👉 અમુક લોકો બીમારીથી પીડાતા હોય છે, જેનું નામ છે વજન વધતું. કેટ કેટલાં પ્રયત્નો કરવા છતાં તેમાં કોઈ ફેર પડતો હોતો નથી. વિશ્વના 50 ટકાથી વધારે લોકો આ તકલીફથી પરેશાન છે. આજકાલ મોટાપો એક માથાનો દુખાવો બની ગયો છે. ગમે તેને જુઓ વજન ઘટાડવા માટેના પ્રશ્નો પૂછતાં હોય છે.
👉 ગમે તેટલા વ્યાયામ, યોગ, જિમ, વોકિંગ, કસરત કરે તેમ છતાં થોડા સમય માટે વજનમાં ફરક પડે છે. બાકી થોડા દિવસો પછી વજન વધવા લાગતું હોય છે. તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ થવા લાગતી હોય છે. તો આ બીમારીથી બચવા માટે આજે એક ડાયેટ ફોલો કરતાં શીખવીશું, જેનાથી તમારું વજન સરળતાથી ઘટવા લાગશે. અને જરૂરી વિટામિન્સ પણ મળી રહેશે.
👉 સાંજના સમયે નાસ્તામાં અથવા સવારે ભૂખ લાગે ત્યારે તમે હેલ્ધી સીડ્સનું સેવન કરી શકો છો. તે સિવાય પણ આ સીડ્સના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો. જે શરીરને તંદુરસ્ત રાખશે અને નબળાઈ પણ નહીં આવે. આ સીડ્સમાં સારી માત્રામાં ફાઈબર રહેલું હોય છે. જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને કેલરી પણ ઓગાળશે. ચાલો તમને લાડુ બનાવવાની રીત અને ફાયદા જણાવીએ.
👉 લાડવા બનાવવા માટે જોઈતી સામગ્રી- ચિયા બીજ- એક નાનો કપ કોળાના બી- એક નાનો કપ તરબૂચના બી- એક નાનો કપ અળસીના બી- એક નાનો કપ સૂરજમુખીના બી- એક નાનો કપ ગાયનું દેશી ઘી-અડધો કપ ઓટ્સ- 2 કપ નાના કાપેલા ખજૂર-10 સૂકાયેલા અને નાના કાપેલા અંજીર-5, કિશમિશ-અડધો કપ, ગોળ અડધો કપ.
👉 બનાવવા માટેની રીત- સૌ પ્રથમ દરેક સીડ્સને એક પછી એક શેકી લેવાઅને તેને પ્લેટમાં ઠંડા થવા દેવા. ગેસ પર એક કડાઈ મૂકો જેમાં દેશી ઘી રેડો. પછી તેમાં ઓટ્સ નાખો અને તેને ત્યાં સુધી શેકવા જ્યાં સુધી ઘીમાં ઓટ્સ સારી રીતે મિક્સ ન થઈ જાય.
👉 -ત્યાર બાદ તેમાં કિશમિશ, અંજીર, ખજૂર, ગોળ નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે ગોળ સારી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
👉 -ગેસને બંધ કરી દો અને મિશ્રણ ઠંડુ પાડો. હવે જે બી લેવાના છે તેને ક્રશ કરવા, પરંતુ પાઉડર થઈ જાય તે રીતે ન કરવા. થોડા આખા અને કરકરા રહે તે રીતે કરવા.
👉 -પછી આ મિશ્રણને એક પ્લેટમાં લો, તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. ગોળીઓ વાળો ત્યારે થોડું ઘી હથેળી પર લગાવી દેવું. જેથી ચોંટે નહીં અને સરળતાથી ગોળ શેપ બની જાય. હવે એક ડબ્બામાં ભરી લો તૈયાર છે તમારા ડાયેટ લાડું.
👉 હવે આ બીજમાંથી મળતાં ગુણ વિશે જાણીએ
👉 અળસીના બીજ- અળસી પોષક તત્વોનો ખજાનો છે. તેમાં પ્રોટીન, આયરન, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, વિટામિન-બી 6, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો રહેલા છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરી વજન ઘટાડે છે. સાથે સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે. કેન્સર જેવી બીમારીથી પણ બચાવે છે.
👉 સૂરજમુખીના બીજ- સૂરજમુખીના બીજ ઇમ્યુનિટી વધારવાનું કામ કેર છે. તે ખરાબ કોલેસ્ટ્રોલમાં ઘટાડો કરી, શરીરમાં સોજા હોય તે દૂર કરે છે. આ બીજમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-બી 6, પોટેશિયમ, ફેટી એસિડ, એન્ટી ઓક્સીડન્ટ રહેલા છે.
👉 ચિયાના બીજ- આ બી હૃદય અને બ્લડ શુગર માટે આશીર્વાદ સમાન છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-3, ફેટી એસિડ, પ્રોટીન જેવા ઘણા તત્વો રહેલા છે. શરીર માટે ગુણકારી સાબિત થાય છે.
👉 કોળાના બીજ- કોળાના બીજમાં વિટામિન-ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન રહેલા છે. જે કેન્સર જેવી બીમારીથી બચાવે છે. અને જો રોજ સેવન કરવામાં આવે તો પાચનની સમસ્યા અને હૃદય રોગની તકલીફથી દૂર રાખે છે.
👉 તરબૂચના બીજ- તરબૂચના બીજમાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક રહેલા છે. હાડકાં અને હૃદય બંનેને મજબૂત કરવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ રીતે હેલ્ધી સીડ્સના લાડુ શરીરને તંદુરસ્ત રાખે છે.
જો આ ડાયટ લાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.