આજે મોજા જીવન જરૂરિયાતનું અભિન્ન સાધન દેવું બની ગયું છે. સવારે જોગિંગ માટે જઈ કે ઓફિસ જઈએ, મોજા રોજ પહેરતા જ હોઈએ છીએ. ઘણી લેડીઝ પર બારેમાસ મોજા પહેરતી હોય છે. અમુક લોકોને એવી આદત હોય છે કે તેઓ હંમેશાં સફેદ કપડાં અને સફેદ મોજાં જ પહેરતા હોય છે. ગમે તેટલા ગંદા થાય સફેદ જ પહેરવાનું. પણ ઘરના લોકો સાફ કરતા કંટાળી જાય છે.
ગમે તેટલા પ્રયત્નો કરો સફેદ મોજાં બરાબર સાફ થતા હોતા નથી. તેમાં પડેલા ઝિદ્દી ડાઘ જલદી નીકળતા હોતા નથી. જેના કારણે ધોયા હોવા છતાં મોજાં મેલા કે ગંદા લાગતા હોય છે. તો તમને આજે એક સરળ રીત બતાવીએ જેનાથી તમારા સફેદ મોજાં થોડા સમયમાં બગલાની પાંખ જેવા થઈ જશે.
વિનેગર- રસોઈમાં વિનેગરનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થતો હોય છે. અને તેમાં પણ ખાસ કરીને ચાઈનીઝ આઈટમ તો એના વગર અધૂરી લાગતી હોય છે. પણ આ વિનેગર સફેદ મોજા સાફ કરવા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.
એક તપેલીમાં બે કપ પાણી લઈ ઉકળવા મૂકવું જોઈએ. પાણી ઉકળે એટલે તેમાં એક કપ સફેદ વિનેગર રેડવું. આ બંને વસ્તુ મિક્સ કરેલા પાણીમાં રાત્રે મોજાં પલાળી દેવા. આખી રાત પલાળી રાખેલા મોજાં સવારે ખાલી પાણી વડે બ્રશ લગાવી સાફ કરો. તો એક દમ ચમકવા લાગશે.
બ્લીચ- બ્લીચ વડે કોઈપણ સફેદ વસ્તુ જલદી સાફ થઈ જાય છે. એવી રીતે તમારા સફેદ મોજાં પણ બ્લીચ વડે સાફ કરશો તો વધારે જલદી ચોખ્ખા થઈ જશે. એક તપેલીમાં ગરમ પાણી કરો. તેમાં ચાર ચમચી જેટલું બ્લીચ નાખો. પછી તેમાં એક ચમચી જેટલો વાસણ ધોવાનો સાબુ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં મોજા પલાળો. 15થી 20 મિનિટ સુધી આ પાણીમાં મોજા પલાળી રાખો. થોડા સમય બાદ બહાર કાઢી સાદા પાણીથી સાફ કરી નાખો.
વાસણ ઘસવાનું લિક્વીડ- જેવી રીતે વાસણને ડિશ વોશર લિક્વીડ કે પાઉડર ચમક આપે છે. એવી જ રીતે તમારે કાળા અને ગંદા થઈ ગયેલા મોજાંને આ પાઉડર કે લિક્વીડ ખૂબ જ જલદી સાફ કરશે. એક જગમાં ગરમ પાણી લો. તેમાં વાસણ ઘસવાનો થોડો પાઉડર અથવા લિક્વીડ રેડો બરાબર હલાવી તેમાં સફેદ મોજાં નાખો. આ પાણીમાં આખી રાત મોજાં પલાળી રાખો. સવારે ધોઈ નાખો. એક દમ ચમક આવી જશે. જાણે હમણાં જ નવા ખરીદ્યા હોય.
બેકિંગ સોડા- બેકિંગ સોડા વડે પણ તમે કાળા અને ગંદા થયેલા મોજા સાફ કરી શકો છો. એક જગમાં કે નાની ડોલમાં થોડું પાણી લેવું તેમાં બે ચમચી જેટલો બેકિંગ સોડા રેડો. આ પાણીમાં બે કલાક સુધી મોજાં પલાળી રાખો, આખી રાત પલાળશો તો પણ વાંધો નહીં આવે. તે સિવાય બેકિંગ સોડામાં કપડાં ધોવાનો પાઉડર અને વિનેગર ઉમેરીને પણ પાણી તૈયાર કરો અને તે પાણી વડે મોજાં સાફ કરો. મોજાંમાં નવી ચમક આવી જશે.
લીંબુ અને વાસણ ઘસવાનો સાબુ- એક વિચાર આવે કે લીંબુ અને વાસણ ઘસવાનો સાબુ કેવી તે મોજાં સાફ કરી શકે તો ચાલો જોઈએ, 3-4 ગ્લાસ ગરમ પાણી કરો. તેમાં અડધો કપ લીંબુનો રસ અને વાસણ ઘસવાનો સાબુ મિક્સ કરો. આ મિશ્રણમાં 20 મિનિટ સુધી ઉકાળો. સાદા પાણીમાં થોડી વાર બાદ મોજાં ધોઈને સુકવી લો.
એસ્પ્રીન- એસ્પ્રીન નામની ગોળી આપણે મોટાભાગે માથાનો દુખાવો થાય ત્યારે લેતા હોઈએ છીએ. પરંતુ તેનાથી તમારા કાળા ડાઘ દૂર કરશે. આ ત્રણ ગોળી લઈ તેને પાણીમાં ઓગાળી નાખો. બરાબર ઓગળી જાય એટલે મોજાં તેમાં પલાળવા. થોડા સમય બાદ ચોખ્ખા પાણીથી બ્રશ મારી મોજાં સાફ કરો.
આ રીતે તમે રોજિંદા જીવનમાં ઉપયોગી લેવાતા મોજાંને ઘરેલુ ઉપાય કરીને સાફ કરી શકો છો. તમે સફેદ મોજાની ઉપર બ્લીચ રેડી થોડી વાર રહેવા દેશો તો પણ ચોખ્ખા થઈ જશે. જો તમારા મોજાં સાફ હશે તો તમને સ્કીનને લગતા રોગથી બચી શકશો.