અમે બધા ટી.વી. તો જોતા જ હશો, અને તેમાં પણ કોઈ આપનો ફેવરીટ પ્રોગ્રામ કે મેચ આવતી હોય અને વચ્ચે એડ્સ આવે ત્યારે આપને સૌ ગુસ્સે થતા હોઈએ છીએ. ખેર, એડ્સ તો ટી.વી. કે મોબાઈલ દેખાડશે જ કેમ કે, તે તો તેની કમાણી નો મેઈન હિસ્સો છે.
ટી.વી. ની અમુક એડ્સ જોઇને તમારા મનમાં જાત જાતના તમારા મનમાં સવાલો ઉભા થતા હોય છે. તો આજે આપણે એવી જ એક એડ વિષે વાત કરીશું કે, જે એડ તમે બધાએ જોઈ પણ હશે અને તમારા મનમાં તે એડ વિષે સવાલ પણ ઉભા થયા હશે કે, આવું કેમ..? તો આજે તમારા એ પ્રશ્નનો જવાબ આ લેખમાં અમે આપવાનો પ્રયત્ન કરીશું. તો, ચાલો જાણીએ…
આપ સૌએ આ સાબુ, ફિનાઈલ કે ક્લીનર લીક્વીડની એડ જોઈ હશે જેમાં તેઓ કહેતા હોય છે કે, અમારો સાબુ કે લીક્વીડ 99.9 % કીટાણું કે બેક્ટેરિયાને મરી નાખે છે અને તમને એકદમ સ્વસ્થ રાખશે. હવે, તમને સવાલ થાય કે, આ લોકો 100% કેમ નહિ લખતા હોય? અથવા શું કોઈ 1-2 કીટાણું શું બાકી રહી જતા હશે? આ 99.99% લકવા પાછળ કંપનીઓનું કાળું સત્ય છુપાયેલું છે તે ચાલો જાણવાનો પ્રયત્ન કરીએ..
હવે જાણો કે, કંપનીઓ ટી.વી. માં જાહેરાત આપે છે ત્યારે કંપની પાસે કોઈ પ્રૂફ અથવા લેબોરેટરીનો ટેસ્ટ હોવો જોઈએ કે તેનો સાબુ કે લીક્વીડ બેકટેરિયાને મરી શકે છે. અમસ્તા કોઈ પ્રૂફ કે ટેસ્ટ વગર એડ ના આપી શકાય. અને આ કંપનીઓ પાસે આવો લેબ ટેસ્ટ હોય પણ છે કે, જેમાં…
કંપનીએ લેબોરેટરીમાં એક સપાટી પસંદ કરે છે અને તેના પર કેટલા બેક્ટેરિયા અને જર્મ્સ હોય છે તે પણ એનેલાઈઝ કરે છે અને પછી તેના સાબુ કે લીક્વીડ થી સપાટી ક્લીન કરે છે. અને તેનાથી મોટાભાગે બધા 100% બેક્ટેરિયા અને જર્મ્સ આ લેબ ટેસ્ટમાં મરી જાય છે અને સપાટી ક્લીન થઈ જાય છે. તો..
તમને એમ થશે કે, જો બધા કીટાણું મરી જાય છે તો 100% એડ માં લખવામાં શું પ્રોબ્લેમ છે. અહી તો શરુ થાય છે કંપનીઓ ના કાયદાઓની માયાજાળ… હવે સમજો કે, લેબ ટેસ્ટમાં અને રીયલ લાઈફમાં વાતાવરણમાં બહુ મોટો ફેરફાર હોય છે.
હવે ધારી લો કે, તમે બહુ સારી રીતે તે સાબુ થી હાથ ધોયા હોય અને છતાં તમે બીમાર પાડો છો, અને રીપોર્ટમાં તેવું આવે કે આ તો કીટાણું ના લીધે તમે બીમાર પડ્યા અને તમને એમ થાય કે મેં તો હાથ સારી રીતે ધોયેલા તો પણ કેમ બીમાર પડ્યો? અને તમે ચાલી પડો કંપની પર કેસ કરવા કે તમારો સાબુ તો કોઈ કામનો નથી વગેરે, વગેરે..
તે માટે કંપની પહેલેથી જ તૈયાર બેઠી હોય છે, તેને આવા કેસ થશે તેની પહેલેથી જ ખબર હોય છે. માટે તેઓ 100% ની જગ્યાએ 99.9% એડમાં દેખાડતા હોય છે. અને હવે, તે તમને અને કોર્ટને કહી પણ શકે કે “અમે તો 99.9% કીટાણું ની વાત કરેલી, બધા મરશે તેવું ક્યાં કહ્યું હતું, બની શકે કે, તમે જેનાથી બિમાર પડ્યા તે 0.1% કીટાણું સાબુથી બચી ગયા હોય.” આ રીતે કંપની પોતાની જ ઉભી કરેલી જાળમાંથી છૂટી જાય છે.
જો કંપની 100% લખે તો પોતે છટકી ના શકે માટે કંપની 99.9 % લખે છે. તો કેવી લાગી તમને આ માહિતી, શું તમને કઈક નવું જાણવા મળ્યું? જો હા, તો મને કોમેન્ટમાં 👍, 👌, Super, Best, Love it, Like it, Love this Article જેવું કઈક લખીને જણાવો. જેથી પાક્કું અમે આવા જ બીજા જોરદાર માહિતી વાળા આર્ટીકલ આપ માટે લાવીશું.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.