સવારે નાસ્તો કરવાની બધા જ લોકોની આદત હોય છે અને સવારે ભરપેટ નાસ્તો કરવો પણ જોઈએ. પણ અમુક વસ્તુ એવી પણ છે જે નાસ્તામાં ઉપયોગ ના કરવો જોઈએ. સવારે ઉઠ્યા પછી આપણું પેટ ખાલી હોય છે તેથી નાસ્તો કરવો જોઈએ પણ તે નાસ્તામાં અમુક એવી વસ્તુનો તમે સેવન કરો છો જે નુકસાન કરે છે. તે વસ્તુ વિષે તમને આજે જાણવા મળશે. તેને બરાબર અને ધ્યાનથી સમજવી અને તે વસ્તુને ક્યારે પણ ભૂખ્યા પેટે ખાવામાં લેવી નહીં.
આયુર્વેદના કહેવા પ્રમાણે સવારનો નાસ્તો કે દિવસમાં ગમે ત્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે કોઈ વસ્તુનું સેવન કરીએ તેના વિષે જાણવું જરૂરી હોય છે. તમે ભૂખ્યા પેટે કોઈ ફળ કે શાકભાજી કે ખાવા-પીવાની વસ્તુનું સેવન કરો તે શરીર માટે નુકસાનકારી છે કે નહીં તે જાણવું જોઈએ. ચાલો જાણીએ તેવી વસ્તુઓ વિષે જે ખાલી પેટે સ્વાસ્થને નુકસાન પહોચાડી શકે છે.
- દંહી.
તમે કોઈ પણ આથા વાળી વસ્તુનું સેવન ખાલી પેટે કરો તો તે શરીરને નુકસાન પહોંચાડે છે. દંહી પણ આથા વાળી વસ્તુમાં આવે છે. દૂધની બનેલી આથા વાળી વસ્તુ ખાલી પેટે સેવન કરવાથી અંદર હાઈડ્રોક્લોરિક એસિડ બનાવે છે. દૂધની બનેલી આથા વાળી વસ્તુ એટ્લે દંહી જે આપણે નિયમિત ખાવામાં ઉપયોગ થતું હોય છે. દંહીનું ખાલી પેટ સેવન કરવાથી શરીરમાં રહેલું લેકટીકએસિડ ઓછું કરે છે અને તેની જગ્યાએ હાઈડ્રોક્લોરિક એસિડ પેદા કરે છે અને તેનાથી પેટમાં એસિડિટી, બળતરા, પેટનો દુખાવો જેવી સમસ્યા ઊભી કરી શકે છે. બને તો, ખાલી પેટે દંહીનું સેવન ના કરવું જોઈએ. હા, દહીને બીજી વસ્તુઓ સાથે થોડું થોડું ખાઈ શકાય.
- નાસપતિ.
ફળની વાત કરીએ છીએ તો, આ ફળ વિષે પણ થોડું જાણી લો. નાસપતિનું ખાલી પેટે સેવન કરવાથી ગંભીર નુકસાન કરી શકે છે. નાસપતિના ખાલી પેટે સેવન કરવાથી શરીરમાં રહેલું મ્યુક્સ મેમ્બ્રેનને નુકસાન થાય છે. આ વસ્તુ શરીરની અંદર આવતા ઝેરી પદાર્થના ઝેરને રોકવામાં મદદ કરે છે. તે ડેમેજ થવાથી શરીર જલ્દીથી બીમાર પડે છે અને ગંભીર બીમારી ઊભી કરે છે. બને તો, નાસપતિને ખાલી પેટે ઓછું સેવન કરવું. બાદમાં આપ 10-11 વાગ્યે કે બપોર બાદ ખાઈ શકો છો.
- કેળા.
ફળોની વાત કરીએ તો, કેળાં ઘણા લોકોની મનપસંદ વસ્તુ છે. પણ ઘણા લોકો નથી જાણતા કે, કેળાનું ખાલી પેટે સેવન કરવામાં આવેતો નુકસાનકારી સાબિત થાય છે. કેળાનું સેવન ભૂખ લાગે ત્યારે ઓછું કરવું જોઈએ. ખાલી પેટે કેળાનું સેવન શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારી શકે છે. જેનાથી ઉલ્ટી, ઊબકા, ઝાડા જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. ખાલી પેટે કેળાનું સેવન ના કરવું કેળાં ખાવા પહેલા થોડો હળવો નાસ્તો કરી લેવો જોઈએ. બાકી કેળાનું જ્યુસ કે શેક લઇ શકો છો. પણ જો તમે 1-2 કેળા ખાલી પેટે ખાવ તો કોઈ
- ટામેટાં.
જ્યારે પણ તમે ટામેટાં વિષે સંભાળ્યું હશે તે તેના ફાયદાઓ જ હોય છે. તમે ક્યારે ટામેટાં ખાવાના નુકસાન વિષે નહીં સંભાળ્યું હોય. ચાલો જાણીએ ટામેટાં ખાવાથી કેવા નુકસાન થાય છે. ટમેટમાં રહેલૂ વિટામિન C અને બીજા પોષકતત્વ શરીર માટે ફાયદાકારક રહે છે પણ ખાલી પેટે ટામેટાં શરીરમાં ટોનિક એસિડ પેદા કરે છે. તે એસિડથી ગેસ, પેટ બળતરા જેવી સમસ્યા વધી જાય છે. એટલે ખાલી પેટે ટામેટાં સેવન નહીં કરવા.
આટલી વસ્તુ ક્યારે પણ ખાલી પેટે એટલે કે, ભૂખ્યા પેટે ખાવી નહીં નહિ તો પેટમાં સમસ્યા ઊભી કરી શકે છે અને આગળ જતાં આ સમસ્યા મોટી બીમારી બની શકે છે. ભોજન કર્યા પછી 2 કલાક પછી ટામેટાં જેવી વસ્તુ ખાવી જોઈએ અને ફળો 4 થી 5 કલાકના સમયે ખાવા જોઈએ. ભોજન કર્યા પછી તરત ફળ ખાવાથી પણ બીમારી ઉત્પન્ન થઈ શકે છે. જો આ આર્ટીકલ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં કાંઇક જરૂર કરજો..
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.