👩🦰 આજકાલ છોકરીઓની ખાણીપીણી અને જીવનશૈલી બદલાઈ જવાના કારણે જ માત્ર બહારથી 13 વર્ષની છોકરીઓ માસિક ધર્મમાં બેસી જાય છે, અને તે સમયે તેઓને તેની કોઈ જ માહિતી હોતી નથી. અને તે ખૂબ જ તકલીફમાં મુકાઈ જાય છે, અને અમુક લોકો તો આ શબ્દ બોલવા માટે પણ ખૂબ જ હિન ભાવનાનો અનુભવ કરતા હોય છે.
પરંતુ તેમાં ડરવાની કે ગભરાવાની બિલકુલ જરૂર હોતી નથી. તે દરેક સ્ત્રીઓના શરીરની એક શારીરિક પ્રક્રિયા જ હોય છે અને તે દરેક સ્ત્રીઓ માટે ખૂબ જ ગર્વની બાબત હોવી જોઈએ. દરેક સ્ત્રીઓએ વિચારવું જોઈએ કે ભગવાને માત્ર તેમને જ ગર્ભાશય આપીને માતા બનવાનું એક મહત્વનું કાર્ય સોપ્યું છે.
🤦♀️ માસિક ધર્મ દરમ્યાન માનવામાં આવતી ગેરમાન્યતાઓ 🤦♀️
(1) હિન્દુ ધર્મમાં માસિક ધર્મને ખૂબ જ અલગ ગણવામાં આવે છે અને જો સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ત્યારે તેઓને કોઈપણ જગ્યાએ અડકવાની પણ મનાઈ કરવામાં આવે છે. (2) માસિક ધર્મમાં જ્યારે કોઈપણ સ્ત્રીઓ હોય ત્યારે જો તેઓ અથાણાને ટચ કરે છે તો અથાણું બગડી જાય છે પરંતુ આ માન્યતા સદંતર ખોટી છે. (3) માસિક ધર્મ દરમ્યાન સ્ત્રીઓને દૂર રાખવામાં આવે છે અને તે દરમિયાન સ્ત્રીઓને અપવિત્ર ગણવામાં આવે છે. જે ખૂબ જ ભ્રામક માહિતી છે. (આવો આ માન્યતા પાછળના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો સમજીએ)
આ છે માન્યતા પાછળનું વૈજ્ઞાનિક કારણ – 💁♀️પહેલાના સમયમાં સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન અવિ પવિત્ર માનવામાં આવતી હતી અને તેઓને કામથી પણ દૂર રાખવામાં આવતા હતા પરંતુ તેનું જો વૈજ્ઞાનિક કારણ જોવા જઈએ તો આ સમયે સ્ત્રીઓના શરીરમાંથી ખરાબ રક્ત નીકળતું હોય છે અને તે ગંદકીના કારણે જ આસપાસના લોકોને ઇન્ફેક્શન ફેલાવવાનો ભય રહે છે. અને આ પાંચ દિવસ દરમિયાન તેમના શરીરમાંથી અલગ અલગ પ્રકારના તરંગો નીકળે છે અને તે બીજાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે તેથી તેઓને પાંચ દિવસ દૂર રાખવામાં આવે છે.
💁♀️ બીજી વાત કરીએ તો આ સમય દરમિયાન સ્ત્રીઓને શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે તેથી તેઓ કોઇપણ કાર્ય કરવા માટે સક્ષમ હોતા નથી તેથી તેઓને ત્રણથી ચાર દિવસ સુધી અલગ રાખવામાં આવે છે જેનાથી તે શારીરિક રીતે સ્વસ્થ રહી શકે.
