ગરમીના દિવસોમાં ભર બપોરે રોડ પર લીંબુ શરબતની લારી અથવા સોડા શોપ જ શોધતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય માટે લીંબુ પાણી સારું માનવામાં આવે છે, ઉનાળાની સીઝનમાં લીંબુનો ઉપયોગ લોકો વધારે પડતો કરતાં હોય છે. ગરમીની સીઝનમાં ઘણા લોકોના ઘરમાં લીંબુ પાણી વધારે પીવાનું પસંદ કરતા હોય છે. તે સ્વાદ અને ઠંડક આપે છે સાથે તેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પણ થતા હોય છે. લીંબુ નિચોવીને પીવાથી શરીરમાં વિટામિન-સી, પોટેશિયમ અને ફાઈબર મળતું હોય છે.
પરંતુ વધારે પડતું વિટામિન-સી તમારા શરીરને નુકશાન પણ પહોંચાડી શકે છે. તે તમે જાણો છો. માટે લીંબુ પાણી પીતા પહેલા કેટલીક બાબતો છે તે ધ્યાનમાં રાખવી. અને અંતમાં જાણો કે નિષ્ણાતોના માટે કેટલું લીમ્બુપાની પીવું જોઈએ.
- શરીરના કેટલાક અંગો કરે છે ખરાબ કરી શકે છે વિટામીન C
લીંબુમાં વિટામીન-સીનો સ્ત્રોત સારા એવા પ્રમાણમાં હોય છે. આ વાત દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે. જ્યારે પણ શરીરમાં કોઈ વિટામિનનું સ્તર વધી જાય ત્યારે શરીરનો કોઈપણ ભાગ ખરાબ થવાની સંભાવના રહે છે. લીંબુ પાણી હંમેશાં યોગ્ય માત્રામાં પીવું જોઈએ.
- પેટ ખરાબ અને ઉબકા આવવા..
મોટાભાગના લોકો જાણે છે કે પાચનક્રિયા સારી બનાવવા માટે લીંબુનું સેવન જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતા તેના સેવનથી તમારે કોઈ વાર ડૉક્ટર પાસે પણ જવું પડશે. કેમ કે લીંબુમાં એસિડનું પ્રમાણ હોય છે. જેનાથી પાચન સરળતાથી થઈ શકે છે. પરંતુ શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિનું પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા, લૂઝ મોશન, અલ્સરની સંભાવના રહેલી છે.
- માઇગ્રેનની સમસ્યા-
માઈગ્રેનનો પ્રોબ્લેમ તો ઘણા લોકોને હોય છે. તેમાં ગરમીમાં આ સમસ્યા વધી જતી હોય છે. વધારે પડતી ગરમીમાં બહાર નીકળે તો મોટાભાગના લોકોને માથું દુખવા લાગે છે. માટે જેને પણ આ સમસ્યા હોય તેણે લીંબુ પાણી ન પીવું જોઈએ. કારણ કે લીંબુમાં સિટ્રસ ફ્રૂટ્સ હોય છે. તે વ્યક્તિને માઈગ્રેન વધારી શકે છે. આવું એટલા માટે કેમ કે સિટ્રસ ફ્રૂટ્સમાં ટાયરામાઇન નામનું ખાસ તત્વ હોય છે, જેના કારણે તમારી તકલીફમાં વધારો થશે. તો જેને પણ આ સમસ્યા હોય તેવા લોકો એ લીંબું પાણી ક્યારેય ન પીવું જોઈએ.
- દાંતની સમસ્યા થઇ શકે છે વધુ વિટામીન C લેવાથી.
લીંબુના ફાયદા પણ ઘણા છે. સાથે તેના ગેરફાયદા પણ એટલા જ છે. તેમાંનું એક છે દાંત ખરાબ કરવા. લીંબુના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન પહોંચી શકે છે. ઘણા ડૉક્ટરો પણ કહે છે. વધારે પડતું લીંબુનું સેવન તમારા દાંત નાની ઉંમરમાં ખરાબ કરી શકે છે. કારણ કે લીંબુમાં સિટ્રમ એસિડ હોય છે, જે દાંતમાં વધારે પડતો સંપર્કમાં આવે તો પેઢા અને દાંત સંવેદનશીલ થઈ શકે છે.
