💁દોસ્તો,આપણા શરીરના બંધારણમાં હાડકાનો ખૂબ જ મહત્વ પૂર્ણ ફાળો રહેલો છે. અને હાડકાનું બંધારણ કેલ્શિયમથી છે. આપણા શરીરમાં દાંત, હાડકાં, માસપેશીઓમાં સંકોચન અને એન્ઝઈમનના સ્ત્રાવ, હોર્મોન્સના વિકાસ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપથી દાંત કળવા. તેમા દુખાવો થવો કે ઉંમરની પહેલા જ પડી જવા. હાડકાઓમા વળાંક આવી જવા સાંધાઓમા દુખાવો થવો. માંસપેશીઓ ખેચાવી અને વિકાસ પામતા બાળકોના શરીરનો વિકાસ અટકી જવો. જેવી તકલીફો કેલ્શિયમની ખામીથી થાય છે.
💁દોસ્તો,નાની વયમાં જ શરીરમાં સાંધાનો દુખાવો, કે દાંત પડી જવા, શરીરમાં નબળાઈ જેવી તકલીફ આપણને સૂચિત કરે છે કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. પરંતુ દોસ્તો દૂધમા પ્રચુર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. અને દૂધનો સમાવેશ ખોરાકમાં કરવાથી તે દૂર થાય છે. આ વાત તમે નહીં જાણતા હોય કે દૂધના એક ગ્લાસમાં મિનિમમ 300 મિલી કેલ્શિયમ સમાયેલ છે. જો તમને માત્ર દૂધ નથી ભાવતું તો ચોકલેટ દૂધ પણ સારો ઉપાય છે. તેમાંથી પણ તમને ઓછામાં ઓછું 288 મિલી કેલ્શિયમ મળે છે.
💁લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, મેથી, તાંદળજો, વગેરે જેવી ભાજીઓમા સારું એવું કેલ્શિયમ સમાયેલ હોય છે. માત્ર ભાજી જ નહીં પરંતુ લીલા શાકમાં પણ કેલ્શિયમ હોય છે. 100 ગ્રામ લીલા પાંદડાવાળા શાકમાં 190 મિલી કેલ્શિયમ રહેલું હોય છે. આથી આપણા રોજિંદા ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકનો સમાવેશ આવશ્ય કરવો જોઈએ.
💁સોયાબીનમાં પણ ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. સોયાબીનમાં માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ ફાયબર, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ વિશેષ માત્રામાં હોય છે. સોયાબીનમાં એસ્ટ્રોજન હોવાથી તે બોર્ન ડેન્સીંગ માટે ખૂબ ઉપયોગી છે. સોયાબીનનો નિયમિત ખોરાકમાં સમાવેશ કરવાથી આપણને સારો લાભ મળે છે.
💁દોસ્તો કેલ્શિયમનો સારો એવો સ્ત્રોત આ ગોળ છે. આ ગોળમાં વિશેષ પ્રમાણમાં કેલ્શિયમ સમાયેલું હોય છે. ગોળમાં કેલ્શિયમ જ નહીં પરંતુ ફોસ્ફરસ પણ સવિશેષ પ્રમાણમાં હોય છે. આનાથી હડકાઓને ઘણો જ ફાયદો થાય છે. હા પરંતુ ગોળનો ઉપયોગ વધારે પ્રમાણમાં ના કરવો જોઈએ. ખાંડના વિકલ્પ તરીકે તમે ગોળનો ઉપયોગ કરી શકો છો. અને ગોળમાંથી ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મેળવી શકો.
💁દોસ્તો, આ વાત તો તમે પણ જાણતા જ હશો કે તમામ પ્રકારના કઠોળમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં સમાયેલ હોય છે. જો કઠોળનો નિયમિત રીતે ખોરાકમા સમાવેશ થાય તો જીવનભર શરીરમાં કેલ્શિયમની ખામી સર્જાતી જ નથી.
💁તમામ પ્રકારના ચીજમાં કેલ્શિયમ રહેલું છે. અમુક ચીજ એવા પણ હોય છે. કે જેમાં લેકટોસનું પ્રમાણ નથી હોતું. પરંતુ તે ચીજમાં પણ કેલ્શિયમ તો હોય જ છે. માટે ઘણા લોકોને લેકટોસ પચાવવામાં તકલીફ થતી હોય છે તેવા લોકોને માટે પણ આ ચીજનું સેવન હિતાવહ છે. ચીજનું સેવન કરવાથી ઓસ્ટ્રિયોપોરોસીસ નામક બીમારીથી બચી શકાય છે. આમ ચીજના અનેક ફાયદાઓ છે.
💁જેનો સ્વાદ સૌને પસંદ છે તેવા ડ્રાયફ્રૂટ જેમ કે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર. આ તમામ સુકામેવામાં વિશેષ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે. ડ્રાયફ્રુટના નિત્ય સેવનથી પણ કેલ્શિયમની ઉણપથી બચી શકાય છે. પરંતુ યાદ રહે કે ડ્રાયફ્રુટનું વધારે સેવન ના કરવું.
💁મિત્રો શરીરમાં એકવાર કેલ્શિયમની ઉણપ સર્જાણી અને પછી આપણે એનો ઈલાજ કરીએ તેનાથી બેસ્ટ એ છે કે ‘પાણી પહેલા જ પાળ બાંધવી’ તો નિત્ય ખોરાકમાં જો કેલ્શિયમયુક્ત ખોરાક લેવામાં આવે તો ક્યારેય કેલ્શિયમની ઉણપ સર્જાતી નથી.અને જીવનભર તંદુરસ્ત રહી શકો છો.
જો કેલ્શિયમ મેળવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.