💁દોસ્તો આજના આપણા આર્ટિકલનો વિષય છે તે સૌને આર્ટીકલ વાંચવા માટે મજબૂર કરે તેવો છે. કેમ કે ટૉપિક જ કઈક એવો છે. સાચે જ કરોડપતિ થવાની વાત જ્યાં થાય એટલે સૌ કોઈના ક્યાં ચમકે છે. દોસ્તો આ કરોડપતિ બનવા માટે આપણામાં એવી નિશાની કે લક્ષણો હોવા જોઈએ કે જે આપણને આગળ જાતા કરોડોના માલિક બનાવી શકે. તો ચાલો આજે આપણે જોઈએ કે આ કરોડપતિ બનવાની નશાની શું છે.
💁આપણે એક સમાજમાં રહીએ છીએ અને તેથી આપણે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ. દરેક વ્યક્તિ એક સરખી વિચાર શરણી વાળી નથી હોતી. કોઈ બે વ્યક્તિની આવક એક સરખી હોવા છતાં તે બંનેની આર્થિક સ્થિતી સમાન નથી. તો એનું કારણ છે કે એક વ્યક્તિ પોતાની આવકનો દોઢ ગણો ખર્ચ કરે છે. અને બીજી વ્યક્તિ પોતાની આવકનો પોણો જ ખર્ચ કરીને બચત કરે છે. આમ કરોડપતિ બનવા માટે આવી નાની નાની બાબતો પણ મહત્વ ધરાવે છે.
💁દોસ્તો આપણે ઘણી વાર વિચારીએ કે જે લોકો ખૂબ જ ધનવાન છે તેની જિંદગી કેવી હોય છે ? તેઓ કેવું જીવન જીવે છે ? આપણને એવું લાગે છે કે તેઓ ખૂબ જ ટીપટોપમાં રહે છે હંમેશા બ્રાન્ડેડ કપડાં, ખૂબ મોંધી ઘડિયાર, કાર, બંગલો વગેરે હાઇફાઈ જીવન જ જીવતા હશે. પરંતુ હકીકત તો એ છે કે આવા ધનવાન લોકોનું જીવન એકદમ સાદું અને સિમ્પલ હોય છે તેને જોતાં એવું લાગે જ નહીં કે તે કરોડોના માલિક છે.
💁ચાલો આગળ જોઈએ એ સાત નિશાની કે જેનાથી લોકો કરોડપતિ બની શક્યા. દોસ્તો જો આવી નિશાનીઓ તમારામાં હશે તો આવનાર સમયમાં તમે પણ કરોડપતિ બની શકો છો. તેમા સંકાને કોઈ સ્થાન નથી.
💁નિશાની-1. દોસ્તો ભવિષ્યને ઉજવળ બનાવવા માટે ખૂબ જ ભોગ આપવો પડે છે. આપણે જોઈએ કે ઘણા લોકોને કોઈ ઓફર આવે કે આ કામ છે અને તેમા તમે પાર્ટ ટાઈમ કામ કરીને થોડા વધારે પૈસા કમાય શકો છો. ત્યારે પેલી વ્યક્તિ તેને કહે છે કે મારે ઓફિસનું જ એટલું કામ રહે છે પ્લસ ઘરમાં પણ થોડું કામ હોય છે કે મારાથી ના થાય પરંતુ તેના બદલે જો તેને કોઈ હોટલમાં જમવા જવાનું કહો કે પછી કોઈ જગ્યાએ ફરવા જવાનું કહો તો તે એની ટાઇમ તૈયાર જ છે. મતલબ કે તે પોતાની આવક વધારવા માગતો નથી પણ ખર્ચ કરવા તૈયાર છે.
💁પરંતુ ધનવાન લોકો આથી ઊલટું વિચારવા વાળા હોય છે. એ લોકો ક્યારેય પોતાના હાથમાં આવેલી પૈસા કમાવાની તકને જવા દેતા નથી. તેઓ આવી તકને જડપી લેતા હોય છે તેનો અર્થ એવો નથી કે તે કંજૂસ છે. પરંતુ આ લોકો પોતાનો સમય, પૈસા અને પોતાની શક્તિને ખૂબ જ જોઈને વિચારીને વાપરે છે.
💁નિશાની-2. જે લોકો પોતાના TEM એટલે કે સમય, શક્તિ અને પૈસાનો ખૂબ જ વિચારીને અને ખૂબ જ સમજીને તેનો ઉપયોગ કરવાનું જાણતા હોય છે. અમુક લોકોને તેના પિતાનો સપોટ ખૂબ જ મોટા થાય ત્યાં સુધી મળે છે અને તેથી તે પોતાની રીતે પોતાનો બીજનેસ કરી શકતા નથી.
💁જ્યારે વિદેશમાં તો 20 વર્ષે જ પોતાની જવાબદારી ઉપાડવાની થતી હોય છે અને જો તેને આગળ ભણવું છે તો પણ પાર્ટ ટાઇમ કામ કરીને પોતાની કોલેજ ફી ભરવાની હોય છે. આમ વિદેશમા લોકોને પૈસાની વેલ્યૂ ખૂબ જ નાનપણથી જ હોય છે. જે આપણે અહી જોવા મળતી નથી.
💁નિશાની-3. પૈસા કમાવાની નાની પણ તક તેઓ છોડતા નથી. આ લોકો પોતાની પાસે જે પણ આવી તક આવે તેને છોડતા નથી. પોતાને ઘણી મુશ્કેલી પડે તો પણ તે એ કામ કરે છે. એટલે કે ખૂબ જ ભોગ આપે છે.
💁નિશાની-4. જે કામ કરો તેમાં પોતાનું પૂરું દિમાગ લગાવો. તમે માત્ર ગધેડાની જેમ કામ કર્યા કરો તો તેમ પણ પૈસા નથી બનતા પરંતુ તેના માટે પણ ખૂબ જ બુધ્ધિથી કામ લેવું જરૂરી છે. સતેજ બુધ્ધિ વાળાને કોઈ ક્યારેય નુકશાન પહોંચાડી શકતું નથી.
💁નિશાની-5. જે વ્યક્તિ પોતાના રસના વિષય તરફ આગળ વધે છે તે હંમેશા પોતાના કામોમાં સફળતા મેળવે છે. અને એટલું જ નહીં પણ તે પોતાના દરેક કામમાં પોતાનો જીવ રેડીને કામ કરતાં હોય છે. જ્યાં સુધી તેઓ પોતાનું કામ સફળતા પૂર્વક પૂર્ણ ના કરે ત્યાં સુધી તેઓ જંપીને બેસતા નથી.
💁નિશાની-6. શું તમે તમારી પાસે પૈસા ના હોય તો પણ લાંબા સમય સુધી રહી શકો છો ? જો આ પ્રશ્નનો જવાબ હા છે તો ચોક્કસ એક સમય એવો આવશે કે તમે પણ કરોડપતિ બન્યા હશો.
💁નિશાની-7.શું તમે ખૂબ ધનવાન બનીને પણ આઝાદ જીવન જીવવા માંગો છો. તો આ નિશાની પણ તમને ધનવાન બનાવતા કોઈ નહીં રોકી શકે. તમારું જીવન તમારે સુખદ બનાવવાનું છે તેનો કોઈ દેખાવ કરવાનો નથી. આવા વિચાર વાળા લોકો હંમેશા સફળ થાય છે.
કરોડપતિ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.