કાર લઈને ફરવા જવાની બહુ મજા આવતી હોય છે. અને તેમાં પણ ખુશનુમા વાતાવરણ હોય, ઘણી વખત ફેમિલી ટૂર પર પણ વીકેન્ડમાં આપણે જતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે રોડ પર જતા હોઇએ છીએ ત્યારે 80-90ની સ્પીડે જનરલી કાર હાઈવે પર ચલાવતા હોઈએ છીએ. પરંતુ તે જ વખતે આપણી કારની બ્રેક ફેલ થઈ ગઈ, ઘણા લોકો ગભરાય જતા હોય છે.
તે સમયે ગભરાવાની કોઈ જરૂર હોતી નથી બસ ખાલી થોડો બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાનો હોય છે. અને એકદમ સરળતાથી તમે કારને રોકી શકો છો. ભગવાન આવું કોઈની સાથે ન કરે, કારણ કે બ્રેક ફેલ થતા ઘણા મોટા અકસ્માત થતા હોય તેવું સાંભળ્યું અને કેટલાકે તો જોયું પણ હશે તો તમને જણાવીશું કે બ્રેક ફેલ થતા ગભરાયા વગર સરળતાથી 10 સેકન્ડમાં તમે કારને રોકી શકો છો. જેનાથી મોટી દુર્ઘટના થતા બચી જશે.
તમે બે રીતે કારને બ્રેક કરી શકો છો. (1) હેન્ડ બ્રેકિંગ સિસ્ટમ (2) એન્જીન બ્રેકિંગ સિસ્ટમ.
-આ બંને સિસ્ટમમાં હેન્ડ માટે ઘણા લોકોને ડાઉટ હોય છે કે સ્પીડમાં ગાડી ચાલતી હોય ત્યારે હેન્ડ બ્રેક લગાવાથી કાર સ્લીપ થઈ જાય છે. અને અકસ્માત થવાનો ભય રહે છે. પરંતુ આ વાત ખોટી છે. હેન્ડ બ્રેકને ધીમે રહીને અપ્લાય કરો તો સારી રીતે કાર બ્રેક કરી શકો છો. હેન્ડ બ્રેકની જે બ્રેકિંગ સિસ્ટમ છે તેની સિસ્ટમ અલગ હોય છે. તે મેકેનિઝમ હોય છે. તે કારની પાછળના વીલ સાથે જોડાયેલું હોય છે. અને તે સારી રીતે કારને બ્રેક કરવામાં મદદ કરે છે.
એક વાત ખાસ યાદ રાખવી કે હેન્ડ બ્રેક હોય ત્યાં કોઈ પ્રકારની વસ્તુ બાજુમાં રાખવી નહીં, ઘણા લોકો ખાવાની વસ્તુ પાણીની વોટરબોટલ રાખી દેતા હોય છે. કેટલીક મહિલાઓ બાજુમાં પર્સ રાખી દેતી હોય છે. પરંતુ હંમેશાં એક વસ્તુ યાદ રાખવી કે હેન્ડ બ્રેક ખુલ્લી તે એવી રીતે રાખવી કેમ કે ગમે ત્યારે ઇમરજન્સી હોય તો કોઈ રીતે કવર થયેલી ન હોય, કવર થયેલી હોવાથી હેન્ડ બ્રેક કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે.
બ્રેક ફેલ થાય તો કારને કેવી રીતે રોકશો જાણો સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ –
-સૌથી પહેલા ગભરાયા વગર એકથી બે સેકન્ડ માટે પેડલ પર પગ મારો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તેનાથી બ્રેક લાગી જતી હોય છે. જો 2 સેકન્ડની અંદર બ્રેક ન વાગે તો તરત તમારે ચિંતા કર્યા વગર ધીમે ધીમે અડધી હેન્ડ બ્રેક લગાવો ત્યાર બાદ…
– કદાચ જો તમે 4 ગેરમાં કાર ચલાવી રહ્યા હોવ તો પછી ગાડીને 3 (ત્રીજા) ગિયરમાં લાવવાની કોશિશ કરવી જોઈએ. આનાથી તમારી કારની સ્પીડ ઘણી ઓછી થઈ જશે. હવે તમે કારને ત્રીજા જ્યારે 2 ગેરમાં લાવો છો ત્યારે હેન્ડ બ્રેક પૂરેપૂરી મારવી.
-જેથી કારની સ્પીડ સારી રીતે કંટ્રોલમાં આવી જશે અને બ્રેક લાગશે. જેથી કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થવાની ચિંતા રહેશે નહીં. તમારે આ રીત ચેક કરવી હોય તો એક વાર ખાલી રસ્તો હોય ત્યારે ટ્રાય કરી શકો છો. જેથી ભવિષ્યમાં જરૂર પડે તો કોઈ તકલીફ ન પડે.
-પરંતુ આપણે એવું ઇચ્છીએ કે ક્યારેય આપણને આ રીતે કાર બ્રેક કરવાની જરૂર ન પડે. અને જો જરૂર પડી તો પણ તમે આ ટેક્નીકનો ઉપયોગ કરીને માત્ર 8-10 સેકન્ડમાં હેન્ડ બ્રેક લગાવીને કારને રોકી શકો છો.
સામાન્ય રીતે બ્રેક ફેલ થાય ત્યારે હાઇપર ટેન્શનમાં આવવાની જગ્યા પર તમે શાંતિથી આ ટેક્નીકનો ઉપયોગ કરશો તો જરૂર લાભ થશે. આ ટેક્નીક તમે તમારા મિત્રો અને સગા-સંબંધીને પણ જણાવી શકો છો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.