એક વાત ચોક્કસ યાદ રાખવી જોઈએ કે તમે જે પણ બિઝનેસ અથવા જોબ શરૂ કરતા હોવ તેની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે. જો તમે કોઈ ધંધો કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા તેની માહિતી લો, જે પહેલાથી આ ધંધો કરી રહ્યા છે તેમની પાસે જઈ સલાહ લો. જેથી ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ન પડે. અને સરળતાથી તમે બિઝનેસ કરી શકો.
એવો જ એક બિઝનેસ અમે તમને આજે બતાવીશું જેને એક વાર શરૂ કરશો તે અટકવાનું નામ જ નહીં લે. તમે ઓછા મૂડી રોકાણમાં લાખો રૂપિયાની કમાણી કરી શકશો. આ બિઝનેસમાં તમારે માત્ર 10,000થી 15,000 રૂપિયા રોકવાના રહેશે અને તેમાંથી તમે લાખો રૂપિયા મેળવી શકશો.
આ બિઝનેસમાં ઘરે બેસીને સારો નફો કમાઈ શકો છો. આ બિઝનેસમાં તમને ક્યારેય નુકસાન જવાના ચાન્સ રહેતા નથી. તેથી કોઈપણ જાતની ચિંતા વગર તમે ધંધો કરો, આ બિઝનેસનો વ્યાપ ઘણો છે. દુનિયાભરમાં દર વર્ષે 2 અબજ ટનથી વધુ વેસ્ટ મટીરિયલ પેદા થાય છે. તે સમયે ભારતમાં પણ 277 મિલિયન ટનથી વધુ કબાડ જનરેટ થાય છે. ચાલો જાણો આ બિઝનેસની વધુ વિગત વિશે.
જાણો શું છે આ બિઝનેસ- આ બિઝનેસ વેસ્ટ મટીરિયલ એટલે કે રિસાયક્લિંગ બિઝનેસ. તમે આ બિઝનેસ હોમ સ્ક્રેપ્સથી શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ બિઝનેસે ઘણાને કરોડપતિ બનાવ્યા છે. કેવી રીતે અને ક્યાં શરૂ કરવો તેની જાણકારી મેળવીએ.
કબાડનો શાનદાર બિઝનેસ – આ બિઝનેસનો વ્યાપ વિશાળ છે. વિશ્વભરમાં, દર વર્ષે 2 અબજ ટનથી વધુ વેસ્ટ મટીરિયલ જનરેટ થાય છે. આટલી મોટી રકમમાં વેસ્ટ મેનેજમેન્ટ કરવું થોડું અધરૂ છે. આવી સ્થિતિમાં લોકોએ વેસ્ટ મટીરિયલમાંથી ઘરની સજાવટની વસ્તુઓ, ઘરેણાં, પેઇન્ટિંગસ જેવી વસ્તુ તૈયાર કરીને આ મોટી સમસ્યાને બિઝનેસમાં ફેરવી દીધી છે. ઘણા લોકોએ કબાડના આ બિઝનેસને પોતાનું ભવિષ્ય બનાવ્યું છે અને સુધાર્યું પણ છે. આજે તેઓ લાખોનો નફો પણ કરી રહ્યા છે.
તમે શું બનાવી શકો છો- તમે આમાંથી ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. અને કમાણી પણ સારી એવી કરી શકો છો. જેમ કે ટાયરમાંથી સીટીંગ ચેર બનાવી. ઘરમાં અથવા એમેઝોન અને ફ્લિપ કાર્ટ જેવી કંપનીનો સંપર્ક કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો. જેની કિંમત 1000 રૂbusinessપિયાની આસપાસ હોય છે. તે સિવાય કપ, લાકડાના ક્રાફ્ટ, કિટલી, ગ્લાસ, કાંસકો, નાના રમકડાંના હિંચકાં જેવી બીજી ઘણી વસ્તુ બનાવીને ઘરને સજાવી શકો છો. પછી તમે તેનું માર્કેટિંગ પણ કરી શકો છો. તેને ઇ-કોમર્સ અને બીજી એવી ઘણી કંપનીઓ બજારમાં છે જે ઓનલાઈન બિઝનેસ કરતી હોય છે. તેને વેચી પણ શકો છો.
એવું નથી કે માત્ર ઓનલાઈન બિઝનેસ કરી શકાય તમે ઓફલાઈન પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરી વસ્તુ વેચી શકો છો. જો કોઈને પેઈન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એવી કોઈ રસપ્રદ વસ્તુ બનાવવાનો શોખ હોય તો તે બનાવી વેચી શકો છો.
કેવી રીતે શરૂ કરવો બિઝનેસ- આ બિઝનેસ શરૂ કરવા માટે સૌ પ્રથમ તમારા ઘરની આસપાસ રહેલો બેકાર સામાન એટલે કે ભંગાર એકત્રિત કરવું પડશે. ઘણા એવા કસ્ટમર પણ હોય છે જે વેસ્ટ મટીરિયલ આપતા હોય છે. તેમની પાસેથી તમે ખરીદી શકો છો. ઇચ્છા હોય તો મહાનગરપાલિકા પાસેથી પણ વેસ્ટ લઈ શકો છો. આ બધી વસ્તુ ભેગી કર્યા બાદ તેને સાઈઝ, કલર અને ડિઝાઈનમાં અલગ કરવાની રહેશે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણું કબાડ બરાબર સાફ કરવું પડતું હોય છે.
10 લાખની થશે ઇનકમ- ‘ધ કબાડી.કોમ’ જાણીતી કંપની છે. આ કંપની શરૂઆતમાં ઓટો રિક્ષા લઈ ત્રણ માણસો સાથે ઘરે-ઘરે કચરો ઉપાડવાનું શરૂ કર્યું હતું. આજે તેમનું એક મહિનાનું ટર્નઓવર આઠથી દસ લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કંપની એક મહિને 40થી 50 ટન સ્ક્રેપ ઉપાડે છે.
જે કંપની શરૂઆતમાં એક રિક્ષા, એક ઓટો લઈ ચાર વ્યક્તિ સાથે કચરો ઉપાડવા આવતા હતા. આજે તે કંપનીમાં મોટી ટિમ બની ગઈ છે. અને અનેક વ્યક્તિને નોકરી મળી ગઈ છે. હવે તમે વિચારો ક્યાંથી ક્યાં આ કંપની પહોંચી ગઈ છે. ઓછા પૈસામાં તમે મહિને લાખો નહીં કરોડોની કમાણી કરી શકશો.
કેવો લાગ્યો આ બિઝનસ આઈડિયા, કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમે એવું ઈચ્છો છો કે, આવા બીજા બિઝનેસ આઈડિયા લાવીએ તો કોમેન્ટમાં “More” લખીને કોમેન્ટ કરજો. તો આવા જ ઓછી મૂડીમાંથી થતા બીજા બિઝનેસ તમારા માટે લાવીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો