ત્રીસી વટાવ્યા બાદ યુરિક એસિડની સમસ્યા એકાએક વધી જવાની શક્યતા ઘણી વખત ઉભી થાય છે. ઘણી વખત શરીરની માંસપેશીઓમાં સોજા પણ આવી જતા હોય છે. શરીરના અમુક ભાગોમાં દુખાવો થવા લાગે છે. જે આજીવન રહી શકે છે. તેના કારણે સંધિવા, સુગર, હાર્ટ, કિડનીના રોગોનું જોખમ પણ વધે છે. આવી પરિસ્થિતિમાં યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. અહીં તમને આજે યુરિક એસિડ શું છે અને તેને કંટ્રોલ કરવા માટે ઘરગથ્થુ ઉપચારો જણાવીશું.
યુરિક એસિડ- આપણા શરીરમાં યુરિક એસિડ બને છે. જ્યારે પાચનક્રિયા અને શરીરના કોષોમાં હાજર પ્યુરિન ન્યુક્લિયોટાઈડ્સ તૂટી જાય છે. જ્યારે આપણે અસંતુલિત અને અનિયમિત આહાર લઈએ છીએ, તો તે આપણા શરીરમાં વધવાની સંભાવના છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે ત્યારે તે કિડનીમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી શકતું નથી. જેના કારણે આપણને ઘણી બીમારીઓ થાય છે.
ક્યા ક્યા લક્ષણો હોય- શરીરની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધવાના કારણે સાંધામાં દુખાવો અને સોજો આવે છે. હાથ, પગની અંદર ખૂંચવા લાગે છે. અને અસહ્ય પીડા થાય છે. માંસપેશીઓમાં સોજો આવી જતો હોય છે. જેના કારણે માંસપેશીઓમાં દુખાવો થાય છે. કમર, ગળું, ઘૂંટણ જેવા સાંધાના દુખાવા થાય છે. વધારે પ્રમાણમાં યુરિક એસિડ શરીરમાં જમા થવાના કારણે હાડકાની સમસ્યા પણ ઊભી થતી હોય છે. કોઈ કોઈ વાર પેશાબમાં બળતરા કે પેશાબ જવામાં પણ પરેશાની થવા લાગે છે.
ક્યા કારણે વધે છે યુરિક એસિડ- યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ છે તમારી ખાણીપીણી અને લાઇફસ્ટાઈલ, ઓછી ઉંઘ, તણાવ, વધારે પડતા તળેલા ખોરાક ખાવાથી. તમારો આહાર જો વધારે પડતો પ્રોટીનથી ભરપૂર હશે તો પણ યુરિક એસિડ વધી શકે છે. વજન વધારે હોવાથી પણ આ તકલીફ થતી હોય છે. તે ઉપરાંત યોગ્ય સમયે ન જમતા હોવાથી પણ યુરિક એસિડની સમસ્યા થાય છે.
તેનાથી બચવાના ઉપાય- લીંબુનો રસ- લીંબુમાં યુરિક એસિડ ઓછી કરવાની તાકાત રહેલી છે. તો રોજ સવારે તમે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. ઘણા લોકો સવારે નરણાં કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીતા હોય છે. તો એ પણ ગુણકારી સાબિત થશે. દરરોજ ખાલી પેટે લીંબુનો રસ અને ગરમ પાણી પાવીથી યુરિક એસિડ ઝડપથી કંટ્રોલમાં આવી શકે છે.
અળસી- અળસી મોટાભાગના રોગોનું જોખમ ઘટાડવાનું કામ કરે છે. તે વજન ઘટાડવાથી માંડીને યુરિક એસિડને કંટ્રોલ કરે છે. જો તમારા શરીરમાં યુરિક એસિડની માત્રા વધી ગઈ હોય તો રોજ સવારે ખાલી પેટે અળસીના બી ચાવીને ખાઈ જવા. જે યુરિક એસિડ માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.
અજમો- અજમાને એક ઔષધ તરીકેનું સ્થાન મળ્યું છે. તેને ઘણી ઔષધીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે શરીરને અનેક ફાયદા આપે છે. જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો પલાળી રાખો. સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરવું. નિયમિત અઠવાડિયા સુધી અજમાનું પાણી પીશો તો સારી રીતે કંટ્રોલમાં આવી જશે.
આદુ- શરદી, ખાંસી, કફની સમસ્યામાં આદુ ખૂબ જ ગુણકારી છે. આદુવાળી ચા અથવા તેનો રસ ગમે તેવી શરદીને 2-3 દિવસમાં ઠીક કરે છે. તેવી જ રીતે યુરિક એસિડ વધતા આદુનો ઉકાળો બનાવીને તમે પી શકો છો. અથવા વધારે આદુ નાખી તમે ચાનું પણ સેવન કરી શકો છો. તે ઉપરાંત શરીરમાં સોજા આવી ગયો હોય તો આદુના તેલની માલિશ કરી શકો છો. જેથી દુખાવામાં પણ રાહત મળશે.
લસણ- લસણ શરીર માટે તેમજ હૃદય માટે બેસ્ટ માનવામાં આવે છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે. લસણની 2 કે 3 કળી તમે રોજ ખાશો તો યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે. અને ઘણા લોકો આ બીમારીથી બચી પણ શકે છે. તેથી જેને યુરિક એસિડના લક્ષણો જણાય અચૂક લસણનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.
ઓલિવ ઓઇલ- ખોરાકમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો. ઓલિવ ઓઈલમાં વિટામિન-ઈ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ રીતે સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આપણે શરીરમાં યુરિક એસિડના સ્તરને પણ સંતુલિત રાખી શકીશું.
જો વધારે માત્રામાં એસિડનું પ્રમાણ વધે તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.