આજકાલ ચામડીના અલગ અલગ રોગો લોકોમાં જોવા મળી રહે છે. ક્યારે તમે નામ પણ નહીં સંભાળ્યું હોય તેવા તેવા રોગો લોકોને થઈ રહ્યા હોય છે. વધારે ચામડીના રોગ જે જગ્યાએ વધારે પરસેવો રહે છે તેવી જગ્યાએ થાય છે. ન્હાવામાં જે શરીરનું અંગ બરાબર સાફ નથી કરતાં તેવી જગ્યાએ ચામડીનો રોગ થવો આમ વાત બની ગઈ છે. સૌથી પહેલા ચામડીના રોગને રોકવા માટે ન્હાતા સમયે ખાસ ધ્યાન રાખવું કે, બધા જ અંગો બરાબર સાફ કરવા. સૌથી પહેલા ચામડીના રોગ રોકવા માટે આ કાર્ય જરૂરી છે.
ચામડીમાં થતાં અલગ અલગ ખરજ્વા, ધાધર એક મોટી સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને રોકશો નહીં તો શરીરના બીજા આંખો પર પણ થવા લાગે છે. એક પ્રકારે આ સમસ્યા ચેપી હોય છે. ધાધર પણ અલગ અલગ પ્રકારની હોય છે. રાતી ધાધર, કાળી ધાધર. આ રાતી ધાધર મટાડવામાં આસાની રહે છે પણ કાળી ધાધર જલ્દીથી નથી નીકળતી. ગમે તેવી ધાધર મટાડી શકાય છે પણ તેમાં સમય લાગે છે. આજે આ આર્ટિકલમાં તમને જણાવીશું કે, ચામડીના રોગને પણ આયુર્વેદિક ઉપાયથી દૂર કરી શકાય છે.
- લસણ-
લસણમાં રહેલા ગુણ ધાધરની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. લસણમાં રહેલું અંજોઈ નામનું એન્ટિફંગલ તત્વ ગમે તેવી ચામડીના રોગમાં ઉપયોગી સાબિત થાય છે. લસણને ફોલિ પછી તેને થોડું પીસી લેવું અને તેને ધાધરના ભાગ ઉપર લગાવવાથી ખંજવળ તેમજ આગળ ફેલતી ધાધર અટકે છે. લસણ લગાવ્યા બાદ તેની ઉપર કપડાં વડે પાટો બાંધી રાખો તો વધારે સારું રહેશે. પાટાની મદદથી લસણ સુકાઈ અને ઊખડશે નહીં.
- ટામેટાં-
એક ટમેટાનો રસ કાઢી તેની અંદર 15 ગ્રામ જેટલું ટોપરું મિક્સ કરી પછી તેને ધાધર પર લગાવી હળવા હાથે માલિશ કરવી. 20 મિનિટ પછી સારી રીતે ન્હાઈ લેવું અને ધાધર પર લગાવેલું ટમેટાનો રસ અને ટોપરું સાફ કરી લેવું. આ કાર્ય નિયમિત એક વાર દિવસમાં કરવું જેથી ધાધર જલ્દીથી નીકળવા લાગશે. જ્યારે પણ શરીરમાં ધાધર થવાની શરૂઆત થાય ત્યારે ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી અને ધાધર થવાની જગ્યા પર લગાવી માલિશ કરી અને પછી સાફ પાણીથી ન્હાઈ લેવું. ધાધરની સમસ્યા આગળ વધતી અટકવા લાગશે.
- નિલગિરી તેલ-
સૌથી પહેલા બે ચમચી પાણી લેવું તેની અંદર એક ચમચી નિલગિરી તેલ મિક્સ કરી અને બરાબર મિક્સ કરવું. પછી કોટનની તેમાં ભીનું કરી અને ધાધર પર લગાવવું અને તેને ધાધર પર લગાડેલું રહેવા દેવું. જેટલો સમય ત્યાં રહે એટલું સારું રહેશે. નિલગિરીનું તેલ ફૂગના તત્વોને આસાનીથી મારી શકે છે અને ધાધર પર ફૂગ માથી થતો રોગ છે. તેની માટે નિલગિરીનું તેલ સૌથી વધારે કારગર સાબિત થાય છે.
- યુરીન
આપણી ભાષામાં યુરીન એટલે પેશાબ થાય છે. તમને નવાઈ લાગશે કે. પેશાબથી પણ ધાધર મટાડી શકાય છે. હા દોસ્તો આપણાં પેશાબથી ધાધર આસાનીથી મટાડી શકાય છે. તમને ધાધર રહેલી છે તો, એક નાની બોટલની અંદર તમારો પેશાબ ભરી લેવો અને તેને 3 થી 4 દિવસ રાખી મૂકો. પછી તેમાથી થોડું પેશાબ રૂ ની મદદથી ધાધર પર લગાવો. આ કાર્ય નિયમિત દિવસમાં બે કે ત્રણ વાર કરવું ધાધરની સમસ્યા થોડા દિવસમાં દૂર થવા લાગશે અને ખંજવાળ આવતી પણ બંધ થઈ જશે. (જો તમને આ ઉપાય યોગ્ય ના લાગે તો બીજો કોઈ ઉપાય કરવો.. પણ આ ઉપાય છે ખુબ કારગર અને મહત્વનો)
- હળદર-
હળદર સૌથી વધારે ઉપયોગ ચામડી માટે કરવામાં આવે છે. ચામડીના અલગ અલગ રોગોને હળદર કાઢી શકે છે. હળદરની મદદથી મહિલાઓ પોતાનો ચહેરો ગોરો કરી શકે છે. હળદર ચામડીની ચમક સાથે ચામડીની રોગો સામે રક્ષા પણ કરે છે. ધાધર હોય તેવા લોકોને એક ચમચી હળદર અને તેની અંદર એક ચમચી પાણી મિક્સ કરી બરાબર મિક્સ કરી અને ધાધર ઉપર લગાવો. હળદરમાં રહેલું તત્વ એન્ટિબાયોટિક રીતે કામ કરશે અને ધાધરને આગળ વધતી અટકાવશે. ધાધરમાં રહેલા કીટાણુ મરવા લાગશે અને ધાધરમાં આવતી ખંજવાળ થોડા સમયમાં બંધ થઈ જશે. આ કાર્ય નિયમિત દિવસમાં એક વાર જરૂર કરવું જેથી ધાધરની સમસ્યા જલ્દીથી મટાડી શકાય.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.