ઘણા લોકો પોતાનો વજન ઘટાડવા માટે તેમજ વધારાની ચરબી ઓગાળવા માટે અનેક રીતે પ્રયત્નો કરતા હોય છે. લોકો જીમ જોઈન કરતા હોય છે તેમજ અલગ અલગ એકસરસાઈઝ કરતા હોઈએ છીએ. તેમ છતાં પણ વજન ઘટતું નથી. પરંતુ આપણે જે ખાદ્ય પદાર્થોનું સેવન કરીએ છીએ તે આપણા વજન અને ચરબીને ખુબ જ પ્રભાવિત કરે છે. આપણે અમુક એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરતા હોઈએ છીએ કે જેનું સેવન કરવાથી આપણી ચરબી ફટાફટ વધતી હોય છે. જો આ ખાદ્યપદાર્થોનું સેવન કરવાનું છોડી દઈએ તો આપણા શરીરમાં ચરબી જમા થશે નહિ અને વજન ઘટી જશે.
- 1. કાર્બનયુક્ત ભોજન અને કોલ્ડડ્રીન્કસ
લગભગ લોકો એવું વિચારતા નથી કે તે પોતાના નિયમિત આહારમાં કેટલા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરે છે. ખાંડ, બ્રેડ, રોટલી, ભાત, કોફી, કોલ્ડ ડ્રીંક વગેરે વસ્તુઓમાંથી કાર્બન મળતું હોય છે. આ ઉપરાંત કેક, કોફી, કેન્ડી, પેસ્ટ્રી વગેરે કાર્બોહાઈડ્રેટ યુક્ત પદાર્થોનું સેવન આપણે તો કરતા હોઈએ છીએ પરંતુ આપણા બાળકોને પણ ખવડાવતા હોય છે.
એક અધ્યયન પરથી સાબિત થયું છે કે આપણે જે કાર્બન યુક્ત ખોરાક અને ડ્રીંક્સનું સેવન કરીએ છીએ તેની સીધી અસર આપણા શરીરની ચરબી પર થતી હોય છે. એવામાં ખાંડમાં 50% ફ્રેકટોઝ હોય છે તેમજ બ્રેડ પિઝ્ઝા જેવા ફાસ્ટ ફૂડમાંમાં સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને તે સ્ટાર્ચમાં 55% ફ્રેકટોઝ હોય છે. ફ્રેકટોઝ પણ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ જ છે જેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરની ચરબી વધે છે. આ ઉપરાંત તે આપણા હૃદય અને મગજ માટે પણ જોખમ ઉભા કરે છે.
- 2. શરાબ
શરાબ આપણા સ્વાસ્થ્યને તો હાનિ પહોંચાડે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે શરાબ પીવાની આદત આપણા વજનને પ્રભાવિત કરે છે. વધારે પડતી શરાબ પીવાથી લીવરમાં સોજો તેમજ ફેટી લીવર જેવી સમસ્યા થઇ શકે છે. ઘણા અધ્યયન પરથી એવું સાબિત થયું છે કે વધારે પડતું શરાબનું સેવન કરવામાં આવે તો શરીરમાં ચરબી પચાવવાની ક્ષમતા ઘટવા લાગે છે જેના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. તેના કારણે સૌથી પહેલા પેટ ફૂલવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત તેનાથી હાર્ટ અટેકની સંભાવના પણ રહે છે.
- ૩. ઓછા પ્રોટીન વાળો ખોરાક
શરીર દિવસ દરમિયાન જે જે કાર્ય કરે છે તે કાર્ય માટે શરીરમાં યોગ્ય પ્રોટીનનું હોવું ખુબ જ જરૂરી છે. પ્રોટીન આપણા વજનને નિયંત્રણ રાખવામાં ખુબ જ મદદ કરે છે. જયારે આપણે વધારે પ્રોટીન યુક્ત ખોરાકનું સેવન કરીએ છીએ ત્યારે લાંબા સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે પરિણામે આપણને ભૂખ લાગતી નથી. આ ઉપરાંત હાઈ પ્રોટીન યુક્ત ખોરાકથી આપણા શરીરમાં મેટાબોલીઝમ વધે છે જે આપણા શરીરની વધારાની કેલેરી અને ચરબીને ઓગાળે છે.
પરંતુ તેનાથી વિરુદ્ધ જો તમે ઓછા પ્રોટીન વાળા ખોરાકનું સેવન કરો છો તો તેનાથી આપણું વજન વધવાને બદલે ઘટે છે. અને ચરબી આપણા પેટની આસ પાસ જમા થવા લાગે છે. આ ઉપરાંત એક અભ્યાસ પરથી એ વાતની સાબિતી થઇ હતી કે જયારે આપણે ઓછા પ્રોટીન વાળા ખોરાકનું સેવન કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં ન્યુરોપેપ્ટાઇડ y નામના હોર્મોન્સની માત્રા વધવા લાગે છે, અને તમને જણાવી દઈએ કે આ હોર્મોન્સ આપણા શરીરમાં ભૂખ વધારવાનું કાર્ય કરે છે અને પરિણામે આપણને ભૂખ વધુ લાગે છે અને આપણા શરીરમાં ચરબી જમા થવા લાગે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.