કઠોળ ખાવાથી ગજબના ફાયદાઓ થાય છે. પણ જો તે કઠોળ ફણગાવી ખાવામાં આવે તો તેનાથી વધારે ફાયદાઓ થાય છે. કઠોળને પલાળી ખાવાથી જેટલા ફાયદાઓ થાય છે તેના કરતાં ડબલ ફાયદાઓ ફણગાવીને ખાવાથી થાય છે. શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ફણગાવેલા મગ અને ચણા ખાવા જોઈએ. મગની અંદર ઘણા એવા ગુણો રહેલા છે જેનાથી શરીરમાં ડાયાબિટીસના રોગને કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે. મગની અંદર એંટીઓક્સિડેંટ ગુણ પણ વધારે માત્રામાં મળી રહે છે. આ ગુણના કારણે પાચનશક્તિમાં વધારો થાય છે.
મગની અંદર એન્ટિફંગલ, એન્ટિમાઈક્ર્રોબાયલ, મેગ્નેશિયમ, વિટામિન B, C, કોપર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, થાઈમિન, પ્રોટીન અને ફાઈબર વધારે માત્રામાં મળી આવે છે. આ બધા ગુણો સૌથી વધારે શરીર માટે ઉપયોગી હોય છે. આ બધા જ ગુણો એક સાથે મગમાં મળી રહે છે. તેથી ફણગાવેલા મગનું સેવન નિયમિત સવારે નાસ્તા રૂપે કરવાનું રાખો. સવારે નાસ્તાના રૂપમાં લેવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા જળવાઈ રહે છે. તમે આ વસ્તુનું સેવન ગમે ત્યારે કરી શકો છો પણ વધારે નાસ્તામાં જ ખાવા જોઈએ.
ઝેરી પદાર્થ- શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થને કાઢવા માટે ફણગાવેલા મગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં રહેલા ઝેરી પદાર્થને આપણે ટોકસીનના નામથી ઓળખીએ છીએ. આ ઝેરી પદાર્થ બહાર નીકળવાથી ચામડીમાં નિખાર આવવા લાગે છે સાથે લોહી પણ શુધ્ધ થવા લાગે છે અને શરીરમાં ઘટતું પ્રોટીન પૂરું કરે છે.
ઘટતું પ્રોટીન- ઉપર જણાવ્યા મુજબ ફણગાવેલા મગના સેવનથી શરીરમાં પૂરતા પ્રમાણમા પ્રોટીન મળવા લાગે છે. આ મગનું સેવન કસરત કરતાં વ્યક્તિઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં રહેલા મસલ્સને વધારે પ્રોટીન આપવાનું કાર્ય કરે છે. બોડી બનાવતા વ્યક્તિઓને સાદો નાસ્તો ફણગાવેલા મગનો કરવો જોઈએ.
ડાયાબિટીસ- ફણગાવેલા મગનું સેવન શરીરમાં રહેલી શુગર ઘટાડવાનું કાર્ય કરે છે. આ મગના સેવનથી ભૂખ ઓછી લાગે છે અને હોર્મોન્સમાં વધારો કરે છે તેથી શુગર સાથે વજન પણ ઘટવા લાગે છે. વધારે શરીરમાં આવતી નબળાઈને પણ દૂર કરવામાં મદદ કરે છે. વિટામિન C શરીરને એનર્જી પૂરતી માત્રામાં આપે છે.
આયર્ન- શરીરમાં જ્યારે આયર્નની કમી થાય છે ત્યારે એનેમિયા જેવા રોગ થવાની સંભાવના રહે છે. શરીરમાં રહેલી આયર્નની કમીને દૂર કરવા માટે ફણગાવેલા મગનું સેવન સૌથી ઉતમ ઔષધિ છે. આયુર્વેદમાં એનેમિયાના રોગી માટે દવા રૂપે ફણગાવેલા કઠોળ વધારે સેવન કરવાનું કહે છે. આ મગના સેવનથી શરીરમાં ડાયજેશનનો વધારો થવા લાગે છે.
નબળાઈ- આ વસ્તુ તમામ વજન વધારવા માટે અથવા શરીરમાં રહેલી નબળાઈ ને દૂર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. પ્રોટીનની કમીના કારણે શરીરમાં અવારનવાર નબળાઈ આવી જતી હોય છે તેને દૂર કરવા માટે ફણગાવેલા મગનું સેવન કરો આ કાર્ય કરવાથી શરીર અંદરથી મજબૂત થશે અને મગમાં રહેલું ઓલિયોસાચ્યારાઈડસ નામનું તત્વ શરીરમાં આવનારી ગંભીર બીમારી રોકવામાં મદદ કરે છે.
કબજિયાત- અનિયમિત ખાન-પાન કરવાથી પેટને સમસ્યા થાય છે. સમયસર ભોજન નહીં કરવાથી અપચો જેવી સમસ્યા પણ થાય છે. આ અપચાની સમસ્યા આગળ જતાં કબજિયાત જેવી સમસ્યાને ઊભી કરી શકે છે. વધારે ભારે ખોરાકનું સેવન સવારે કરવાનું ટાળો અને કઠોળનું સેવન ચાલુ કરો. ફણગાવેલા મગની મદદથી પાચનશક્તિ મજબૂત થાય છે અને કબજિયાત જેવી સમસ્યા દૂર થવા લાગે છે. ફાઈબર વધારે હોવાથી શરીરની પાચનક્રિયા સુધરવા લાગે છે.
વાળ- ફણગાવેલા મગની અંદર એન્ટિઓક્સિડેંટ નામનું તત્વ મળી રહે છે. આ તત્વના કારણે વાળને સબંધિત તમામ સમસ્યા દૂર થાય છે. આ તત્વ વાળને કાળા અને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. નિયમિત ફણગાવેલા મગનું સેવન નાસ્તાના રૂપમાં કરો. જે લોકોને પોષણ ન મળવાના કારણે વાળ ખારવા લાગ્યા છે તેની માટે આ વસ્તુ વધારે ઉપયોગી સાબિત થશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.