આજની દુનિયામાં બધાને સારું, ફીટ અને યંગ દેખાવું છે. કોઈ પણ માણસને બીમારી અને ગઢપણ નથી જોઈતું. તેની માટે લોકો ઘણી મહેનત કરે છે. કસરત, યોગા, જીમ વગેર ઘણું કાર્ય કરે છે. તે લોકો તો ફીટ અને તંદુરસ્ત દેખાઈ છે. પણ ઘણા લોકો આ કાર્ય નથી કરતા અને તેઓ સમય પહેલા બીમારી અને ગઢપણ તરફ ચાલ્યા જાય છે. આજે એવી વાત લઈને અમે આવ્યા છીએ જે જાણીને તમે હેરાન થઇ જશો. આ ઉપાય સામાન્ય ઘરમાં જ રહેલો છે. જેનાથી શરીર ફીટ અને સ્કીન પર કોઈ પણ પ્રકારની કરચલીઓ નહિ દેખાય. જેનાથી તમારી ઉમર લગભગ કોઈને ખબર નહિ પડે તેનું કારણ છે, રોજે આટલી વસ્તુનું નિયમિત સેવન તો ચાલો જાણીએ આગળ શું શું તે વસ્તુ છે.
બધા જાણતા જ હશો કે, એવી કોઈ દવા નથી આવતી જેનાથી આપણી ઉમર આગળ વધતા અટકાવી શકીએ. પણ હા એવા આયુર્વેદમાં નુસખા કહેવામાં આવ્યા છે, જેનાથી ઉમર અટકાવી શકીએ નહિ પણ ફીટ અને યંગ લાંબા સમય સુધી દેખાઈ શકીએ. તો આજે તેના વિષે જાણવાનું છે. અને તે ઉપાયોની કોઈ આડઅસર પણ તમને થશે નહિ..
- તંદુરસ્ત અને ફિટ રહેવા માટે ઉપયોગી છે આ 5 વસ્તુ.
પહેલી એવી વસ્તુ છે, ગાજર. જેનાથી આપણી સેહત અને શરીર બંને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. ગાજર પગથી લઈને દાંત સુધી ફાયદો કરે છે. રોજે નિયમિત ગાજરનું સેવન કરવાથી, દાંતનો દુખાવો હંમેશા દુર રહે છે. તેનાથી જરૂરી કેલ્શિયમ દાંતને મળે છે, જેનાથી લાંબા સમય સુધી દાંતને મજબુત રાખી શક્ય છે. રોજે નિયમિત ગાજરનું સેવન આંખો માટે પણ ખુબજ ફાયદાકારક છે. આંખો ઉમર સાથે કમજોર થાય છે પણ ગાજરનું સેવન આંખોની રોશની વર્ષો સુધી તેજ રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ ગાજરને આંખોની માટે શ્રેષ્ઠ ઔષધી કહેવામાં આવ્યું છે.
બીજી વસ્તુ છે, ટામેટા. જેનાથી શરીરમાં વિટામીન C જરૂરત પ્રમાણે મળી રહે છે. સૌથી વધારે વિટામીન C જરૂરી છે, ચામડી માટે રોજે ટમેટાનું જ્યુસનું સેવન કરવા લાગો થોડા દિવસમાં સ્કીનમાં ફરક લાગશે પેલા કરતા વધારે સ્કીન ચમકવા લાગશે. ગાજરની જેમજ, ટામેટાના જ્યુસથી આંખોને પણ ખુબજ ફાયદો કરે છે.
ટમેટાનું રોજે સેવન કરવાથી આંખોના નંબર ઓછા કરવામાં મદદ કરે છે. ટામેટા લગભગ બધી જ જગ્યાએ ઉપયોગમાં આવે છે. ખાવાની વસ્તુથી માંડીને મહિલાઓના મેકઅપની વસ્તુ સુધી. તો આપણે જાતેજ ટામેટાનો ઉપયોગ કરી સ્કીનને સાફ અને ચમકતી બનાવવા જાતે ટામેટાનો ઉપયોગ કરો જોઈએ.
ત્રીજી વસ્તુ છે, દહી. દહીં કેલ્શિયમનો ખજાનો છે. વધારે માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામીન B-12 મળી આવે છે. કેલ્શિયમ વધારે હાડકા માટે જરૂરી વસ્તુ છે. જેનાથી હાડકા મજબુત બને છે. દહીંમાં એવા પણ બેક્ટેરિયા મળી આવે છે જેનાથી ભૂખ લાગવાનું પ્રમાણ વધે છે અને સાથે સાથે પાચનશક્તિ પણ વધારે કરવામાં મદદ કરે છે. આયુર્વેદના કહેવા પ્રમાણે નાની બીમારી કે મોટી બીમારી બધી જ પેટથી ચાલુ થાય છે. બીમારી પેટથી ઉદભવી અને આગળ વધે છે. તો પેટને મજબુત રાખવા માટે દહીનું સેવન કરવું સારું રહે છે. દહીનું સેવન વધારે સવારે નાસ્તામાં કરવું જોઈએ જેનાથી આખો દિવસ પેટ સાફ રહે છે.
ચોથી વસ્તુ છે, પાલક. પાલકની ભાજીનું નામ સાંભળ્યું હશે. બધી વસ્તુમાં પાલકનું મહત્વ વધુ છે. પાલક સ્વાસ્થ માટે સુથી શ્રેષ્ઠ ઔષધી છે. ગઢપણમાં ચામડી તમે જોઈ હશે કેવી થઇ જાય છે. પાલકના સેવનથી ચામડીની કરચલી ઓછી થાય છે. ઉમર નથી વધી તો પણ ઘણા લોકોને ચામડીમાં કરચલીઓ આવી જાય છે તેની માટે પાલકનું સેવન ખુબજ ફાયદાકારક છે. પાલકમાં આયુર્વેદિક ગુનો રહેલા છે. જેનાથી ચામડીમાં ઘટતું તત્વ પૂરું મળી રહે છે અને ચામડીને ક્યારે કમજોર થવા નહિ દે. પલાકથી મગજની યાદશક્તિ પણ વધારવામાં મદદ મળે છે. તેમજ લોહી સબંધિત બીમારીમાં પણ પાલક કરગર સાબિત થાય છે.
પાંચમીવસ્તુ છે,નારંગી. નારાગીનો ઉપયોગ જાણતા હશો. મોટી કંપનીના ફેશવોશમાં નારંગીનો ઉપયોગ ખીલ, કાળા દાગ દુર કરવા માટે વાપરવામાં આવે છે. તેનાથી બેસ્ટ ઉપાય છે. તમે જાતે નારંગીનું સેવન ચાલુ કરો અથવા નારંગીને ક્રશ કરીને ચહેરા પર લગાવો જેનાથી ખીલ જેવી સમસ્યા જલ્દીથી સારી થશે.
સ્કીનને ચમકાવવા જાતે નારંગીને ક્રશ કરીને ચહેરા પર લગાવી 10મિનીટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો. રોજે આ કાર્ય કરવાથી સ્કીનના ઘણા પ્રોબલમ દુર રહેશે. તેમજ નારંગીના સેવનથી લોહીના ગતિની પ્રક્રિયા બિલકુલ સેફ રહે છે. લોહીની ગતિ નિયંત્રિત રહેવાથી હાર્ટ અટેક જેવી સમસ્યા ખુબજ દુર રહે છે. કોઈને પણ હૃદયની બીમારી હોય છે. તેને ડોકટરો નારંગીનું સેવન કરવાનું કહે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.