👉 આપણી ધરતીને શાસ્ત્રોમાં મૃત્યુ લોક કહેવામાં આવે છે. કારણ કે, આ ધરતીમાં કોઈ પણ જીવનું એક દિવસ મૃત્યુ નક્કી છે. જે સનાતન સત્ય છે તેને પૈસા અથવા ઓળખાણથી રોકી નથી શકાતું. મૃત્યુ કોઈપણ સમયે આવી શકે છે. જેનો સ્વીકાર મનુષ્યએ કરવો પડે છે.
👉 જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે તે ગઢપણ સુધીમાં અનેક સબંધોમાં બંધાય છે અનેક વ્યવહારો કરે છે. પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે મૃત્યુની વાત કરવામાં આવે એટલે વાત કરવાનું પણ ટાળી દેતા હોય છે. કારણ કે જીવન ભર વ્યક્તિ એટલી ભાવના અને મોહના ચક્રવ્યુહમાં આવી ગયો હોય છે કે, પોતાનું શરીર છોડતા તે ડરે છે.
👉 પરંતુ મનુષ્યએ મૃત્યુને સહજ રીતે સ્વીકાર કરી લેવો જોઈએ કારણ કે, મૃત્યુ સામે કોઈનું ચાલતું નથી એકના-એક દિવસ મૃત્યુ તો આવશે. આપણા શાસ્ત્રોમાં દેવોના દેવ મહાદેવનું ખૂબ ઊચું સ્થાન છે. જે મૃત્યુના અમુક સંકેતો વિશે જણાવે છે. તેથી આજે આપણે આ સંકેતો વિશે જાણીશું.
👉 આજે અમે તમને શિવપૂરાણમાં લખેલી એક ઘટના વિશે જણાવશું જે, ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલ વાર્તાલાપની છે. એક સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો જેમાં માતા પાર્વતી ભગવાન શિવને એક પ્રશ્ન પૂછે છે કે, “મનુષ્યનું મૃત્યુ તો નિશ્ચિત છે, તો તેમાં કોઈ સંકેત છે કે જેનાથી મનુષ્ય મૃત્યુ પહેલા તેને જાણ થાય અથવા સમજ આવે.”
👉 ત્યારે ભગવાન શિવ જવાબ આપે છે કે, જ્યારે મનુષ્યને પોતાનું પ્રતિબિંબ પાણી, કાચ અથવા પડછાયો જોવામાં તકલીફ થાય તો સમજવું કે તેનું મૃત્યુ થોડા સમયની અંદર જ છે. ઉપરાંત બીજો સંકેત કે જ્યારે મનુષ્યને પોતાના જમણી બાજુના અંગોમાં કોઈ અલગ અસાધારણ ફેરફાર જોવા મળે અર્થાત તેના પગ અથવા હાથમાં વણાંક જોવા મળે જે અસામાન્ય હોય તો ભગવાન શિવ જવાબ આપતા કહે છે. કે તેનું મૃત્યુ અમુક દિવસોની અંદર થશે.
👉 ભગવાન શિવ પોતાનો વાર્તાલાપ આગળ વધારતા જણાવે છે. કે, જ્યારે પણ મનુષ્યને આકાશ લાલ દેખાય અને ચંદ્ર અને સુર્યનો રંગ પણ લાલ નજર આવે તો તેનું મૃત્યુ નજીક છે અને જ્યારે કોઈ વ્યક્તિનું મુખ અને શરીરની ચામડી કઠણ પાષાણ જેવી થઈ ગઈ હોય તો તેનું મૃત્યુ પણ નજીક હોય છે. ઉપરાંત કોઈ પણ મનુષ્યના શરીરનો રંગ લાલ, સફેદ અથવા પીળો થવા લાગે તો સમજવું કે તેનું મૃત્યુ 6 માસની અંદર છે.
👉 જે વ્યક્તિની ઉંમર 80 – 90 હોય અને તેની જીભ સોજી જાય છે અને તેને દાંતની તકલીફ થાય છે જેમાં રસી થઈ જવા જેવી દાંતની સમસ્યા વધી જાય તો સમજવું જોઈએ કે મૃત્યુનો સમય નજીક છે. ઉપરાંત જે વ્યક્તિમાં અગ્નિ, સુર્ય અને ચંદ્ર જોવાની ક્ષમતા હોતી નથી તે પણ મૃત્યુની નજીક હોય છે.
👉 આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જન્મ થતાં જ વિધાતા લેખ લખી જાય છે. જેમાં હાથની હથેળીમાં જીવન રેખા પણ હોય છે. જો આ રેખા ટુંકી હોય તો ભગવાન શિવ જણાવે છે કે, આ વ્યક્તિ અલ્પજીવી હોય છે.
👉ભગવાન શિવ આ વાર્તાલાપના અંતમાં કહે છે કે, જ્યારે પણ મનુષ્યનું મૃત્યુ થાય છે. તો તેની આત્મા મરતી નથી માત્ર શરીર છોડીને જાય છે.
જો નમકના ઉપયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.