ખરાબ લાઇફ સ્ટાઇલ અને અનિયમિત ખોરાકના કારણે વ્યક્તિને અપચો પેટમાં દુખાવો જેવી અનેક તકલીફો થવા લાગી છે. એવા સમયે તમારે બને તો ખાવાનું ઓછું અથવા હલકો ખોરાક લેવો જોઈએ. જેથી તકલીફ વધે નહીં. ઘણા લોકોને કબજિયાત, અપચો, ગેસ, પેટમાં ભરાવો થઈ જવો જેવી પરેશાની રહેતી હોય છે. આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસખા જણાવીશું જેનાથી તમારી પેટની સમસ્યા સરળતાથી દૂર થઈ જશે.
પેટમાં વારંવાર ગેસ થાય એ સામાન્ય બાબત છે. પરંતુ તેના કારણે કેટલીક વખત છાતીમાં દુખાવો, મઆથું દુખવું, ઉલ્ટી થવી વગેરે જેવી બીજી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તો આ તકલીફને તમે દવાઓને બદલે ઘરે ઉપચાર કરીને દૂર કરી શકો છો. ઘણા લોકોને પેટ ફૂલવા પણ લાગતું હોય છે. વધારે ગેસ થઈ જવાના કારણે પરંતુ આ પરેશાનીને સામાન્ય ન લેવી જોઈએ તેનાથી જીવલેણ રોગ પણ થઈ શકે છે. તો આજે તમને જણાવીશું કે પેટની કોઈ પણ સમસ્યા હશે તે કેવી રીતે સરળતાથી ઘરે ઉપાય કરીને દૂર કરી શકાય.
પેટની સમસ્યાથી કઈ તકલીફ થાય– પેટ બરાબર સાફ ન થવાના કારણે આપણને પહેલા તો ભૂખ લાગતી નથી. ચહેરા પર ફોલ્લી, ખીલ થવા લાગે છે. જેના કારણે આપણો ચહેરો ખરાબ દેખાય છે.
દુનિયાભરની બીમારી પેટની સમસ્યાના કારણે જ થતી હોય છે. પેટમાં તકલીફ હોય તો માથાનો દુખાવો, સફેદ વાળ જલદી આવવા, ચહેરા પર કરચલીઓ પડી જવી, શરદી, તાવ, કમળો, હાર્ટએટેક વગેરે જેવી સમસ્યા પેટના કારણે જ થતી હોય છે. જો તમારું પેટ સાફ હશે તો કોઈ પ્રકારની પરેશાની થશે નહીં.
બાળક હોય કે વૃદ્ધ માણસ ઘણી વખત લાંબા સમય સુધી જો પેટ સાફ ન થાય તો ચીડિયાપણું પણ આવી જતુ હોય છે. જેના કારણે માણસને વારંવાર માથું દુખવા લાગે છે. પરિવાર સાથે ઝઘડા કરી બેસે છે. જેના કારણે પારિવારિક જીવન પર અસર પડે છે. એટલે હંમેશાં પેટ સાફ હોવું જરૂરી છે.
🙅 પેટ સાફ કરવા માટેના 5 બેસ્ટ ઘરેલુ ઉપચાર નીચે મુજબ છે-
🍚 ચોખા- દહીં- જો તમને પેટની સમસ્યા હોય તો દહીં- ચોખા ખાઈ શકો છો. તે સરળતાથી પચી જાય છે. અને તેમાં રહેલા ફાઈબર છૂટક ગતિ અટકાવવામાં મદદ કરે છે. માટે તમારે ચોખાને થોડો વધારે સમય પકવી અને તેમાં દહીં મિક્સ કરી ખાવું જોઈએ. તેમાં થોડું મીઠું અને શેકેલું જીરું પણ નાખી શકો છો. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે. જેના લીધે તમારે આંતરડામાં સારા બેક્ટેરિયા વધે છે. જે ખાલી પેટ હોય તો ખાવ તો વધારે ફાયદો થાય છે. તમે કોઈ પણ ખોરાક સાથે દહીંનું સેવન કરી શકો છો. જે પેટ સાફ રાખવામાં મદદ કરશે.
🍋 લીંબુ- ઘણી દવાઓ લીધી તેમ છતાં પેટ સાફ નથી થતું તો તમારે રોજ સવારે ઉઠી ખાલી પેટે ગરમ પાણી પીવું અને તે પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ. જેથી સવારે સરળતાથી તમારું પેટ સાફ થઈ જશે.
