આજના જમાનામાં લોકોને બહારનું ખાવાનું વધી ગયું છે. તેમાંથી ઘણા લોકો હેલ્ધી ખોરાક શું છે તેની વ્યાખ્યા પણ દિવસેને દિવસે ભૂલી જાય છે. આથી ઘણા લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. નાની ઉંમરમાં હાથ-પગમાં દુખાવો થવો, પગમાં ખાલી ચડી જવી, શરીરમાં નસો બ્લોક થવાનો પણ પ્રોબ્લેમ આજકાલ વધારે થઈ ગયો છે. આપણો ખોરાક અને રોજિંદી આદતો આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો આપણે હેલ્ધી ફૂડ અને રૂટિન માટે નિયમો બનાવીએ અને તેનું પાલન કરીશું તો સ્વસ્થ રહેવામાં મદદ કરશે.
ઘણી વાર નસોમાં બ્લોકેજ થવાની ફરિયાદ રહે છે. ધમનીની અંદરની દિવાલ પર પ્લેક એટલે કે ગંદકી જામી જાય છે. તેના કારણે નસો બ્લોક થઈ જાય છે. જેના લીધે લોહીનું ભ્રમણ ઓછું થાય છે. અંતે હાર્ટ એટેક અથવા બ્રેઇન સ્ટોક આવવાનો ખતરો વધી જતો હોય છે. એવા કેટલાક પદાર્થ છે જે તમારી નસોને બ્લોક કરી શકે છે. તો જાણો આ 4 વસ્તુના નામ જે તમારી નસોને જાણેઅજાણે બ્લોક કરવાનું કામ કરે છે. તેમાં ગંદકી ભરે છે.
- વધારે પડતી ખાંડવાળા પદાર્થ-
ખાંડમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. તે શરીરમાં વધારાની ચરબી વધારી શકે છે. જો તમને વધારે પડતું મીઠું એટલે કે ગળ્યું ખાવાનો શોખ હોય તો ગોળ વાળી આઈટમ બનાવીને ખાઈ શકો છો. કારણ કે ખાંડ તમારા શરીરમાં કેલરી વધારશે જેથી નસો બ્લોક થવાની સમસ્યા થઈ શકે છે.
ઘરે તમે રોજ ખાંડવાળી ચા પીતા હોવ તો ગોળ નાખીને પીવી જોઈએ. એ ઉપરાંત પણ જેમાં ખાંડ આવતી હોય તેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ. જેમ કે ચોકલેટ, બજારનો રસ, કેન્ડી, આઇસક્રીમ, કુકીઝ, અત્યારે ઉનાળાની સીઝનમાં રાત્રે બરફનો ગોળો ખાવા મોટાભાગના લોકો જતા હોય છે. જેમાં ખાસ કરીને સુગર જ હોય છે. આમ જે પણ પદાર્થોમાં સુગરનું પ્રમાણ વધારે આવતું હોય તેવી વસ્તુને ખાવાનું છોડી દો. કારણ કે તે તમારો દુશ્મન છે. બને તો નેચરલ શુગરથી બનેલી વસ્તુ ખાવાની ટેવ પાડો.
- ઈંડા પણ શરીરને નુકસાન પહોંચાડે-
ઇંડા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને દરરોજ ઇંડા ખાવાથી શરીરને જરૂરી તત્વો મળી પણ રહે છે. ઘણાં લોકો રોજ ઈંડા ખાતા હોય છે. તેમને લાગે છે કે શરીર માટે ગુણકારી છે. પરંતુ તેમને તેની યોગ્ય રીત ખબર હોતી નથી કારણ કે કેટલી માત્રામાં ખાવા, કેટલા ખાવા તેની પૂરેપૂરી જાણકારી હોતી નથી.
કેટલાક લોકો કાચા ઇંડા ખાય છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે. હંમેશાં ઇંડા રાંધીને ખાવા જોઈએ. જ્યારે ઇંડા રાંધવામાં આવે છે ત્યારે પ્રોટીનની માત્રા તેમાં વધે છે. અને શરીરમાં જેટલા પ્રોટીનની જરૂર હોય તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એ સિવાય પણ તમે એક વાત નહીં જાણતા હોવ રોજ ઈંડાનું સેવન કરવું હાનિકારક નથી, પરંતુ એક-બે કરતાં વધારે ઈંડાનું સેવન તમારા શરીરની નસોને બ્લોક કરી શકે છે. એ ઉપરાંત હૃદય સંબંધિત બીમારીઓને આમંત્રણ આપે છે.
- વધારે પડતા ફાસ્ટફૂડ-
થોડા વર્ષોથી વડાપાંઉ, સમોસા, દાબેલી, પીઝા, બર્ગર, ફ્રેન્કી, જેવા જંકફૂડે શહેરના ગલી, કેન્ટિન, રેસ્ટોરન્ટ વગેરેમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. લોકો પણ આ ફૂડ દિવસેને દિવસે વધારે પ્રિય લાગી રહ્યા છે. તો આ બધા જંકફૂડથી દૂર રહેવું જોઈએ.
જંકનો મતલબ જ થાય છે કે બેકારની વસ્તુ જેનો કોઈ ફાયદો થતો નથી. વધારે પડતી માત્રામાં જંકફૂડ ખાવાથી તમને ઘણા પ્રકારની બીમારીઓને આમંત્રણ આપી શકો છો. સાથોસાથ તમારા શરીર પર ચરબીના થર તો વધશે, તેમજ નસોમાં ગંદગી ભરાઈ જશે. આ વસ્તુઓના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે.
- રિફાઈન્ડ અનાજ-
ઘઉંના લોટ અને તેમાંથી બનેલી કોઈ આઈટમ તમારા શરીર માટે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઘઉંમાં રહેલું કાર્બોહાઇડ્રેટ જેને એમિલોપેક્ટિન અને કાર્બોહાઈડ્રેટ જે સરળતાથી બ્લડ સુગરમાં ફેરવાય છે. જેના કારણે તમને ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.
બ્રેડ, પેસ્ટ્રી, કેક, પાસ્તા વગેરે જેવી વસ્તુથી પણ દૂર રહેવું જોઈએ. એ લોકો જાણતા હોતા નથી કે ઘઉંના બ્રેડના માત્ર બે ટુકડા શરીરમાં બ્લડ સુગરનું લેવલ 6 ચમચી ખાંડ ખાધા બરાબર થાય છે.
આમ ઉપર જણાવેલ જે પણ વસ્તુ છે તેની ક્યારેય આદત ન પાડશો. મહિનામાં એક કે બે વાર ખાઈ શકો છો. અને બને તો ઘરનો રાંધેલો ખોરાક ખાવો જે તમને અને તમારા શરીરને તંદુરસ્ત રાખશે.આટલી 4 વસ્તુઓથી હંમેશા દૂર રહો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.