👁️આપણા શરીરનો સૌથી મહત્વ પૂર્ણ પાર્ટ એટલે આંખ. આપણે આંખ વગરના જીવન માત્રની કલ્પનાથી પણ ધ્રુજી ઊઠીએ. હા દોસ્તો આપણા શરીરના આ મહત્વના હિસ્સાથી જ આપણે આ સુંદર મજાની દુનિયાને જોઈ શકીએ છિએ. તો આ આંખની સંભાળ આપણા માટે ખૂબ જ જરૂરી છે.
👁️આજે સૌ મોબાઈલ અને કમ્પુટરનો સવિશેષ ઉપયોગ કરવા લાગ્યા છીએ અને તે આપણી આંખો માટે બિલકુલ બરાબર નથી. આપણી આંખોની પાસેથી આપણે જેવુ કામ લઈએ છીએ તો એ મુજબ આંખોની સંભાળ પણ જરૂરી છે. જો તમારી આંખોની રોશની એક વાર ઓછી થઈ એટલે ધીમે-ધીમે આંખોને લગતી અનેક તકલીફો થવા લાગે છે. આજે આપણે આંખોની સંભાળ માટે શું કરવું જોઈએ તેની જ વાત કરવા જઈ રહ્યા છીએ.
👁️આંખોની રોશની માટે ફળો અને શાકભાજી જેવા કે લીલા પાંદડાવાળા તમામ શાક, કેળાં, કિવિ, અનનાસ, ગાજર, શક્કરીયાં, સંતરા, મોસંબી, વગેરે જેવા ફ્રૂટનું સેવન હરરોજ કરવાનું રાખો તે બધામા ભરપૂર માત્રામા પ્રોટીન અને વિટામીન્સ સમાયેલા છે. જે આંખો માટે ખૂબ જ ફાયદા કારક છે. આના સિવાય દૂધ, મગફળી અને દૂધની તમામ બનાવટો આંખોની રોશની માટે ખૂબ જ લાભકારી છે.
👁️આંખોને પૂરતા આરામની પણ જરૂરત હોય છે આપણે તેની પાસેથી વધારે કામ લઈએ અને આરામ ના આપીએ તો આંખોની નીચે કાળા કુંડાલા પણ થઈ જાય છે. આપણી આંખોને ઓછામાં ઓછો સાત થી આઠ કલાકની ઊંઘ તો મળવી જ જોઈએ.આથી એક વાતનું ધ્યાન રાખવાનું કે વહેલું સુવાનું અને વહેલું જાગવાનું.
👁️આંખોની રોશની વધારવા માટે મેથી ખૂબ જ ફાયદા કારક છે. એક ચમચી મેઠીને રાત્રે પાણીમાં પલાળી દેવાની અને સવારે મેથીના દાણા કાઢી લઈને ખાલી પેટે આ વધેલું પાણીને પીવાનું. આમ કરવાથી આંખો સતેજ બને છે. બન્ને પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાથી પણ આંખોને ઘણો ફાયદો થાય છે. આ દાણાનો પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થશે.
👁️આંખોની રોશની વધારવા માટે કોથમીર એક બેસ્ટ ઉપાય છે. પોતાના રોજિંદા શાકમાં તમે કોથમીરનો થોડો વધારે ઉપયોગ કરી શકો છો. કોથમીરની વિવિધ ચટણી બનાવીને પણ તમે તેનો ઉપયોગ વધારી શકો છો.
👁️આંખોની કેર કરવા માટે સૌથી પહેલા તો તમારે મોબાઈલથી થોડી દૂરી બનાવીને રાખવી ખૂબ જ જરૂરી છે. બીજું તમારે તમારા રોજિંદા ખોરાકમાં આંખોના માટે ફાયદા કારક ચીજોનો સમાવેશ કરવો જરૂરી છે. તમારા ખાન-પાનમાં સુધારા કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.
👁️આપણે આપણા ખોરાકમાં વિટામિન-A અને વિટામિન-C વાળી વસ્તુનો સવિશેષ ઉપયોગ કરીને પોતાના ખોરાકને સંતુલિત બનાવીને આંખોની માવજત કરી શકીએ છીએ. સાથે આપણે કલાકો સુધી લેપટોપ પર કામ કરીએ છીએ ત્યારે આપણી આંખોને થોડી કસરત અને આરામની પણ જરૂરત હોય છે. તો આંખોને પાંચ મિનિટ પટપટાવો જેનાથી તેને ઘણો આરામ મળશે.
👁️જો તમને આંખોમાં વધારે નંબર હોય તો એક સરસ અને સરળ ઉપાય છે. તમારે હરરોજ સવારે અને સાંજે ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવું જોઈએ. આમ કરવાથી ઘણાને નંબર ઉતરી પણ જાય છે. અને આંખોની રોશનીમાં વધારો થાય છે. આ ઉપાય જો શિયાળાની ઋતુમાં કરવામાં આવે તો આનું પરિણામ ઘણું જ સારું મળે છે.
👁️દોસ્તો આટલી બાબતોને ધ્યાનથી ફોલો કરવામાં આવે તો લાંબા સમય સુધી આંખોને તંદુરસ્ત રાખી શકાય છે. જો આંખોને નંબર છે તો આ પ્રોબ્લેમ પણ માત્ર થોડા જ સમયમાં દૂર થઈ શકે છે. અને જેઓની આંખો પહેલેથી જ તંદુરસ્ત છે તેને આ બાબતોનો ખ્યાલ રાખવાથી ક્યારેય આંખની બીમારી આવતી નથી.
જો આવી આંખ ની સમસ્યા વિષે ની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.