈ પણ ખામી રહેતી નથી.
💁સમુદ્ર શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જે સ્ત્રીની અંગૂઠાની પાસેની આંગળી અને તેની બાજુની બીજી આંગળી બંનેની લંબાઈ એક સરખી હોય તો તે ખૂબ જ સારો સંકેત મનાય છે. આ પ્રકારના સંકેત વાળી સ્ત્રીની સાથે જે પુરુષ લગ્ન કરે છે તેને ક્યારેય આર્થિક કોઈ પ્રશ્ન ક્યારેય ઊભો થતો નથી.
💁જે સ્ત્રીને પગમાં સૌથી નાની આંગળીની નજીકની આંગળી સૌથી પહેલી આંગળી કરતાં નાની હોય તો આ દંપતિની વચ્ચે ખૂબ જ પ્રેમ હોય છે. તેઓને એક બીજા વિના બિલકુલ ચાલતું નથી. હંમેશા તેઓ એક બીજાને સાથ આપે છે.
💁જે સ્ત્રીને પગની છેલ્લી બન્ને આંગળી ચાલતા સમયે જમીનને ના અડે તો તેવી સ્ત્રીનો પતિ લોકોમાં શ્રેષ્ઠ સ્થાન મેળવી શકશે. તે બંનેની વચ્ચે પણ ખૂબ જ પ્રેમ રહેશે. તેઓના જીવનમાં આર્થિક મુશ્કેલી ક્યારેય નહીં આવે. તેઓ બીજા લોકો માટે એક આદર્શ રૂપ પણ બની રહેશે.
👉દોસ્તો જો તમે લોકો પણ તમારા ભાગ્યને જાણવા માંગો છો તો ચોક્કસ તમે પણ એ સંકેતોને તમારી પત્નીના પગના નિશાનની સાથે મેળવી શકો છો અને જાણી શકો છો તમારા ભાગ્યને.
જો સ્ત્રીના પગ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.