😴ઉંઘ એવી વસ્તુ છે જો કોઈ માણસને ન મળે તો આકુળ-વ્યાકુળ થઈ જાય છે. અમુક વ્યક્તિ તો બીમાર પડી જતાં હોય છે. તેના લીધે ઘણા લોકોને માથું દુખવા લાગતું હોય છે. પરંતુ જેવી ઉંઘ મળે કે તરત સ્વાસ્થ્ય તંદુરસ્ત હોય તેવો અનુભવ થતો હોય છે. પણ દરેક લોકોને ઉંઘવાની આદત અલગ અલગ હોય છે. કોઈ ઉંધું સૂવે, તો કોઈને ઉંઘમાં બોલવાની આદત હોય, કોઈને દાંત ઘસવાની ટેવ હોય, કોઈને વધારે નસકોરાં બોલતાં હોય એમ ઘણી અલગ ટેવો હોય છે.
😴પરંતુ તમે ઘણા વડીલો એવા પણ જોયા હશો જે મોં ખુલ્લુ રાખીને સૂતાં હોય. તે જ્યારે પણ સૂઈ જાય મોં ખુલ્લું જ રહેતું હોય છે. આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તેનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેના લીધે શરીરમાં કેટલીક ન થવાની બીમારીઓ થવા લાગતી હોય છે. તમને માહિતી આપીએ મોં ખુલ્લું રાખી સુવાથી શું થાય અને તેમાં રાહત મેળવવા શું કરવું જોઇએ.
😴દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ માણસે ઓછામાં ઓછું 7-8 કલાક સુવું જોઈએ. જો તમે વધારે થાકેલા હોવ તો થોડો વધારે સમય સુવો તો પણ તમારો થાક ઉતરી જાય છે. પરંતુ ઉંઘવાની ખરાબ આદત તમારા શરીરમાં બીજી ઘણી બીમારીઓ લાવી શકે છે. આ રીતે તમે સૂતા હોવ તો તાત્કાલિક તેનો ઇલાજ કરાવી લેવો જોઈએ. નજર કરીએ તેનાથી થતી બીમારી પર..
😴શ્વાસમાંથી દુર્ગંધ- અમુક લોકોના મોંમાંથી ગંદી સ્મેલ આવવા લાગે છે. તેનું કારણ છે મોં ખુલ્લું રાખીને સૂવું. કારણ કે મોં ખુલ્લું રાખીને સૂવાથી તેમાં ડ્રાયનેસ આવી જાય છે. તેની સાથે મોંની લાળ પણ સૂકાય જાય છે, જેના લીધે આપણાં મોંમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધને હેલીટોસીસ કહે છે અને તે સ્લાઈવાની ઉણપના કારણે થતી હોય છે.
😴આખો દિવસ થાક- જો તમે રાત્રે મોં ખુલ્લું રાખીને સુવો છો, તો ફેફસામાં ઓક્સિજનનું સર્ક્યુલેશન ઓછું થશે, જેના લીધે ઓછું ઓક્સિજન ફેફસાને મળતું હોવાના કારણે થાક અને નબળાઈનો અનુભવ થતો હોય છે. જો તમારા ઘરની કોઈ વ્યક્તિ મોં ખુલ્લુ રાખીને સૂતી હોય તો તેને આખો દિવસ થાકનો અનુભવ થવા લાગશે.
😴દાંતને નુકસાન- મોં ખુલ્લું રાખવાની આદત તમારા દાંત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એક શોધ મુજબ જાણવા મળ્યું છે કે મોં ખુલ્લું રાખવાની ટેવના કારણે મોંમાં એસિડનું લેવલ વધી જાય છે અને દાંત પડવા લાગે છે. તે ઉપરાંત તેમાં ડ્રાયનેસ આવી જતી હોવાથી બેક્ટેરિયા નષ્ટ થતાં નથી. એટલે મોંમાં એસિડ જાળવી રાખવાની કુદરતી જે ક્ષમતા હોય તેમાં ઘટાડો થાય છે. આ ક્રિયા કાર્બોનેટેડ પીણાં પીવા જેટલું નુકસાનકારક માનવામાં આવે છે.
😴હોઠ ફાટવા- મોં ખુલ્લું રાખીને સૂવાથી મોંમાં રહેલી લાળ સૂકાય જાય છે અને તેના લીધે હોઠ ફાટવા લાગે છે. મોં ખુલ્લું રાખવાથી મોંમાંથી પાણી નીકળે છે જે ભીના હોઠને સુકવે છે. તેના લીધે હોઠ સૂકા રહેવા લાગે અને ફાટી પણ જાય છે. આમ જે કોઈને મોં ખુલ્લું રાખીને સુવાની ટેવ હોય તો આજે જ સુધારો કરવો જોઈએ.
જો આ રાત્રે મોં ખૂલું રાખીને સુવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.