આજકાલના લોકોને 30 -40 વર્ષની આસપાસ જ હાર્ટ એટેક આવી જાય છે. પહેલાના સમયમાં આ ઉંમર 60-70 વર્ષ હતી. તો એકાએક આ ઉંમર ઘટી કેમ ગઈ. તો આજે આપણે વાત આ વિષે પર કરીશું કે કેમ, યુવાન લોકોને આટલો જલ્દી હાર્ટ એટેક આવી જાય છે. તેની પાછળ શું કારણો હોય છે અને એટેક આવે ત્યારે ખબર કેવી રીતે પડે. (તેના સંકેતો કે નિશાન કેવા હોય) તો આવો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ.
હાર્ટ અટેક એટલે શું? – આપણાં સહારીરનું મહત્વનું અંગ એટલે ‘હાર્ટ’ અને આ અવયવ સુધી રક્ત પહોંચાડનારી સ્નાયુ (નસો)માં જ્યારે રુકાવટ આવે મતલબ હાર્ટ સુધી લોહી અને ઑક્સીજન પહોંચી શકતા નથી ત્યારે ત્યારે ‘હાર્ટ અટેક થઈ શકે છે.
- હાર્ટ અટેક કેમ 30-40 વર્ષે આવે છે તેના કારણો નીચે મુજબ છે -:
અનહેલ્ધી ખોરાક -: આજે લોકોને પોતાનો મુખ્ય ખોરાક જે હેલ્ધી છે તે પસંદ નથી. પરંતુ પોતાની જીભને સ્વાદ આપે તેવો તીખો- તળેલો ખોરાક પસંદ છે. અને તમને ખબર જ છે બહારની તળેલી ચીજ વસ્તુઓમાં કેવું ગંદુ તેલ હોય છે જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. પરિણામે નસ બ્લોક થવાની શરૂઆત થાય છે.
મેદસ્વીપણું -: અતિશય બેઠાડું જીવન શરીરને મેદસ્વી બનાવે છે. જેના કારણે અનેક બીમારી આમંત્રણ મળે છે. જેમાંથી મુખ્ય બીમારી છે હાર્ટ એટેક. કેમ કે સ્થૂળતા વધવાથી ચરબીનું પ્રમાણ વધે છે અને તેના કારણે હાર્ટને પોતાનું કામ કરવામાં મુશ્કેલી પડે છે પરિણામે આવે છે હાર્ટ એટેક.
શરાબ અને ધુમ્રપાન: બીડી,સિગારેટ, ગુટખા અને તમાકુ વગેરેનું સેવન કરવાથી પણ ‘હાર્ટ અટેક’ જેવી તકલીફોને નોતરી શકાય છે. આજના જમાનામાં નાની ઉંમરે શરાબ અને ધુમ્રપાન કરતાં અનેક યુવાનો જોવા મળે છે. પરિણામે તે હાર્ટ એટેકને નોતરે છે.
એક્ટિવ જીવનનો અભાવ -: આજના ફાસ્ટ યુગમાં દરેક કાર્ય યાંત્રિક બની ગયા છે. દરેક કામ કરવા લોકો મશીનનો ઉપયોગ કરતો થયો છે. જેના કારણે તે પોતાના નાના-મોટા કામમાંથી જે કસરત મેળવતો હતો તે પણ હવે બંધ થઈ ગઈ છે. પોતાના તમામ કર્યો માત્ર ‘સ્વિચ’ દબાવવાથી થઈ રહ્યા છે. આમ એક્ટિવ લાઇફનો અભાવ પણ હાર્ટ અટેકનું એક કારણ છે.
- પુરુષના હાર્ટ અટેકના લક્ષણો (જ્યારે પુરુષને હાર્ટ એટેક આવે ત્યારે આવા લક્ષણો દેખાય છે.)
છાતીમાં દુખાવો: હાર્ટ અટેકમાં મુખ્ય લક્ષણ છાતીમાં અતિશય દુકાવો અનુભવે છે, જાણે છાતી પર અતિશય બહાર મૂક્યો હોય તેવો અનુભવ સખત દુખાવા સાથે થાય છે. (ઘણી વખત ગેસ ના કારણે પણ છાતીમાં દુખાવો થતો હોય છે. માટે દરેક વખતનો છાતીનો દુખાવો એટેક્નો હોય તેમ ના સમજવું. પણ છાતીમાં ભીંસ થાય એટલે હોસ્પિટલ જરૂર જવું.
