હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાં એક તહેવાર છે દિવાળીનો તહેવાર. આમ જોઈએ તો દિવાળી માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો તહેવાર છે. લક્ષ્મી માતાની પૂજા કરી તેમનું આહ્વાહન કરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે અમુક જીવના દર્શન થઇ જાય છે તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ વર્ષ દરમિયાન ક્યારેય ધનની કમી નથી થતી. એવું પણ કહેવાય છે કે આ જીવનું દેખાવુ તે માતા લક્ષ્મીના આગમનનું સૂચક છે.
- દિવાળી પર ગાયના દર્શન
હિંદુ ધર્મમાં કેસરી રંગ અને ગાયનું ખુબ જ મહત્વ છે. ગાયને હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયને પૂજવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય કેસરિયા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહિ જાણતા હોય કે શકુન શાસ્ત્રમાં કેસરિયા રંગની ગાયને દેવત્વનું પ્રતિક માનવામાં આવે છે. એવામાં દીપાવલીના દિવસે ગયાના દર્શન થાય તો તે સમૃદ્ધિનો સંકેત ગણવામાં આવે છે. જો દિવાળીના દિવસે ગાયના દર્શન થાય છે તો વર્ષ દરમિયાન ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
- દિવાળીના દિવસે ગરોળીનું દેખાવું
આમ તો સામાન્ય રીતે ગરોળી દેખાય જતી હોય છે પરંતુ દિવાળીની રાતે ગરોળીનું દેખાવું ખુબ જ દુર્લભ હોય છે. દિવાળીની રાત્રે ગરોળીનું દેખાવું સૌથી શુભ સંકેત માનવામાં આવે છે. દિવાળીના દિવસે ગરોળી દેખાય તો તેને કાઢવી નહીં અને તેનું દેખાવું શુભસંકેત આપી શકે છે. કેમ અને કેવી રીતે ગરોળી શુભ થાય તે જાણીએ.
એવામાં દિવાળીના દિવસે પુરુષોના જમણા ખભા પર અને સ્ત્રીઓના ડાબા ખભા પડે છે તો તેનો અર્થ છે કે સમાજમાં તેના માન સમ્માન અને સમૃદ્ધિમાં ખુબ જ વધારો થશે. આ ઉપરાંત કોઈ સ્ત્રીના શરીરના ડાબા ભાગમાં ગરોળી આવીને પડે છે તો તે દર્શાવે છે કે ઝડપથી ધન લાભ થશે.
- ઘરમાં બિલાડીનું આવવું
સામાન્ય રીતે બિલાડીને જોઇને લોકો ભાગવા લાગે છે. એવામાં જો બિલાડી ઘરમાં આવીને રાત્રે દૂધ પી જાય છે તો આપણે તેને ઘરમાં ઘુસવા પણ નથી દેતા.પરંતુ દિવાળીની રાત્રે બિલાડી તમારા ઘરમાં આવે છે. અને એવામાં દૂધ પી જાય તો સમજી લેવું જોઈએ કે લક્ષ્મીજીએ તમારા ઘરમાં પ્રવેશ કરી ચુક્યા છે. આ ઉપરાંત દિવાળીની રાત્રે બિલાડી તમારા ઘરની છત પર મળત્યાગ કરે છે તો તે તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મી પ્રાપ્ત થવાનો સંકેત છે.
- ઘુવડનું દેખાવું
ઘુવડને લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે. એક માન્યતા એવી છે કે દિવાળીની રાતે લક્ષ્મીજી ઘુવડ પર બેસીને ભ્રમણ કરે છે. માટે દિવાળીની રાત્રે અથવા તો દિવસે જો ઘુવડ દેખાય જાય છે તો સમજવું જોઈએ કે તેના પર લક્ષ્મીજીની કૃપા થવાની છે અને તેમની કિસ્મત ચમકવા જઈ રહી છે.
- છછુંદરનું દેખાવું
દિવાળીની રાત્રે જો છછુંદર ઘરમાં જોવા મળે છે તો તેને પણ શુભ સંકેત સમજવો જોઈએ. માન્યતા છે કે દિવાળીના દિવસે રાત્રે ઘરમાં છછુંદર દેખાય છે તો તેનો સંકેત છે કે આખું વર્ષ ઘરમાં પૈસાની કમી નહિ થાય. અને વર્ષ દરમિયાન પણ ક્યારે છછુંદર દેખાય તો તેને કાઢવી નહીં કેમકે, છછુંદર ઘરમાં રહે તો ખુબજ શુભ માનવમાં આવે છે અને ખાસ કરીને દિવાળીના દિવસે અથવા રાત્રે તે જોવા મળે તો આખું વર્ષ સારું અને ધનની કમી વગરનું જાય છે.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.