આજકાલ ના ભાગ-દોડ વાળી જીંદગીમાં કોઈ પાસે શાંતિથી બેસવાનો કે સુવાનો સમય નથી. આટલું કામ હોવા છતાં અમુક લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી. એટલા માટે લોકો ઊંઘ આવી જાય તે માટે દવા લેવાનું શરુ કરી દે છે. પણ દવા આપણા શરીર માટે નુકસાન કારક હોય છે. માટે જેમ બને તેમ તેનાથી દુર રહેવું જોઈએ. અમુક લોકો તો ટ્રાવેલ કરતા હોય ત્યારે અથવા ઓફીસે કામ કરતા હોય ત્યારે તેની ખુબ નીંદર આવે છે પણ અમુક લોકોને ઘરે રાત્રે સમયસર ઊંઘ નથી આવતી.
ઊંઘ ના આવવાની સમસ્યા દુનિયામાં લગભગ 30% જેટલા લોકોને હશે. લોકો સમજે છે કે ઊંઘ ના આવવી તે કોઈ મોટી સમસ્યા નથી પણ આ નાની સમસ્યા ક્યારે મોટી થઈ જાય તે ખબર નથી પડતી કારણકે બરાબર ઊંઘ ન આવવાથી શરીર અને મગજ ઉપર અસર પડે છે. જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી અને કદાચ આવી જાય તો થોડી-થોડી વારે ઊંઘ ઉડી જાય છે તો આવા લોકોને સમય જતા માથા નો દુખાવો થવા ની શક્યતા વધી જાય છે.
ઊંઘ બરાબર ના આવવાથી શરીરમાં આખો દિવસ ચુસ્તી અને શરીર થાકેલું લાગે છે અને કામમાં પણ બરાબર મન નથી લાગતું. ઓફીસ કે ઘરમાં બધા પર ગુસ્સો આવે છે. વાત-વાતમાં સ્વભાવ કજિયાળો થવા લાગે છે. કારણ વગર કોઈ ની પણ સાથે ઝગડા થવા લાગે છે.
ઊંઘના આવવાથી જે લોકો ઊંઘની દવા લે છે. તે શરીર ઉપર બહુ ખરાબ અસર કરે છે.આવી દવાથી શરીરમાં ઘણા બધા સાઈડીફેક્ટ થાય છે જેમકે આવી ગમે તેવી દવાથી આપણી કીડની કે લીવર પર અસર થાય છે. ઊંઘ બરાબર ના આવવાથી અમુક લોકોને માથાનો દુખાવો થાય છે અને તે માથાની દવા લે છે. તો આ દવા શરીર લાંબા સમયે ખતરનાક સાબિત આ દવાથી માથાના વાળ સફેદ થવા લાગે છે.અને જો રેગ્યુલર આ દવાનું સેવન કરવામાં આવે તો આ દવાની આદત પાડવા લાગે છે. રાત્રે જમ્યા પછી જે લોકો જલ્દી સુઈ જાય છે. તેવા લોકોને થોડું ચાલવું જોઈએ જેનાથી સરસ નીંદર આવે છે.
જે લોકોને ઊંઘ નથી આવતી આવા લોકોને તેના આખા દિવસનું શીડ્યુલ બનાવવું જોઈએ અને તેનું બધું કામ ટાઈમ સર પૂરું કરવું જોઈએ. રાત્રે સમય સર જમી અને સુવું જોઈએ. ટીવી-મોબઈલ જેવી વસ્તુથી બને એટલું રાત્રે દુર રહેવું જોઈએ રાત્રે સુતા સમયે કામ અને બીજી કોઈ પણ વસ્તુના વિચાર કરવા જોઈએ નહી જો અને મગજને એકદમ શાંત રાખવું. જો આવું રોજે કરવા લાગો તો તમને જરૂર બરાબર ઊંઘ આવશે.
ઊંઘ બરાબર લાવવા માટે રાત્રે ભરપેટ ભોજન કરવું જોઈએ નહી થોડું પેટ ખાલી રાખવું એટલા માટે કે પેટ ભરીને ભોજન કર્યું હોય ત્યારે તમારા પેટમાં પાચનક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. આથી તમારા મગજને આરામ મળતો નથી.
ખોરાકને જલ્દી થી પચાવવા માટે જમ્યા પછી થોડા ડગલા ચાલવું જોઈએ (ઓછામાં ઓછા 500 ડગલા, પણ જો 1000 ડગલા ચાલો તો ઉત્તમ) અને પાચનક્રિયા સારી બનાવવા માટે જમ્યા પછી તમે કેળા ખાવ તો જમવાનું સારી રીતે પચી જાય છે.અને રાત્રે ભૂખ લાગવાની સમસ્યા પણ દુર થાય છે.
દુધમાં થોડી હળદર નાખવી અને ગરમ કરીને પીવાથી પણ સારી ઊંઘ આવે છે અને ગરમ દુધથી પેટની તકલીફ પણ દુર થાય અને હળદરથી આપની સ્કીન પણ સારી થવા લાગે છે. આથી સુતા પહેલા ગરમ દૂધ પીવું ફાયદાકારક છે. આ દૂધ તમને બધી પ્રકારે લાભદાઈ છે.
જો તમને કબજિયાત જેવી તકલીફ પણ હોય તો ત્રિફલા ચૂર્ણ લેવાનું શરુ કરવું જોઈએ આ ચૂર્ણથી ઊંઘતો સારી આવે છે સાથે-સાથે પેટ પણ સાફ થઈ જાય છે.એક ચમચી ત્રિફલા ચૂર્ણ જમ્યા ના થોડા સમય બાદ લેવું આ ચૂર્ણ લેવાથી તમારી પાચનક્રિયા સારી થશે અને ઊંઘ પણ બરાબર આવશે.
હવે જુઓ, ઉપરના ઉપાય બાદ પણ તમને જરા પણ ઊંઘ ના આવતી હોય તો, તમે પ્લીઝ ડોક્ટરની મદદ લો. કેમ કે, તો તમને કોઈ બીજી તકલીફ હોય શકે છે, જેમ કે ટ્રેસ, માનસિક સમસ્યા વગેરે વગેરે.. આ માટે ડોક્ટર તમારી પૂરી તપાસ કરશે. બાદમાં તમને યોગ્ય સજેશન આપશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.