🍌 કેળાં- કેળાં આરોગ્ય માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. પેટની સમસ્યા હોય તો તમારે રોજ એક કેળું ખાવું જોઈએ. તેના સેવનથી તમને કબજિયાત, પેટનો દુખાવો, ગેસની સમસ્યા જે કોઈપણ તકલીફ હશે તે દૂર થઈ જશે. કેળાં પેટમાં લાગેલા ચેપને પણ દૂર કરવાનું કામ કરે છે. માટે પેટની સમસ્યા માટે કેળા રામબાણ ઇલાજ છે.
🧄 લસણ- લસણથી હૃદયની સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા હોય તે દૂર થતી હોય છે. કેમ કે તેમાં એન્ટી ઇન્ફ્લામેન્ટ્રી નામનો ગુણ અંદર રહેલો છે. જેનાથી આપણો મળ નરમ બને છે. અને સરળતાથી પેટ સાફ થઈ જાય છે. આંતરડામાં પણ કોઈ પ્રકારનો કચરો રહેતો નથી. આ રીતે પેટની સમસ્યા હોય તો ખોરાકમાં વધારે લસણનો ઉપયોગ કરવો જોઈએ.
🚰 પાણી- દરેક બીમારી પેટથી થાય છે. એવી રીતે કોઈપણ બીમારીને દૂર કરવી હોય તો આપણે પાણી પીવું જોઈએ. પાણી પીવાથી પેટ સાફ અને સ્વસ્થ રહે છે. માટે આખા દિવસમાં બને તો વધારેમાં વધારે પાણી પીવું જોઈએ.
તમે જો આખા દિવસમાં પાણી પીવો છો તો પેટ સાફ સરળતાથી થઈ જશે. અને તેમાં પણ જો રોજ સવારે થોડું ગરમ પાણી પીશો તો ચમત્કારીક ફાયદા થશે. પાણી પીવો ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ક્યારેય પેટ ભરીને પાણી ન પીવું. થોડું થોડું પાણી અમુક સમયે પીવું જોઈએ. જે તમારા શરીરને ફાયદો કરાવશે.
જો તમને માથું દુખતું હોય, ગેસ ચામડીની કોઈ તકલીફ, મોંમાંથી ખરાબ સ્મેલ આવવી, ચહેરા પર ખીલ, દાગ જેવી કોઈ પણ સમસ્યા છે. તેને પાણી દ્વારા દૂર કરી શકાય છે. જમ્યા પછી તરત પાણી ન પીવું જોઈએ. બને તો તેના કલાક અથવા અડધો કલાક પછી પાણી પીવું જોઈએ.
કેટલાક લોકોને જમતાં જમતાં પાણી પીવાની આદત હોય છે. તો તેમાં ફેરફાર કરી થોડું પાણી પીવું, વધારે પાણી ન પીવું જોઈએ. આ રીતે હંમેશાં વધારે પાણી પીવું જોઈએ.
🥐 આદુ- આદુ ઘણી ઔષધિય ગુણધર્મો ધરાવે છે. પેટને લગતી કોઈ સમસ્યા હોય તો તેમાં આદુનો નાનો ટુકડો, થોડું મરી અને એક ચપટી હિંગ નાખીને લેવું, જેનાથી પેટની સમસ્યા દૂર થઈ જશે.
🙅 આટલી વસ્તુ પેટની સમસ્યામાં ક્યારેય ન ખાવી– ચા કે કોફીનો તમારે હંમેશાં માટે ત્યાગ કરવો જોઇએ. ચા અને કોફીમાં કેફીન પદાર્થો હોય છે. જે પાચનતંત્રને નબળું બનાવે છે.
-દિવસ દરમિયાન વધારે પાણી પીવું. -બહારના ફાસ્ટફૂડ, મેંદાવાળી આઇટમ, તીખી, તળેલી, વાસી ખોરાક ન ખાવા જોઈએ. રાત્રે હંમેશાં હળવો ખોરાક ખાવો. જેથી પચવામાં કોઈ તકલીફ ન થાય.
આ રીતે ઘરે બેઠા તમે પેટની સમસ્યા દૂર કરી શકો છો. જો તમને પેટની સમસ્યા વધારે રહેતી હોય તો ડૉક્ટર પાસે જઇ યોગ્ય નિદાન કરાવવું જોઈએ. તે સિવાય તમે અનુલોમ-વિલોમ, પ્રાણાયામ, કપાલભાતિ કરી શકો છો. તેનાથી પેટ સાફ રહેશે અને સાથે તમે પણ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.