💁♀️પહેલાના સમયમાં પાંચ દિવસ દૂર રહેવાની પરંપરા હોવાથી દરેક મહિલાઓને તે અચૂકથી કરવું પડતું હતું પરંતુ અત્યારના સમયે દરેક મહિલાઓ કામ કરતી થઈ ગઈ છે અને નોકરીએ જવાના કારણે તેઓ પોતાના શરીરનું ધ્યાન રાખતી નથી. પરંતુ દરેક સ્ત્રીઓએ આ પાંચ દિવસ દરમિયાન પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
💁♀️ જાણો માસિક ધર્મ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
🧖 માસિક ધર્મ દરમ્યાન માથું ધોવું જોઈએ નહીં કારણ કે જ્યારે આપણે માસિક ધર્મમાં હોઈએ છીએ ત્યારે માથાના છિદ્રો ખુલ્લા થઈ જાય છે અને જ્યારે આપણે માથું જોઈએ છીએ ત્યારે સખત માથામાં દુખાવો ઉત્પન્ન થાય છે.
🍹 માસિક ધર્મ દરમિયાન ઠંડુ પાણી અથવા તો ઠંડા પીણા નું સેવન બંધ કરી દેવું જોઈએ કારણકે તેનું સેવન કરવાથી ગર્ભાશયની દીવાલમાં રક્ત રહી જાય છે અને તે આગળ જતાં જ ટ્યુમરનું રૂપ ધારણ કરે છે. અને કેન્સરની સમસ્યા પણ ઊભી થાય છે.
🍧 વધુ પડતી ખાંડવાળી કે પછી ગળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેનું વધુ પડતું સેવન કરવાથી મહિલાઓને દુખાવો વધી શકે છે આમ તેઓએ સોફ્ટ ડ્રિંકનું કે કોલ્ડ ડ્રિંક્સ નું સેવન પણ ઓછું કરી દેવું જોઈએ.
🥤 માસિક ધર્મ દરમ્યાન વધુ પાણીનું સેવન કરવું જોઈએ તેમ કરવાથી તેમના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે અને તેઓ સંપૂર્ણ દિવસ સ્વસ્થ રહી શકે છે. 👉 માસિક ધર્મ દરમ્યાન શરીરની સ્વસ્થતા નું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઇન્ફેક્શન ન લાગે તે ની માટે દિવસ દરમિયાન ત્રણ પેડ બદલવા જોઈએ.
👩🦰 એક જ સમયે બધું જ ખાઈ લેવાની જગ્યાએ થોડા થોડા સમયે પાંચ થી છ વખત ખાવું જોઈએ તેનાથી તમને શરીરમાં એનર્જી મળશે અને તમે સ્ફૂર્તિવાન રહી શકશો. 🥪 વાઈટ બ્રેડ, ખાંડ બિસ્કીટ વગેરે જેવી બહારની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. 👩🦰 માસિક ધર્મ દરમ્યાન ક્યારેય ભૂખ્યા રહેવું જોઈએ નહીં તેનાથી તમને ચીડિયા પણું વધી જશે.
. 👩🦰 જો સ્ત્રીઓની પેટમાં વધુ પડતો દુખાવો અથવા ખેંચાણનો અનુભવ થતો હોય તો તેઓ પેટ પર ગરમ કોથળીનો શેક કરી શકે છે. 🌱 વરીયાળી નું સેવન કરવાથી માસિક ધર્મ દર મહિને રેગ્યુલર આવે છે. તેની માટે વરીયાળીનું ખાલી પેટ સવારે સેવન કરવું જોઈએ.
🥗 આયર્ન, કેલ્શિયમ પ્રોટીન થી ભરપુર ખોરાકનો સેવન કરવું જોઈએ તેનાથી શરીર એનર્જી થી ભરપૂર રહે છે. અને તે તમારી નર્વસ સિસ્ટમને પણ ખૂબ જ યોગ્ય રાખે છે. 🥒 માસિક ધર્મ દરમિયાન કાકડીનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે કાકડીનું સેવન કરવાથી તે ગર્ભાશયની દીવાલને અવરોધિત કરી શકે છે.
અહીં જણાવેલ માહિતી જેમ બને તેમ વધુ સ્ત્રીઓ પાસે પહોંચે તેવા પ્રયત્નો જરૂરથી કરવા જોઈએ. તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.