⭐આપણા નાનકડા એવા ઘરમાં એનાથી પણ નાનકડુ એવું સુંદર મજાનું આપણા ભગવાનનું ઘર એટલે કે મંદિર હોય છે. આપણે આ મંદિરમાં જઈને જ આપણા તમામ દૂ:ખ ભગવાનની સાથે શેર કરતાં હોઈએ છીએ. અને તેમની પાસેથી એ દુ:ખની સામે લડવાની તાકાત પણ મેળવતા હોઈએ છીએ. આથી જ આ મંદિરનું ઘરમાં આપણે કયા સ્થાન આપ્યું છે તે ખૂબ જ મહત્વ પૂર્ણ વાત કહી શકાય. મંદિરને તેની સાચી દિશામાં રાખવામા આવે તો તે ખૂબ જ શુભ છે. તેનાથી આપણને ઘણો ફાયદો થાય છે.
⭐વસ્તુશાસ્ત્રમાં મુજબ ઘરના ઇશાન ખૂણામાં મંદિરનું હોવું સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. સાથે આપણા મંદિરમાં આપણે કેવી મૂર્તિ, ભાગવનના ફોટા આ તમામની પણ આપણા જીવન પર ઘણી અસર થતી હોય છે. આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીશું કે કેવા પ્રકારની મૂર્તિ તમારા મંદિરમાં હશે તો તે તમને કરી શકે છે બરબાદ તો જાણી લો તે શું છે.
👉1. સૌથી પહેલા આપણે ધનની દાતા માતા લક્ષ્મીજીની વાત કરીએ. માતા લક્ષ્મીની મૂર્તિ હોય કે પછી ફોટો તે હંમેશા બિરાજમાન સ્થિતિમાં જ હોવા જોઈએ. માતા લક્ષ્મીની ઊભેલી મૂર્તિ કે ફોટો જો આપણા ઘરમાં હોય છે તો આપણા ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતા નથી. આથી જો આપણે ઘરમાં મોતા લક્ષ્મીનો સદાય વાસ રહે તે માટે માતા લક્ષ્મીની બેઠેલી પોઝીશનમાં મૂર્તિની પૂજા કરવી.
👉2. દોસ્તો આપણે બીજી મૂર્તિની વાત કરીએ તો તે છે કોઈ એક જ દેવની એક સમાન બે મૂર્તિ આપણા મંદિરમાં ના રાખવી જોઈએ. જો તમારા ઘરે કોઈ દેવ કે દેવીની એક સરખી બે મૂર્તિ છે તો તેમાંથી એક ને કોઈ અન્ય સ્થાને મૂકી શકો છો અથવા તો તેને કોઈ નજીકના મંદિરમાં પણ પધરાવી શકો છો. જો તમે બન્ને મૂર્તિને સાથે રાખશો તો ઘરનું વાતાવરણ એકદમ તંગ રહેવા લાગશે. મન બેચેન રહેશે.
👉3. ત્રીજી મૂર્તિની વાત કરીએ તો તે છે માતા દુર્ગાની મૂર્તિ. માં દુર્ગા એટલે સાક્ષાત શક્તિ. માતા દુર્ગાએ મહિસાસુર જેવા અધમ રાક્ષસોનો વિનાશ કર્યો હતો. માત્ર એ એક જ નહીં પણ એવા અનેક રાક્ષસોનો તેણે ઉદ્ધાર કર્યો હતો. પરંતુ દોસ્તો આપણા મંદિરમાં માતા દુર્ગાની રણચંડી સ્વરૂપા મૂર્તિની પૂજા ક્યારેય કરવી નહીં. આ મૂર્તિની તમે પૂજા કરશો તો તમારા ઘરમાં હંમેશા કજિયા કંકાસ જ ચાલ્યા કરશે.
👉4. આપણા ઘરના મંદિરમાં શિવજીનું ક્રોધિત સ્વરૂપ એટલે કે નટરાજ. હા દોસ્તો શિવ જ્યારે ખૂબ જ ક્રોધમાં હતા ત્યારે તેમણે આ નૃત્ય કર્યું હતું. જેને આપણે નટરાજ નૃત્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી મૂર્તિ ઘરમાં હશે તો ઘરના સદસ્યોનો સ્વભાવ પણ આવેશ અને ક્રોધ વાળો રહેવા લાગશે. આથી નટરાજની મૂર્તિ ક્યારેય મંદિરમાં ના રાખવી. ઘણા લોકો ઘરમાં આર્ટ પીસ તરીકે પણ શિવજીની મૂર્તિ રાખતા હોય છે. અને તમે જો સંગીતની સાધના કરતાં હોવ તો તમે આ મૂર્તિ રાખી શકો છો.
👉5. ભૈરવનાથની મૂર્તિ. આ સ્વરૂપ પણ આપણા દેવોના દેવ એવા મહાદેવનું જ છે. આ દેવની પૂજા આપણી પૂજાની સામગ્રીથી નથી થતી. પરંતુ આ દેવને રિજવવા માટે તો સ્મશાનની ભસ્મ અને તંત્ર મંત્ર ના જાપની આવશ્યકતા રહે છે. જે આપણા ઘરમાં શક્ય નથી. આથી તમે ભૈરવનાથની મૂર્તિને ઘરમાં ના રાખી શકો. જો તેની યોગ્ય પૂજા ના થાય તો તે તમારા પર કોપાયમાન પણ થાય છે. આથી આ મૂર્તિ ઘરમાં ના રાખવી.
👉6.દોસ્તો ઘરમાં શનિ દેવની મૂર્તિ ક્યારેય ના રાખવી જોઈએ. આ દેવની પૂજાના ઘણા જ નિયમો છે અને એ આપણાથી કરી શકાય નહીં. શનિ દેવના મંદિરમાં મહિલાઓ તો ક્યારેય જયજ ના શકે આ માત્ર એક જ નિયમ આપણા ઘરમાં આપણે પાળી ના શકીએ. તો આવા બીજા પણ ઘણા જ નિયમો છે. આ દેવ ઘણા જ સ્ટ્રીક છે માટે તેની પૂજા માત્ર શનિ મંદિરમાં જ થઈ શકે.
👉દોસ્તો તો આ હતા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ની સાથે સંબંધિત કેટલાક તથ્ય. આપણા ઘરના મંદિરમાં મૂર્તિ હંમેશા હસ્તી કે પછી આશીર્વાદ આપતી હોવી જોઈએ. મંદિરમાં ક્યારેય વિકરાળ કે ભયંકર મૂર્તિઓ ના રાખવી જોઈએ. આવી થોડી બાબતોનું ધ્યાન તમને સુખી બનાવી શકે છે.
જો આ દેવ ની મૂર્તિ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.