આજના સમયમાં મહિલા કે પુરુષનો ચહેરો ખરાબ થવાનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને ભેળસેળ વાળો ખોરાક. આ ખોરાક ભેળસેળ વાળો છે તે કોઈ પણ વ્યક્તિને કે મહિલાને ખબર રહેતી નથી તેથી ચામડી પર દાગ, ખીલ કે કાળાદાગ જેવી સમસ્યા ઊભી થાય છે. આપણી ખાવા-પીવાની આદતના લીધે ચહેરા પર કે શરીરમાં કોઈ પણ ભાગની ચામડી પર ખરાબ અસર થતી હોય છે.
ચામડી પર રહેલા ખીલ કે દાગ કાઢવા માટે લોકો ઘણું કરતાં હોય છે. તેની માટે અલગ અલગ કંપનીના કેમિકલ્સ વાળી વસ્તુનો ઉપયોગ કરતાં હોય છે. કોઈ ક્રીમ કે જેલ જેવી વસ્તુ ઉપયોગમાં લેતા હોય છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી અને ચામડી પર રહેલી સમસ્યાને વધારી શકે છે. આજે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે, આપણાં આયુર્વેદમાં ઘણા એવા પ્રાકૃતિક તેલ વિષે જણાવેલું છે. જેનાથી ચામડીની તમામ સમસ્યા દૂર કરી શકાય છે. તેમજ નીચે આપેલી “જરૂરી બાબતો” પણ ધ્યાનથી વાંચી લેજો.
- લવેન્ડરનું ઓઇલ.
લવેન્ડરના તેલના ઉપયોગથી ચામડી પર રહેલા દાગ, ખીલ દૂર કરી શકાય છે. ચામડીના ડેડ સેલ્સને દૂર કરવા માટે લવેન્ડરનું તેલ ખુબ જ ઉપયોગી છે. ચામડીમાં તડકાના કારણે જલન થતી હોય તો લવેન્ડરનું તેલ લગાવી થોડી વાર માલિશ કરવાથી જલન ઓછી થાય છે. દાગ અથવા ખીલ પર રૂ ના ટુકડા વડે તેલ લઈને તેના પર લગાવવું. થોડા દિવસમાં દાગ અથવા ખીલ દૂર થઈ જશે.
- રાયનું તેલ (સરસોનું તેલ).
આ તેલના ઉપયોગથી ચામડી અને વાળ બંને સારા થાય છે. આ તેલના ઉપયોગથી ચહેરા પર રહેલા દાગ ઓછા કરવા મદદ મળે છે. રૂ ના ટુકડા ઉપર થોડું તેલ લઈને દાગ અથવા ખીલ પર લગાવવું, જલ્દીથી રાહત મળી જશે. આ તેલની મસાજ મોઢા પર કરવાથી ચામડી મુલાયમ અને ચમકદાર બને છે.
- ચંદનનું તેલ.
આ તેલની અંદર એસ્ટ્રીજેંટ, એંટીસેપ્ટિક અને એન્ટિઇન્ફલેમેટ્રી ગુણ રહેલા હોય છે. ચામડી પરના દાગને ચંદનનું તેલ આસાનીથી ઓછા કરી શકે છે અને ડેડ થયેલી સ્કીન પણ ફરીવાર જીવતી કરી શકે છે. ચામડીના સેલ્સને નવા બનાવવામાં મદદ કરે છે. ચંદનનું તેલ લગાવી મોઢા પર માલિશ કરવાથી ચામડી મુલાયમ અને કોમળ બને છે. પણ જો બની શકે તો ડુપ્લીકેટ ચંદનના તેલથી દુર રહેવું. નહિ તો તેના કેમ્ક્લ્સ વધુ નુકશાની કરે છે.
- નાળિયેર તેલ.
નાળિયેર તેલની અંદર એંટીસેપ્ટિક અને એન્ટિઓક્સિડેંટ ગુનો રહેલા છે. જે સુકાયેલી ચામડીને ફરી મજબૂત બનાવે છે અને ચામડી પર લાગેલા દાગને દૂર કરે છે. ફાટેલી ચામડીને પેલા જેવી કોમળ બનાવે છે. આ તેલના ઉપયોગથી કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. મોઢા પર રહેલા દાગને આસાનીથી દૂર કરવાની ક્ષમતા રહેલી છે . આટલા તેલનો ઉપયોગ કરવાનું આયુર્વેદમાં કહેલું છે આયુર્વેદ પ્રમાણે આ તેલની અંદર ચામડીને સારી અને કોમળ કરવાની ક્ષમતા રહેલી છે આ બધા જ તેલ સારા અને ફાયદાકારક રહે છે.
- અન્ય જરૂરી બાબતો.
સૌ પ્રથમ એ ધ્યાન રાખો કે, કોઈ પણ તેલનો ઉપયોગ તમે કરી રહ્યા છો. તે તેલ કુદરતી હોવું જોઈએ. કેમ કે, મોટા ભાગે ચંદનનું તેલ કે લવેન્ડરનું તેલ ડુપ્લીકેટ હોવાની સંભાવના વધુ હોઈ શકે છે. કેમ કે, આવા તેલ જલ્દીથી કે સસ્તા મળતા નથી.
ત્યાર બાદ જ્યાં સુધી તમે આ તેલનો પ્રયોગ કરતા હોવ ત્યાં સુધી તડકામાં બહુ લાંબો વખત સુધી જવું નહિ. નહિ તો તેનાથી પરિણામ મળવાની શક્યતા ઘટી જાય છે. તેમજ આ બાબતનું તમે ધ્યાન રાખશો તો ખુબ સારું પરિણામ મળી શકે છે.