આ જગ્યાઓનો દુખાવો: (1) હાર્ટ અટેકમાં ઘણીવાર પીઠના ભાગમાં પણ અતિશય દર્દ થાય છે. જે લક્ષણ પણ હાર્ટ અટેક સબંધી જ ગણી શકાય છે. (2) હાર્ટ અટેકમાં ઘણી વાર ડાબા ખભામાં અસહ્ય દુખાવો થઈ શકે છે. આવા દુખાવાને અવગણી શકાય નહીં. (3) ગરદનમાં દુખાવો: ગરદનના ભાગમાં પણ ઘણા કેસોમાં આ દર્દ થતું જોવા મળે છે.
શ્વાસ ચઢવો : ઘણી વાર માત્ર થોડું ચાલવાથી પણ શ્વાસ ચઢી જાય છે. આવું બને તો આ લક્ષણ પણ હાર્ટ સબંધી છે. ઘણી વાર બી.પી. સબંધિત પણ આ તકલીફ હોય છે તે પણ જાણવું. અને જેને શ્વાસની તકલીફ હોય તે લોકોએ પણ શ્વાસ ચડે છે. પણ જે લોકોને પહેલી વાર શ્વાસ ચડે તો તેમણે ખાસ તપાસ કરાવવી.
અતિશય પરસેવો થવો: માત્ર બેઠા-બેઠા પણ છાતીના દુખવાના કારણે આખું શરીર પરસેવા વાળું થઈ શકે છે. ઘણી વાર છાતીમાં પરસેવાની સાથે ભીંસ પણ થાય છે. તો આ લક્ષણોમાં જરૂર હોસ્પિટલ જવું.
- સ્ત્રીના હાર્ટ અટેકના લક્ષણો (જ્યારે સ્ત્રીને હાર્ટ એટેક આવે ત્યારે આવા લક્ષણો દેખાય છે.)
છાતીમાં દુખાવો – ઘણી સ્ત્રીઓને પુરુષોની જેમ છાતીમાં દુખાવો ઓછો અથવા નહિવત થતો હોય છે. તેથી સ્ત્રીઓને હાર્ટ અટેક છે એ જાણવું પુરુષો કરતાં થોડું હાર્ડ છે. પણ ઘણી સ્ત્રીઓને છાતીમાં દુખાવો થાય પણ છે.
ગરદનમાં/પીઠમાં દુખાવો – સ્ત્રીઓને હાર્ટ અટેકની સમસ્યા થાય ત્યારે ગરદનમાં સખત દુખાવો થાય છે. અને અમુક સ્ત્રીઓને પીઠમાં અસહ્ય દુખાવો પણ થઈ શકે છે. જો આવું બને તો ધ્યાન આપવું જરૂરી છે. હાર્ટ અટેકમાં ઘણી વાર ડાબા ખભામાં અસહ્ય દુખાવો થઈ શકે છે.
હાર્ટ એટેક્નો તાત્કાલિક ઉપાય – આવી તકલીફ જ્યારે કોઈ વ્યક્તિને થાય ત્યારે તેને તાત્કાલિક સારવારની જરૂર છે. પરંતુ તે હોસ્પિટલ સુધી પહોંચે ત્યાં સુધી રાહત આપવા માટે તેને ‘એસ્પીરીન, આપી શકાય. 300 થી 500 મિલી. એસ્પીરીન તેને થોડો સમય રાહત આપી શકે છે.
નોંધ- : છાતીમાં થતો દુખાવો હમેશા હાર્ટ અટેક જ હોય એવું જરૂરી નથી ક્યારેક ગેસના કારણે પણ દુખાવો થઈ શકે છે.તો આવા દુખાવા માં ડોક્ટરની સલાહ જરૂર લેવી. પણ જો કોઈને પહેલી વાર છાતીમાં દુખાવો થતો હોય તો ગેસનો દુખાવો સમજીને અવગણવો નહીં – હોસ્પિટલ જરૂર જવું.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.