ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જેને ક્યારેય ટ્રેનમાં મુસાફરી ન કરી હોય. જ્યારે તમે ટ્રેનમાં બેઠા હશો ત્યારે તમારી નજર પાટાની આસપાસ નાના નાના પથ્થર પર પડી હશે. અને ત્યારે એક વિચાર આવે કે આ કાળા પથ્થર શા માટે નાખવામાં આવે છે? જો કે આ વાતની જાણ બહુ ઓછા લોકોને હોય છે કયા કારણે પથ્થર નાખવામાં આવે છે.
ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. અને ટ્રેનની જ્યારે પણ શરૂઆત થઈ ત્યારથી પાટા પર પથ્થરો નાખવામાં આવી રહ્યા છે. તો તમને જણાવીએ કે પાટા પર પથ્થર નાખવા પાછળ ઘણા કારણો છે. તેના કારણો આજે તમને જણાવીશું.
-રેલ્વે ટ્રેક વિશ્વભરમાં ફેલાયેલો છે. અને દરેકે જોયું હશે કે નાના ટુકડા મૂકેલા હોય છે. કોઈ વખત ટ્રેનની રાહ જોતા હોઈએ ત્યારે તેનાથી આપણે રમત પણ કરતાં હોઈએ છીએ. રેલ્વે ટ્રેક પર જે પથ્થર નાખવામાં આવે છે. તેને બુલસ્ટ કહીએ છીએ. જે ખડકોને તોડીને બનાવેલા હોય છે. તે રેતી અને ઇંટના બનેલા હોય છે. આ પથ્થરો પર આપણે બહુ ચાલી શકતા હોતા નથી.
-અત્યારના રેલ્વે ટ્રેક પહેલાના રેલ્વે ટ્રેક જેવા બનાવવામાં આવતા હોતા નથી. તે પહેલા લાકડાંના બનતાં હતા જે અત્યારે સિમેન્ટના લંબચોરસ બિમ્બનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેને આપણે સ્લીપર્સ કહીએ છીએ. -આ રેલ્વે ટ્રેક પર લાકડાંના પાટીયા અને સિમેન્ટની સ્લીપર્સ વચ્ચે પથ્થરો નાખવા પાછળનું કારણ છે કે આ બંને મજબૂત બની રહે.
-બીજું કે ટ્રેકનું સમતોલન જળવાઈ રહે તેના માટે પણ આ પથ્થરો નાખવામાં આવે છે. જ્યારે ટ્રેન આ ટ્રેક પર ચાલે છે ત્યારે ઘર્ષણ થતું હોય છે. અને જેના કારણે અમુક સમયે રેલ્વેના પાટાનું સંતુલન બગડે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. માટે ખાસ કરીને આ બંને વચ્ચે સમતોલન હોવું ખૂબ જ જરૂરી છે. આ પથ્થર ખૂબ જ કઠણ હોય છે. જેના કારણે ગાડી સ્થિર ચાલે છે.
-આ પથ્થરોને કારણે બીજો એક ફાયદો એ પણ છે કે પુરપાટ ઝડપે ટ્રેક પરથી જતી ટ્રેનનો અવાજ આ પથ્થરોને કારણે દબાઈ જાય છે. જેથી વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય છે. એ
-ભારે વરસાદ ત્યારે પણ બધું પાણી વહી જતું હોય છે. કેમ કે આ પથ્થર સિમેન્ટ અને ડામરના હોવાના કારણે પાણી ભરાઈ રહેતું નથી અને બધું આજુબાજુથી વહી જતું હોય છે. જેથી ટ્રેક પર કાદવ કિચ્ચડ પણ થતો નથી.
-બીજું કારણ એ પણ છે કે ટ્રેન આખી લોખંડની બનેલી હોય છે. જેના કારણે ભાર વધી જતો હોય છે. અને તે જ્યારે ચાલે છે ત્યારે ઘર્ષણ વધારે થતું હોય છે. તો નાના કાળા પથ્થર ઘર્ષણ ઘટાડવાનું કામ કરે છે.
-આ પથ્થર ખાસ કરીને ખરબચડા હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કારણ કે ગોળ અને લીસા પથ્થર જલદીથી લપસી જતા હોય છે. જેના કારણે ટ્રેકની આજુબાજુ ઝાડી-ડાંખરા થઈ જવાનો ભય રહેતો હોય છે. અને તેનાથી ટ્રેન સરળતાથી ચાલી શકતી નથી પરંતુ આ પથ્થરના કારણે આવી કોઈ મુશ્કેલી સર્જાતી નથી અને ટ્રેક પર ટ્રેન સરળતાથી ચાલે છે.
-બીજી વાત એ પણ છે કે જ્યારે ટ્રેન ચાલે છે ત્યારે ટ્રેક પર કંપન પેદા થાય છે. જે સૂર્યપ્રકાશના કારણે ગરમ થાય છે. અને શિયાળામાં સંકોચાઈ જાય છે. તેથી પાટાની વચ્ચે રહેલા લાકડા અને સિમેન્ટના બોક્સ પર વધારે ભાર આવતો હોય છે. તે ભાર પથ્થર પર આવતો હોવાથી ટ્રેક જ્યારે પણ સંકોચાઈ અને ટ્રેન પસાર થાય તો સમતોલન પણ બની રહેતું હોય છે. -આપણું ભારતીય રેલ્વે વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. 7216 રેલ્વે સ્ટેશન આવેલા છે. અને તેમાં 119630 કિલોમીટર સુધી ફેલાયેલા ટ્રેક પણ છે.
મૃત્યુ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.