મિત્રો તમે જાણતા હશો કે જે લોકોને ડાયાબીટીસ છે તેમણે પોતાની ડાયેટનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. તેઓને એ જ વસ્તુઓનું સેવન કરવું પડે છે જે તેના ડાયાબીટીસ ના લેવલને કંટ્રોલમાં રાખી શકે. આથી તેઓ પોતાના ડોક્ટરની સલાહ અનુસાર ખોરાક લેતા હોય છે.
ડાયાબીટીસના દર્દીએ પોતાના શરીરમાં શુગરનું લેવલ જળવાઈ રહે તે માટે જે વસ્તુમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય તે વસ્તુ ખાવી જોઈએ. જો કે ડાયાબીટીસ ના પણ બે પ્રકાર આવે છે. જેમાં ટાઈપ 2 એ શરીરમાં સંપૂર્ણપણે ઇન્સુલીન નું પ્રમાણ ઓછુ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પડે છે.
ડાયાબીટીસ સિવાય બીજી અનેક શારીરિક બીમારી જેવી કે હાડકાઓમાં દુખાવો, સાંધાનો દુખાવો, પેટના રોગો, કેન્સર જેવી બીમારીમાં પણ પોતાની ડાયેરનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પણ જો કોઈ એક અનાજના સેવનથી તમારા શરીરની ઘણી બીમારી કંટ્રોલમાં રહેતી હોય તો તમારે તે અનાજનું સેવન જરૂરથી કરવું જોઈએ.
આ અનાજનું નામ છે જુવાર. જે ભારતમાં અનેક સ્થળોને મળી રહે છે. તે સંપૂર્ણપણે અનેક પોષકતત્વો થી ભરપુર છે. આ સિવાય જુવારની તમે રોટલી, રોટલો કે શેકીને પણ ખાઈ શકો છો. તે ખુબ પૌષ્ટિક, અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો તેને પોતાના રોજીંદા ખોરાકમાં પણ સામેલ કરે છે. આ સિવાય જુવારનો ઉપયોગ આયુર્વેદમાં પણ કરવામાં આવે છે.
પ્રાચીન સમયથી આપણે ત્યાં જુવારની ખેતી કરવામાં આવે છે. જો કે પહેલા તેને એક ઘાસ ગણવામાં આવતું હતું. ત્યાર પછી તેનું આયુર્વેદિક મહત્વ જણાતા તેનો ઉપયોગ અનાજ તરીકે કરવામાં આવે છે. જો કે લોકો જુવારનું સેવન શિયાળામાં વધુ કરે છે. તેને ખાવાથી તમારા શરીરમાં અનેક પોષક તત્વોની કમી પૂરી થઈ જાય છે.
માસિકધર્મના વિકારમાં રાહત આપે છે
જો તમને માસિકધર્મ ને લગતી કોઈ તકલીફ હોય તો તમારે જુવાર ખાવી જોઈએ. માસિકધર્મની તકલીફ જેવી કે દુખાવો, બળતરા, જલન, ઉલટી થવી, માસિકધર્મ ઓછુ આવવું, માસિકધર્મ માં બાંધા આવવી વગેરે સમસ્યા માં તમે જુવારનું સેવન કરી શકો છો. આ માટે તમારે જુવારના ભટ્ટા ને બાળી નાખવાનું છે. પછી તેની ભસ્મનું સેવન કરવાનું છે. આ માટે 3 ગ્રામ જેટલું ભસ્મ લઈને તેને માસિકધર્મના 1 અઠવાડિયા અગાઉ ખાલી પેટ લેવું. અને જેમ માસિકધર્મ શરુ થાય એટલે તેનું સેવન બંધ કરી દેવું. આમ કરવાથી તમારા માસિકધર્મને લગતા વિકાર દુર થાય છે.
એનર્જી પ્રદાન કરે છે
જુવારનું સેવન તમને શારીરિક રીતે એક ઉર્જા પ્રદાન કરે છે. જો તમને અતિશય થાક લાગતો હોય, તમે જલ્દી થાકી જતા હો, તેમજ તમને શારીરિક નબળાઈ લાગતી હોય તો તમારે જુવારનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને તમે ઉર્જા મળશે. શરીરમાં એક સ્ફૂર્તિ નો અહેસાસ થશે. શરીરમાં એક ઠંડક જેવો અહેસાસ થશે.
હાડકાઓ ને મજબુત કરે છે
જો તમારા હાડકાઓ નબળા છે તો તમારે જુવારનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. પ્રોટીન મળે છે. આથી તમારા શરીરમાં હાડકાઓ મજબુત બને છે. જે લોકોને હાડકાઓની તકલીફ હોય, સાંધા ની તકલીફ હોય તેમણે જુવાર ખાવી જોઈએ.
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જેમાં એક સારા અને બીજા ખરાબ હોય છે. આપણા શરીરમાં સારા કોલેસ્ટ્રોલ શરીરના સંતુલન માટે જરૂરી છે જયારે ખરાબ કોલેસ્ત્રોલને બહાર કાઢવા જરૂરી છે. આમ જુવાર એ સારા કોલેસ્ટ્રોલ ને જાળવી રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોને શરીરની બહાર કાઢે છે. તેમજ તેના નિયમિત સેવનથી હોમોગ્લોબીન નું પ્રમાણ પણ જળવાઈ રહે છે. આમ જુવારમાં અનેક ગુણો રહેલ છે.
પેટની સમસ્યા દુર કરે છે
જુવારમાં અનેક ગુણો એવા છે જે પેટની તકલીફ જેવી કે ગેસ, એસીડીટી, બળતરા, જલન, જેવી તકલીફમાં રાહત આપે છે. જો તમને પેટમાં બળતરા થતી હોય તો તે માટે જુવારનો લોટ લઇ તેને પેટ પર લેપ કરીને લગાવો.તેનાથી તમને ઠંડક થશે.
હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમણે જુવારનું સેવન કરવું જોઈએ. તે માટે ઘઉંના લોટને દુધમાં ઉકાળીને દરરોજ પીવો. તમને ફાયદો થશે. આ માટે ઘઉંને રાતે પાણીમાં પલાળી દો. સવારે ઘઉંને ગાળીને અલગ કરી લો. પછી પાણી પી જાવ. તેનાથી તમને શક્તિ મળશે.
કેન્સરના જોખમને ઓછુ કરે છે
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જુવારમાં ખાસ પ્રકારના ગુણો હોવાથી તે કેન્સરના ખતરાને ઓછો કરે છે. હૃદયરોગથી પીડિત લોકો માટે પણ તે ફાયદાકારક છે. આ સિવાય તમે ત્વચાને લગતી તકલીફ પણ દુર કરવામાં મદદ કરે છે.
ખીલને દુર કરવામાં મદદ કરે છે
જુવારમાં એવા ગુણ રહેલા છે જે તમને ચહેરા પરના ખીલ ડાઘ દુર કરવામાં મદદ કરે છે. આ માટે પહેલા જુવારના કાચા દાણા ને પીસી નાખો. પછી તેમાં થોડો કાથો, અને ચૂનો મિક્સ કરો. પછી તેને ખીલ પર લગાવો. થોડા દિવસોમાં તમને ફેર જોવા મળશે.
આમ તમે જુવારનો ઉપયોગ અનેક રીતે કરી શકો છો. તેમજ શરીરને રોગો સામે લડવામાં મજબુત કરી શકો છો. તે હાડકાઓ, સાંધાઓ, કેન્સસ્ર, ડાયાબીટીસ, હૃદય રોગ, સ્કીન સમસ્યા જેવા રોગોમાં રાહત આપે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.