લાંબા ગાળે તમે કોઈપણ ઠંડી કે ગરમ વસ્તુ ખાવ તો દાંતમાં ઝણઝણાટી (જેને આપણે દાંત કળવા કહીએ છીએ) થાય છે. માટે જ્યારે પણ તમે લીંબુ પાણી પીવો ત્યારે હંમેશાં સ્ટ્રોથી પીવાનો આગ્રહ રાખો, જેનાથી પાણી દાંતને ટચ થતું નથી અને નુકશાન પણ પહોંચાડે. જો તમે લીંબુ પાણી કે લીંબુ ખાવ ત્યાર બાદ સાદા પાણીથી કોગળા અચૂક કરો જેનાથી તમારા દાંતને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય.
- છાતીમાં બળતરા પણ થઇ શકે છે.
અમુક સમયે આપણને છાતીમાં એસિડિટી જેવું લાગે ત્યારે લીંબું પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરતાં કેમ કે તમારી તકલીફમાં વધારો થશે. કારણ કે તેમાં જે પ્રોટીનને દૂર કરે તે એન્જાઈમ પેપ્સિનને એક્ટિવ કરે છે જેનાથી તમને છાતીમાં થતી બળતરા વધી જાય છે. માટે જો તમને એસિડિટીની તકલીફ હોય તો હંમેશ માટે લીંબું પાણી પીવાનું છોડી દેવું જોઈએ.
- મોઢામાં ચાંદાની તકલીફ પણ થઇ શકે છે.
વિટામિન-બી12ની શરીરમાં ઉણપ હોય તેના કારણે મોઢામાં અવારનવાર ચાંદા પડતા હોય છે. બીજું ઉનાળાની ગરમીના કારણે પણ ઘણા લોકો કહેતા હોય છે કે મોંમાં છાલા પડી ગયા છે. પણ તમે જાણો છો મોંમાં પડેલા ચાંદામાં વધારો કરી શકે છે, લીંબું પાણી. મોંમાં ચાંદા પડ્યા હોય ત્યારે લીંબુનું સેવન કરવું નહીં. તે ચાંદામાં વધારો કરી શકે છે.
એટલું જ નહીં તેનાથી બીજા ચાંદા પણ વધી શકે છે. અને આ વધતા ચાંદાની સાથે ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ નામનો રોગ થવાની પણ શક્યતા રહે છે. જેથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમને મોઢામાં ચાંદા પડ્યા હોય તેવા સમયે લીંબું પાણી કે તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.
- ધ્યાનમાં રાખવા જેવી વાત- કેટલું લીંબુ પાણી પીવું તે જાણો.
લીંબુ પાણીથી કોઈપણ પ્રકારની બીમારી દૂર થતી હોતી નથી. જેથી તેને કોઈ બીમાર હોય ત્યારે વધારે આપવું જોઈએ નહીં. અને જો તમને લીંબુ પાણી પીધા પછી કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો તેને તરત પીવાનું બંધ કરી દો.
વિટામિન-સી તેમાં ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી મોટાભાગના લોકો ઇમ્યૂનિટીમાં વધારો થાય તેના માટે સેવન કરતા હોય તો દિવસમાં એક – બે વાર પાણી પીવું અને તેમાં પણ અડધું લીંબું જ નીચોવું જોઈએ. અને એક સાથે 2-3 ગ્લાસ ક્યારેય ના પીવું જોઈએ.
જો તમે ઉનાળામાં વધુ મહેનતનું કામ કરતા હોવ તો તમે થોડું વધુ લીંબુ પાણી પી શકો છો પણ જો, તમને એમ લાગે કે તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ ઉભી થઇ રહી છે તો તુરત લીંબુ પાણી પર કંટ્રોલ કરવો. તેમજ શિયાળા અને ચોમાસામાં લીંબુ પાણી ઓછુ કરી નાખવું.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.