પેટના દુખાવાના અનેક અલગ-અલગ કારણો હોય છે. જેમકે કોઈ વ્યક્તિને બહારનું ખાવાનું સુટ કરતુ નથી તેના લીધે પણ પેટનો દુખાવો થાય છે. ઠંડો ખોરાક ખાવાથી શરીરમાં બેક્ટેરિયા દાખલ થાય છે. તેના લીધે પણ પેટનો દુખાવો થવા લાગે છે. આવા અનેક પ્રકારના પેટના દુખાવાને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર તેનાથી પેટના દુખાવામાં મળશે આરામ.
સુંઠ- ઉકળતા પાણીમાં સુંઠનું ચૂર્ણ નાખી તેને ઢાંકી ઠંડુ થવા દેવું ઠંડુ થયા બાદ તે પાણીને ગાળી લેવું તેમાંથી પાંચ ચમચી જેટલું પાણી પીવાથી પેટનો આફરો અને પેટનો દુખાવો દુર થાય છે. આ પાણીને સોડા-બાય-કાર્બ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલ વાયુ દુર થાય છે. જમ્યા પછી કેટલાકને 2-3 કલાક સતત પેટમાં દુખાવો થાય છે. તેના ઉપાય માટે સુંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દુધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
અજમો- અજમો,સિંધવ અને હિંગ વાટી તેનું ચૂર્ણ બનાવી લેવાથી પેટમાં ચડેલો ગોળો મટે છે. અજમાની ફાકી ગરમ પાણી સાથે પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. અજમા સાથે મીઠું વાટી તેનું ચૂર્ણ બનાવવું તે ચૂર્ણ લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
લીંબુનો રસ– લીંબુના રસમાં મૂળનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો પેટનો દુખાવો દુર થાય છે. લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો અને આફરો માટે છે. જાયફળ વાટીને તેમાં લીંબુનો રસ મેળવી પીવાથી ગમે તેવો પેટનો દુખાવો દુર થાય છે.
આદું- આદુંના રસમાં સરખા ભાગે તુલસીનો રસ મેળવવો બરાબર મિક્સ કરી તેને ગરમ કરી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. આદુંના રસ માંથી ફૂદીનાનો રસ અને મીઠું મેળવી પીવાથી પણ પેટનો દુખાવો દુર થાય છે.
કાળું મીઠું- કાળું મીઠું,હિંગ,સુંઠ,અજમો આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને સવાર-સાંજ થોડા ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
ડિકામારી- લીંબુના ભાગ કરી તેના ઉપર ડીકામારી પાવડર ભભરાવી લેવું તેના બાદ તે લીંબુને શેકી લેવું પછી તેને ખાવાથી પેટનો દુખાવો દુર થશે. ડીકામારી નું ચૂર્ણ એક-બે ગ્રામ થોડા ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો દુર થાય છે. (આ પાઉડર વિષે ખબર ના હોય તો કોમેન્ટ કરજો)
વરીયાળી- એક ચમચી વરીયાળીને અડધા કપ પાણીમાં પલાળવી થોડા સમય બાદ તે પાણીને ઉકાળવું પછી તે પાણીને ગાળી લેવું અને તેને ઠંડુ પડવા દેવું ઠંડુ થઈ જાય બાદ તેમાં મધ મેળવી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. વરીયાળીમાં દુખાવો દુર કરવાના ગુણધર્મ રહેલ હોય છે. તેનાથી પેટને આરામ મળે છે.
તુલસી- તુલસીના પાનમાં અનેક રોગને દુર કરવાના ગુણ રહેલા હોય છે. તુલસીના થોડા પાન લઈ તેને એક કપ પાણીમાં પલાળવા આ પાણીને ઉકાળવું આ ઉકાળેલા પાણીને પીવાથી પેટનો દુખાવો દુર થાય છે.
દહીં- એક કપ દહીંમાં થોડું મીઠું,કોથમીર અને એલચી પાવડર બરાબર મિક્સ કરી ખાવાથી પેટનો દુખાવો દુર થાય છે. આ દહીં જમ્યાના એક કલાક પહેલા ખાવું જોઈએ. દહીં પેટના દુખાવા માટે એકદમ સારી ઔષધી છે.
હિંગ- જો બાળકને પેટનો દુખાવો થતો હોય ત્યારે હિંગને પાણીમાં પલાળી નાના બાળકના પેટ પર લગાવવાથી બાળકના પેટનો દુખાવો દુર થાય છે. હિંગ,અજમો,સિંધવ આ ત્રણને મિકસ કરી તેનું ચૂર્ણ બનાવવું અને તેની ફાકી લેવાથી પેટમાં ચડેલો ગોળો દુર થાય છે.
કેળા- કેળામાં પોટેશિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. લુઝમોશન જેવી સમસ્યા ના લીધે થતા પેટના દુખાવાને દુર કરવા માટે 2,3 દિવસ સતત કેળા ખાવાથી પેટનો દુખાવો દુર થાય છે.
હરડે- હરડે,કાળું મીઠું,પીપળી,અજમો આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો દુર થાય છે. આ ચૂર્ણથી પેટની બીજી પણ અનેક સમસ્યા દુર થાય છે. જેવીકે ગેસ અને પેટ સાફ થવા જેવી સમસ્યા પણ દુર થાય છે.
ઉપર જણાવેલા તમામ ઉપાયો ઈન્ટરનેટની માહિતી લઈને લખેલા છે, જો તમને ઉપરની કોઈ વસ્તુની એલર્જી હોય તો તે પ્રયોગ ઉપયોગમાં લેવો નહિ. તેમજ બીજ અનેક ઉપાય કરતી વખતે ડોક્ટરની કે કોઈ આયુર્વેદના જાણકારની મદદ લઈને તેનો ઉપયોગ કરશો તો પરિણામ વધુ સારું રહેશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.