🙏 દરેક ધાર્મિક કામોમાં કે કોઈ પણ પૂજા વિધિમાં સૌથી પહેલા નાળિયેરનો સમાવેશ થાય છે. આ નાળિયેર વિના જાણો કે પૂજા અધૂરી જ મનાય છે. આ નાળિયેર આપણી શ્રધ્ધાંનું પ્રતિક છે આ નાળિયેરને આપણે શ્રીફળ પણ કહીએ છીએ. નાળિયેરની સાથે આપણી ધણી આસ્થા જોડાયેલી છે.
🙏આપણે કોઈ પણ દેવ સ્થાને કે કોઈ પણ મંદિરે દર્શન માટે જઈએ એટલે આપણે આસ્થાનું પ્રતિક એવું નાળિયેર ભગવાનને ધરાવીએ છીએ. પરંતુ ક્યારેક આ નાળિયેર ખરાબ પણ નીકળે છે. અને એ ખરાબ નાળિયેરને જોઈને આપણા મનમાં વિચારો આવવા લાગે છે કે કેમ મારુ જ નાળિયેર ખરાબ નીકળ્યું ? નાળિયેર ખરાબ નીકળવાનું કારણ શું ? તે શુભ છે કે અશુભ ? વગેરે પ્રશ્નો આપણને સતાવવા લાગે છે.
🙏નાળિયેરનું ખરાબ નીકળવું શુભ છે કે અશુભ
🙏 આપણે ધણી વાર સાંભળીએ છીએ કે જ્યારે નાળિયેર ખરાબ નીકળે એટલે લોકો એવું કહે છે કે ભગવાન તમારાથી નારાજ છે અને તેથી તમારું નાળિયેર બગડેલું નુકળ્યું, કોઈ કહે છે કે તમારા ધારેલા કામમાં સફળતા નહીં મળે માટે નાળિયેર બગડેલું નીકળ્યું. આમ લોકો અનેક રીતે આપણને આવી વાતો કરીને મુંજવણમાં મૂકી દેતા હોય છે. અને એ લોકો એવું પણ કહે છે કે આ નાળિયેરનું બગડેલું નીકળવું એ ઘણું જ અશુભ છે.
🙏જે સાચી વાત છે તે આ લોકો નથી જાણતા હોતા કે આપણે ભગવાનને વધેરેલું નાળિયેલ જો બગડેલું નીકળે તો તે શુભ છે. તેની પાછળનું કારણ એ છે કે આમ તો આપણે દરેક દેવી દેવતાઓને આ શ્રીફળ ધરાવીએ છીએ પણ આ શ્રીફળને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.
🙏જ્યારે આપણે ભગવાનને કોઈ નાનકડી ભેટના રૂપમાં આ શ્રીફળ અર્પણ કરીએ છીએ અને તે જો બગડેલું નીકળે તો તમારી ભેટનો ભગવાને સ્વીકાર કરી લીધો એવો અર્થ થાય છે. અને આની પાછળનું પણ કારણ છે કે આપણે જ્યારે કોઈને ભેટ આપીએ તો એ તેનો સ્વીકાર કરે છે. તેમ જ આનો પણ અર્થ નીકળે છે.
🙏એવું કહેવાય છે કે આ શ્રીફળ એક જીવંત ફળ છે અને બગડેલું શ્રીફળ એટલે કે તેમાંથી આત્મા નીકળી ગયો છે. જ્યારે આપણે એ શ્રીફળ ભગવાનને ધરાવીએ ત્યારે નિર્જીવ બની ચુક્યું મતલબ કે ભગવાને તેનો સ્વીકાર કર્યો માટે તેમાંથી પ્રાણ જતો રહ્યો.
🙏જ્યારે આપણે કોઈ ખાસ ઈચ્છાને પૂર્ણ કરવા માટે કોઈ મનોકામનાની પૂર્તિ માટે વધેરેલું નાળિયેર બગડેલું નીકળે તો એવું સમજજો કે આપણી એ ઈચ્છા ભગવાન અવશ્ય પૂર્ણ કરશે જ. માટે આ શ્રીફળ ખરાબ નીકળ્યું છે.
🙏હવે આપણે વાત કરીએ સારા એવા નાળિયેરની કે જો તે સારું જ છે તો શું માનવું. દોસ્તો તમે વધેરેલ નાળિયેર જો એકદમ સરસ અને મીઠું છે તો આપણા પર ભગવાન ખુશ જ છે એમ કહી શકાય. ભગવાનની કૃપાથી જ આપણે તે શ્રીફળની પ્રશાદી ગ્રહણ કરી શક્યા છીએ. ભગવાન ક્યારેય પોતાના સંતાનોથી નારાજ નથી હોતા. પરંતુ આપણો પણ વ્યવહાર એવો જ હોવો જોઈએ કે ક્યારેય ભગવાન આપણાથી નારાજ ના થાય.
🔥ઉપરની તમામ બાબતો ઈન્ટરનેટ તેમજ વિવિધ સ્ત્રોત આધારિત છે, તેમાં અનેકવિધ ફેરફારો હોય શકે છે, તેમજ પૌરાણિક અને માન્યતા વગેરે બાબતો પર વિશ્વાસ કરવો અથવા ના કરવો એ દરેક માટે ભિન્ન ભિન્ન બાબત હોય શકે છે, તે વાતની સૌ વાચકોએ નોંધ લેવી. -આભાર
શ્રીફળ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.