મિત્રો તમે કઠોળ ના ગુણો વિશે તો ઘણું સાંભળ્યું હશે જ. તેમજ તેના સેવનથી અનેક બીમારી દુર થાય છે, તેમજ તેના સેવનથી શરીરને આવશ્યક તત્વો જેવા કે ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન, મેગ્નેશિયમ વગેરે મળે છે. જે શરીરને તંદુરસ્ત રાખવામાં તમારી મદદ કરે છે. જો કે તમે ઘઉંનો ઉપયોગ એક અનાજ તરીકે કરો છો. તેમજ ઘઉંમાંથી રોટલી, પરાઠા, પૂરી, બનાવીને ખાવ છો. પણ તમે ક્યારેય આ ઘઉંને પલાળીને ખાધા છે? જો નહિ તો એક વખત તમારે આ પ્રયોગ કરવા જોઈએ. જો કે તમે ઘણી વખત બજારમાં મળતા લીલા ઘઉં કે જે એકદમ હજુ ઉગતા હોય છે તે જોયા હશે. તેનું સેવન પણ ખુબ ફાયદાકારક છે.
તમે ઘઉંને પણ કઠોળની જેમ ઉગાવીને ખાઈ શકો છો. તે માટે તમારે ઘરમાં બારમાસ સુધી સંગ્રહ કરેલ ઘઉંનો જ ઉપયોગ કરવાનો છે. આથી તમારા કોઠાર રૂમમાંથી ઘઉં કાઢો અને તેને પાણીમાં પલાળો અને પછી તેને અંકુરિત કરો. ત્યાર પછી તેનું સેવન કરો. અને તમે તેનું પરિણામ માત્ર 7 દિવસમાં જોવા મળશે. આમ ઘઉંની રોટલી તો તમારા શરીર માટે ખુબ જ આરોગ્યપ્રદ ખોરાક છે જ પણ ફણગાવેલા ઘઉં પણ એટલા જ પોષક તત્વોથી યુક્ત છે. તેમાં વિટામીન, ફાઈબર, પ્રોટીન વગેરે ભરપુર માત્રામાં રહેલું છે. જે તમારા શરીરને પુરતું પોષણ આપે છે. જો કે ફણગાવેલ બધા જ કઠોળ શરીર માટે ખુબ સારા છે. ચાલો ફણગાવેલ ઘઉંના કેટલાક ફાયદાઓ અંગે જાણી લઈએ.
- ઘઉંને કઈ રીતે અંકુરિત કરશો
આ માટે તમારે તમે ખાઈ શકો એટલે ઘઉં લેવાના છે. મતલબ કે એક વાટકી જેટલા ઘઉં લો. અને તેને પાણીમાં 12-13 કલાક માટે પલાળી રાખો. ત્યાર પછી ઘઉંને પાણીમાંથી કાઢી નાખો. હવે તેને એક ડબ્બામાં કોઈ કોટનના કાપડમાં બરાબર બાંધીને મૂકી દો. હવે જયારે ઘઉં અંકુરિત થવા લાગે એટલે તેને ડબ્બા માંથી કાઢી નાખો અને તેને સેવન કરો. ઘઉંને અંકુરિત થવામાં લગભગ 24 કલાક જેટલો સમય લાગે છે.
- ડાયાબીટીસ માટે વરદાન રૂપ છે
જો તમે મધુમેહ રોગથી પીડાવ છો તો તમારે પોતાના ખોરાકમાં ફણગાવેલ ઘઉં નો સમાવેશ કરવો જોઈએ. કારણ કે ફણગાવેલ ઘઉં માં પુષ્કળ માત્રા ફાઈબર હોય છે જે ભોજન કર્યા પછી ગ્લુકોઝ ની પ્રક્રિયા ને કામ કરવામાં મદદ કરે છે. આથી જો તમે ડાયાબીટીસ ની સમસ્યાથી પીડાતા હો તો તમારે પોતાના આહારમાં ફણગાવેલ ઘઉં નો સમાવેશ કરવો જોઈએ. તેમજ જો તમને ટાઈપ 2 પ્રકારનું ડાયાબીટીસ છે તો તમારે જરૂરથી ફણગાવેલ ઘઉંને સામેલ કરવા જોઈએ.
- હ્રદયરોગ માટે ખુબ જ સારા છે
જો તમને હૃદય રોગની તકલીફ છે તો તમારે પોતાના ખોરાકમાં ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. તેમજ તમે રોટલી કે પરાઠા ખાવા સિવાય ફણગાવેલ ઘઉંનો ઉપયોગ કરો. કારણ કે, ફણગાવેલ ઘઉંમાં પુષ્કળ પ્રમાણમાં ન્યુટ્રીશન હોય છે જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેના સેવનથી કિડનીમાં રહેલી તકલીફ તેમજ લોહીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે.
- વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે
આજના સમયની દરેક લોકોની સમસ્યા છે કે તેનું વજન દિવસે દિવસે વધી રહ્યું છે જેને તેઓ કંટ્રોલ કરવા માંગે છે પણ કંટ્રોલ નથી થતું. જેનું કારણ છે કે આજે આપણે આડેધડ કોઈપણ વસ્તુઓ ખાઈએ છીએ. જેને કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું જાય છે. આથી જો તમે પણ વજન ઓછુ કરવા માંગો છો તો તમારે પોતાના આહારમાં ફણગાવેલ ઘઉંનો સમાવેશ કરવો જોઈએ. કારણ કે ફણગાવેલ ઘઉંમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે, જેને કારણે તમે વધારાની વસ્તુઓ ખાતા નથી. આમ તે તમારું વજન મેન્ટેન કરવામાં મદદ કરે છે.
- કબજિયાત ની તકલીફ દુર કરે છે
આજના સમયમાં દરેક લોકોને કબજીયાતની તકલીફ જોવા મળે છે. જેનું કારણ છે તેનુ બેઠાડું જીવન. આમ શરીરની કોઈ ગતિવિધિ ન થવાથી પેટને તકલીફ શરુ થઈ જાય છે. જયારે આવી તકલીફમાં કાબ્જીયત એ પણ એક સમસ્યા છે. જે શરીરમાં ફાઈબર ની કમીને કારણે થાય છે જયારે ફણગાવેલ ઘઉં માં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે.આથી તે પેટને લગતી તકલીફ નથી થવા દેતું. જો તમે પણ કબજીયાતથી પીડાવ છો તો તમારે પણ પોતાના આહારમાં ફણગાવેલ ઘઉંનો સમાવેશ કરવો જોઈએ.
- ઈમ્યુનનીટી વધારે છે
જે લોકોને ઈમ્યુનનીટી ઓછી રહે છે તેમના માટે ફણગાવેલ ઘઉં ખુબ ફાયદાકારક છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફણગાવેલ ઘઉંના સેવનથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ, ઝેરી તત્વો નાશ પામે છે અને તે શરીરને સ્વસ્થ રાખે છે.તેમજ આ ઘઉં ખુબ જ ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ બને છે. તેમજ તેનાથી નવી કોશીકાઓનું નિર્માણ પણ થાય છે. આમ જો તમે શરીરમાં ઈમ્યુન પાવર વધારવા માંગો છો તો તમારે ફણગાવેલ ઘઉંનું સેવન કરવું જોઈએ. આમ ફણગાવેલ ઘઉંમાં ઘણા પોષક તત્વો રહેલા છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં તમારી મદદ કરે છે. તેમજ શરીરને આવશ્યક તત્વો પણ પુરા પાડે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.