આપણે કોઈના ઘરે જઇએ ત્યારે જોઈએ છીએ કે 7 ઘોડાનો ફોટો દીવાલ પર લગાવેલો હોય છે. કેટલાક લોકો આ ફોટાને શોખથી લગાવતા હોય છે. તો કેટલાક લોકો કેટલાક ખાસ કારણોસર લગાવતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિત્રને ઘરમાં લગાવવાથી શુભ માનવામાં આવે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના કારણે પરિવારના લોકોની પ્રગતિ અને સફળતા થતી હોય છે.
આપણને આ ચિત્ર વિશેની માહિતી થોડી ઘણી હોય છે, પરંતુ તે અધૂરી હોવાના કારણે જે મળવા જોઈએ તે લાભ મળતા હોતા નથી. એટલા માટે આજે જાણીશું કે કઈ દિશામાં લગાવાથી શું લાભ થાય છે. તેમજ જાણીએ આ સાત ઘોડાના ચિત્રમાં છુપાયેલ તમામ રહસ્ય વિષે..
સફળતા મળે- ઘોડાનું દોડવું એ પ્રગતિનું પ્રતિક મનાય છે. તેઓ કામમાં ઝડપ પ્રદાન કરે છે. કોઈપણ વ્યક્તિ જે આ દોડતા ઘોડાઓને વારંવાર જુએ છે, તે વ્યક્તિના કાર્યને અસર કરે છે. અને કાર્યમાં ગતિ પ્રદાન થાય એટલે કે સફળતા પ્રાપ્ત થતી હોય છે.
કઈ દિશા યોગ્ય- ફોટામાં ઘોડા દોડતા હોય તે વધારે સારું. માનવામાં આવે છે. પણ ઘણા લોકો નાની એવી ભૂલો કરી બેસતા હોય છે. તેના માટે તમારે ધ્યાન રાખવું કે ઓફિસમાં લગાવો ત્યારે ઘોડાનું મોં ઓફિસની અંદર આવતા હોય તે રીતે રાખવું, અને તેની દિશા દક્ષિણ હોવી જોઈએ.
આ પ્રકારનો ફોટો લગાવવો-ઘરમાં 7 ઘોડાની તસ્વીર લગાવમાં આવે તો પૈસા સંબંધિત વધઘટ જોવા મળતી નથી. પૈસા ઘરમાં આવ્યા જ કરે છે. કાયમ માટે માતા લક્ષ્મીનો વાસ રહે છે. તે માટે ઘરના મુખ્ય દ્વારની દક્ષિણ દીવાલ પર ઘરની અંદર આવતા હોય એ રીતે ઘોડાની તસવીર લગાવી જોઈએ. તેમાં પણ ફોટો ખરીદતી વખતે ધ્યાન રહે કે ઘોડાનો ચહેરો ખુશ હોવો જોઈએ. ગુસ્સા વાળો ક્યારેય ન હોવો જોઈએ.
શક્તિ અને ઉર્જાનું- ઘોડાને શક્તિ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને સફેદ ઘોડાને વધારે ઉર્જાનું પ્રતિક આપતો હોય તેમ મનાય છે. તમારા ઘરમાં કે ઓફિસમાં સકારાત્મક ઉર્જા લાવવી હોય અને નકારાત્મક ઉર્જા દૂર રાખવી હોય તો 7 સફેદ ઘોડાનું ચિત્ર રાખવું.
ઘણા લોકોને દેવાની તકલીફ હોય છે. તો તેના માટે ઉત્તર-પશ્ચિમ દિશામાં કૃત્રિમ ઘોડાની જોડી રાખવી. આ જોડી તમને કોઈ પણ ગિફ્ટની દુકાનમાં સરળતાથી મળી રહેશે. -તે સિવાય સાત ઘોડા વાળો ફોટો તમારા કરિયરમાં ગ્રોથ લાવશે. જો આ ફોટાને અભ્યાસ કરતા છોકરાઓ ના રૂમમાં લગાવવમાં આવે તો ઘણો લાભ થશે.
-આપણા પુરાણમાં 7ના અંકને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. મેઘધનુષ્યના સાત રંગ, લગ્નના ફેરા સાત, 7 શરીરના સાત ચક્રો અને 7 જન્મનો સાથ આ રીતે સાતના અંકને સર્વભૌમિક માનવમાં આવે છે.
આ પ્રકારના ફોટા ન લગાવવા- -ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય તૂટેલી તસવીર ન રાખવી જોઈએ. -ઘોડા તમને અલગ-અલગ દિશામાં દોડતા હોય તે રીતે જોવા મળે તો તેવી તસવીર પણ ન રાખવી જોઈએ.
-એકલા ઘોડાનો ફોટો ન લગાવવો કેમ કે તેનાથી તમને ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે. તેનાથી ધનના રસ્તામાં મુશ્કેલી આવે છે. આ રીતે નોકરી, વ્યાપાર, શિક્ષણમાં સફળતા મેળવવા માટે અમુક ખાસ ફોટાને ઘરમાં લગાવવાથી લાભ થાય છે. જે ફોટા તમે લગાવશો તેમાં તમને ભરપૂર ઉર્જા મળશે અને તમારી ઉન્નતિ થશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.