મિત્રો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને માથામાં ટાલની તકલીફ હોય છે. જે ચહેરાનું આકર્ષણ બગાડી દે છે. અને તમે માથામાં ટાલ દુર કરવા માટે અનેક કોસ્મેટીક, દવાઓ, બ્યુટીટ્રીટમેન્ટ કરો છો, તો પણ કશો ફેર નથી પડતો. આ તકલીફ દિવસે દિવસે વધતી જાય છે.
જો કે માથામાં ટાલ પડવાના મુખ્ય કારણોમાં જેમ કે વધુ પડતું ટેન્શન લેવું, કામકાજનો બોજ, બહારનું ખાવાપીવાનું, તમારી આહારશૈલી, વગેરે જવાબદાર છે. જો કે ઘણા લોકોને આ વારસાગત પણ હોય છે. કેમ કે જો કોઈ કુટુંબમાં કોઈને ટાલ હોય તો તેની વારસાગત અસર જોવા મળે છે.
આ સિવાય ટાલ પડવાના અન્ય કારણોમાં શરીરને આવશ્યક પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે. જો કે તમે કદાચ જાણતા હશો કે વાળ માટે વિટામીન ઈ ખુબ જ જરૂરી છે. આ માટે ઘણા લોકો વાળને મજબુત કરવા માટે વિટામીનની કેપ્સુલ નો પણ ઉપયોગ કરતા હોય છે.
આથી તમારે વાળને પુરતું પોષણ મળી રહે તે માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે તમારા વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય, તમારા વાળને પોષણ મળી રહે અને વાળ જાડા, મજબુત, સુદંર, ચમકદાર, અને કાળા બને. આજે અમે તમને એક એવા બીજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગ થી તમારા માથામાં પડેલ ટાલ દુર થઈ શકે છે.
જો કે તમે અરીઠા નામનું ઔષધી નું નામ તો સાંભળ્યું હશે જ. અરીઠાના અનેક ઉપયોગ છે, તેનું સેવન શરીર માટે ગરમ છે, તેમજ તે સ્વાદમાં તીખા, કડવા, ગરમ, હોય છે. શરીરને પુરતી ગરમી આપવામાં તે મદદરૂપ થાય છે. તેમજ તેની તાસીર ગરમ હોવાથી તમારે તેનું વધુ સેવન ન કરવું જોઈએ. આ અરીઠામાંથી જયારે તમે તેને ઘસો છો ત્યારે ફીણ નીકળે છે. જેનો ઉપયોગ તમે વાળ ધોવામાં કરી શકો છો. તે માથામાં ખોડો, ખરજવું, દાદર, ઉંદરી, જેવા રોગોને દુર કરવામાં મદદ કરે છે.
અરીઠા વિશે વાત કરીએ તો અરીઠા બે પ્રકારના હોય છે. તે લગભગ ભારતના મોટાભાગના સ્થળો પર જોવા મળે છે. અરીઠા એ એક વૃક્ષ છે. તેના પાન લાંબા હોય છે, તેની છાલ ભૂરા રંગની હોય છે, ફળની લુમો હોય છે. એક અરીઠા ના પ્રકારને પાણીમાં પલાળીને હલાવવાથી ફીણ થાય છે. જેનો ઉપયોગ તમે સુતરાઉ કાપડ, ઉનના કાપડ, અને વાળ ધોઈ શકો છો.
અરીઠાના ફાયદાઓ
- જો તમે વાળને લાંબા, ચમકદાર, સુંદર અને જાડા બનાવવા માંગો છો તો તમારે અરીઠા નો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે રાત્રે અરીઠા ને પાણીમાં પલાળી રાખવાના છે. પછી સવારે તેને મસળીને તેન ઠળિયા કાઢી નાખો. ત્યાર પછી આ અરીઠા ના પાણી વડે વાળ ધોવો. તેના રેગ્યુલર ઉપયોગ થી વાળ લાંબા, મજબુત, રેશમી, અને સુંદર બનશે. તેમાંથી વાળને મજબૂતી પણ મળશે.
- જો તમારા વાળ પાતળા, ટૂંકા, અને બેજાન છે તેમજ તમને ખોડો ની તકલીફ છે તો તમે અરીઠા નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે અરીઠા ના પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ અરીઠા ના ફળનો પણ ડાયરેક્ટ પ્રયોગ કરી શકો છો. આ માટે થોડા અરીઠા પાણીમાં પાળીને તેને મસળવા જોઈએ અને પછી તેમાંથી જે ફીણ નીકળે તેને વાળમાં ફેરવો. તેનાથી વાળ એકદમ સ્વચ્છ થઈ જાય છે.
- જો તમે તમારા માથામાં રહેલ વાળને લગતી કોઈપણ તકલીફ દુર કરવા માંગો છો તો તમારે અરીઠા, આંબળા અને શિકાકાઈ એમ ત્રણેય નું મિશ્રણ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરી તેનો ઉકાળો બનાવી લો. અને ઠંડુ થાય એટલે તેનાથી વાળ ધોવો.
- આ સિવાય અરીઠાના બીજા અનેક ફાયદાઓ પણ છે. નાના બાળકોને ગેસની તકલીફ હોય, ચૂક આવતી હોય ત્યારે આ અરીઠા ના ફીણને બાળકના પેટ પર લગાવો તેનાથી તેનું પેટ સાફ આવશે અને જાડો પણ જલ્દી ઉતરશે.
- અરીઠાના સેવનથી શરીરના કૃમીનું પ્રમાણ ઓછુ થઈ જાય છે. તેમજ નાના બાળકો સિવાય મોટાઓ માટે પણ અરીઠા ખુબ અસરકારી સાબિત થાય છે.
- જો તમને ખરતા વાળની તકલીફ હોય તો તમે આ માટે અરીઠા નો ઉપયોગ કરી શકો છો. આ માટે થોડા નારિયેળ તેલમાં 4 ચમચી અરીઠાનો પાઉડર મિક્સ કરીને તેને વાળમાં લગાવો અને પછી અડધી કલાક પછી વાળને શેમ્પુ વડે ધોઈ નાખો. આ ઉપાય કરવાથી તમારા ખરતા વાળની તકલીફ ઓછી થઈ જશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.