મિત્રો દરેક લોકો આરામ અને શાંતિ ભરેલી નીંદર કરવા માંગે છે. આ માટે જરૂરી છે કે તમે શારીરિક અને માનસિક બંને રીતે થાકી જાવ કેમ કે, શરીર અને મનથી જયારે તમે થાક અનુભવો છો ત્યારે તમારું શરીર અને મન બંને આરામની માંગણી કરે છે અને જેવા તમે પથારીમાં જાવ છો તેવા જ તમે સુઈ જાવ અને અને તમને ગાઢ નીંદર આવી જાય છે.
જો કે નીંદર ન આવવી એ એક શારીરિક અને માનસિક બીમારી હોઈ શકે છે. ઘણી વખત તમારા વધુ પડતા વિચારોને કારણે પણ નીંદર ન આવતી હોય. તેમજ તમારું મન ભટકતું હોય આવા સમયે તમારે પહેલા તો તમારા મનને એકાગ્ર કરવું જોઈએ. આથી એ જરૂરી છે કે નીંદર લેવા માટે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
નીંદર વિશે આપણા મુનિઓએ ઘણું કહ્યું છે તેઓ કહે છે કે માણસે દરરોજની 6-7 કલાકની સુકુન ભરેલી અને ગાઢ નીંદર કરવી જોઈએ. તો તમારું શરીર ફીટ રહી શકે છે અને તમને શારીરિક થાક નથી લાગતો. નીંદર કેવી રીતે કરવી તેમજ કેવી રીતે સુવું, તેમજ ક્યારે અને ક્યાં સુવું. આ સિવાય કઈ દિશામાં સુવું જોઈએ એ વિશે આ આર્ટીકલમાં તેમણે જણાવીશું અને સારી નીંદર આવી શકે તેવી મદદ કરીશું.
- પોતાનું માથું ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ
મિત્રો જો તમે સારી નીંદર કરવા માંગો છો તો પહેલા એ જાણી લો કે તમે કઈ દિશામાં માથું રાખીને સુવો છો. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સુવો છો તો તેમ ન સુવું જોઈએ કારણ કે, ઉત્તર દિશામાં સુવાથી તમારા મગજમાં લોહીનું પ્રમાણ વધવા લાગે છે. જયારે મગજમાં લોહીનું પ્રમાણ વધે છે ત્યારે મગજની નસ જે એકદમ વાળની જેમ પાતળી હોય છે તે ફાટી શકે છે. આથી જો તમને કોઈપણ પ્રકારની બીમારી છે અથવા તો તમે વડીલ છો તો નીંદરમાં તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
આવું માત્ર ઉત્તર દિશામાં માથું રાખવાથી થઈ શકે છે. જો કે તમે ઓસ્ટ્રેલીયામાં છો તમારે ત્યાં દક્ષિણ દિશામાં માથું ન રાખવું જોઈએ. જયારે ભારતમાં તમારે ઉત્તર દિશામાં માથું ન રાખવું જોઈએ. ઉત્તર દિશામાં ચુંબકીય આકર્ષણ મજબુત હોવાથી લોહી મગજમાં વધુ જમા થાય છે અને મગજમાં લોહીનું પ્રમાણ વધવાથી નસ ફાટી શકે છે. આમ તમે જો સારી નીંદર લેવા માંગો છો તો તમારે ઉત્તર દિશામાં માથું ન રાખવું જોઈએ.
- મૃત્યુ તમારાથી થોડી ક્ષણ જ દુર છે
મિત્રો આપણો સમય એટલો ઝડપથી વીતી રહ્યો છે કે કોઈને ખબર નથી કે આપણું મૃત્યુ કયારે થવાનું છે. મૃત્યુ અને આપણી વચ્ચે કેટલું અંતર રહેલું છે કોઈ નથી જાણતું. આથી જયારે પણ તમે પથારીમાં સુવા જાવ ત્યારે થોડી ક્ષણો માટે વિચારો કે તમારું મૃત્યુ 1 મીનીટની અંદર થઈ જવાનું છે અને પાછળ વળીને જુઓ કે તમે આજે આખો દિવસ શું કર્યું. કોને મદદ કરી અને કોનો તિરસ્કાર કર્યો.
તમે કોઈને દુઃખ તો નથી આપ્યું. આમ પોતાના જીવનનો હિસાબ કરો. તેનાથી તમને શાંતિ મળશે. જો તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો તેને બીજા દિવસે સુધારવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી તમને એક સાંત્વના મળશે અને સાથે રાત્રે સારી ઉંધ લાવવામાં તે મદદ કરશે.
- પોતાની વસ્તુઓને પોતાનાથી દુર કરી દો
મિત્રો આપણે જીવનમાં ઘણું કમાયા હોય છે. જેમ કે પૈસા, સંબંધ, વ્યક્તિઓ, વસ્તુઓ વગેરે. આ બધાનો એક વખત વિચાર કરીને તેને બિલકુલ પોતાની પથારીની નજક મૂકી દો. કંઈપણ વિચાર્યા વિના પછી નીંદર કરી લો. જો તમે હળવા ફૂલ થઈને સુવાનો પ્રયત્ન કરશો તો તમને એકદમ ગાઢ નીંદર આવશે. માત્ર પોતાની આત્મા નો વિચાર કરીને તેને પોતાની અંદર મહેસુસ કરીને સુવો. તમને આંતરિક રીતે એક ઉર્જા મળશે. તમે મનને શાંત કરી શકશો. આનાથી તમને જીવનનો ભાર નહિ લાગે.
તમને જીવનની સરળતા અને નિખાલસતા સમજાશે. તમે જીવનનો સાચો આનંદ મેળવી શકશો. જીવન એક ગતિમય સ્થિતિમાં ચાલશે. મન પર ભાર વિના તમે બીજાની મદદ માટે ઉઠશો. આમ કરવાથી તમે સવારમાં એક નવી સ્ફૂર્તિ સાથે ઉઠશો. તમારા જીવનમાં કોઈ રાગ, દ્રેષ નહિ હોય, કોઈ અભિમાન નહિ હોય, તમે સાદગી ભર્યું જીવન જીવી શકશો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.