💃દોસ્તો આજના સમયમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતી છોકરી હોય કે પછી ઓફિસમાં જોબ કરતી યુવતી સૌ કોઇની પહેલી પસંદ છે એકદમ ટાઈટ આઉટ ફિટ. આજની આ જનરેશનને સ્કીન ટાઈટ જીન્સ ખૂબ જ પસંદ છે. શા માટે જાણો છો ? કેમ કે તેઓને એવું લાગે છે કે આટલા ફિટ કપડામાં તેનું ફિગર પરફેક્ટ લાગે છે. તે સ્લિમ દેખાય છે.
તેઓ ટાઈટ જીન્સમાં ખૂબ જ સુંદર લાગે છે. અને બીજું કારણ એ છે કે પંજાબી વગેરેમાં દુપટ્ટો પણ સંભાળવો પડે છે તો એ જંજટ માંથી પણ છુટકારો મળે છે. તો આ કારણોથી તેઓને ટાઈટ જીન્સ તો પસંદ છે પરંતુ તે જાણતા નથી કે આ ટાઈટ વસ્ત્રો તેને શું તકલીફ આપી શકે છે.
💃એ વાતને આપણે સ્વીકારીએ કે આવા ટાઈટ જીન્સ પહેરવાથી એકદમ સ્માર્ટ લુક આપે છે. પરંતુ એ વાતને નકારી ના શકાય કે તે આપણી હેલ્થને નુકશાન પહોંચાડે છે. લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી પગની તમામ નસોના બ્લડ સરક્યુંલેસનને અવરોધ પહોંચે છે તેમજ ઘણી વાર લોહી ગંઠાઈ જવાની પણ તકલીફ થાય છે. આમ અનેક ગંભીર રોગોનો ખતરો વધી જાય છે. ડોક્ટરના મત મુજબ આ પ્રકારના ટાઈટ કપડાં ખાસ કરીને જીન્સ મહિલાઓના સ્વાસ્થ્ય ને વધારે જોખમે છે.
💃આવ ટાઈટ જીન્સના કારણે આપણે કમ્ફર્ટેબલ મુવમેન્ટ પણ કરી શકતા નથી. અને તેની સિધ્ધી જ અસર આપણા શરીરના સંધાઓ પર તેમજ તમારા શરીરનો આધાર સ્થંભ એવા કારોડરજુને પણ ભારે નુકશાન પહોંચાડે છે. તો આવો આજે આપણે જાણીએ કે આ સુંદર લુક આપતું જીન્સ આપણને કેવી રીતે બીમારી તરફ ધકેલી રહ્યું છે.
💃દિવસના 12 કે 13 કલાક જીન્સ પહેરવાથી કમર અને પગમાં લોહીનું સરક્યુંલેસન ધીમું પડે છે તેનાથી આપણા હાર્ટ અને બીજા મહત્વના અંગોને લોહી પાછું ધકેલવું મુશ્કેલ બને છે. અને તેથી આપણા અંગો નિસ્તેજ બને છે. ફિટ કપડાથી સંધાઓ શરીરમાં દુખાવો, સોજા, ગાંઠ, નસોના દબાણના કારણે વેરીસોઝ નસો વગેરે જેવી તકલીફો થાય છે.
💃સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી કમરની સ્નાયુઓ પર દબાણ આવે છે, જે હિપ જોઇન્ટની હિલચાલને અસર કરે છે. માત્ર એટલું જ નહીં પણ આના કારણે પીઠનો પણ ખૂબ જ દુખાવો થાય છે. આમ આ પ્રકારનું ટાઈટ જીન્સ કે અન્ય એકદમ ફિટ કાપડા પહેરવાથી પૂરા શરીરના સ્નાયુમાં બ્લડ સર્ક્યુલેસન મંદ પડે છે.
💃ટાઈટ જીન્સના કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે. આ ટાઈટ જીન્સ તમારી જાંઘની આસપાસ લાંબો સમય સુધી ચોંટી રહે છે. જેના કારણે પરસેવો સંપૂર્ણપણે સુકાઈ જતો નથી. જેના કારણે ત્વચામાં બળતરા અને ફંગલ ઇન્ફેકશન વધવાની શક્યતા રહે છે. જેનાથી અનેક ચામડીના રોગ થવાની સંભાવના રહે છે. ટાઈટ જીન્સ પહેરવાથી ત્વચાની નમી ધીરે ધીરે ઘટતી જય છે અને તેના કારણે આપણી સ્કીન સૂકી પડે છે અને તેના કારણે ખંજવાળની સમસ્યા થાય છે.
💃સ્કીન ટાઈટ જીન્સ આપણા પેટના નીચેના ભાગમાં ધણો લાંબો સમય સુધી બંધાયેલું રહે છે. અને તેથી પેટ પર દબાણ આવે છે, તેનાથી એસિડ રિફલેક્સ થાય છે અને મૂત્રાશય પર દબાણ આવે છે. આનાથી સ્નાયુઓનો દુખાવો, બળતર અને યુરીનલ ઇન્ફેકશન જેવા પ્રોબ્લેમ થાય છે. ટાઈટ જીન્સના કારણે સ્લિપ ડિસ્કનું જોખમ પણ ધીરે-ધીરે વધી શકે છે.
💃દોસ્તો, આપણે ટાઈટ જીન્સ પહેરવાથી જે નુકશાન થાય છે તે જોયા પછી એવો વિચાર ચોક્કસ આવે કે આપણી ભારતીય પરંપરામાં જે પોષકને મહત્વ આપવામાં આવ્યું હતું તે જ આપણા માટે સૌથી બેસ્ટ છે તેમ કહી શકાય, પરંતુ આપણે તેને અવગણીને જે વેસ્ટન ડ્રેસ છે તેને પસંદગી આપીએ છીએ પરંતુ તે આપણા માટે કેટલુ નુકશાન કારક છે તેનો વિચાર આપણે કરતાં નથી. અને તેથી જ આપણે તેનું પરિણામ ભોગવવું પડતું હોય છે. પરંતુ હવે યાદ રહે કે આપણા હેલ્થના ભોગે એવા કોઈ કપડાં ના પહેરવા જોઈએ.
જો ઘરમાંથી જીવજંતુઓ દૂર કરવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.