👱♀️વિશ્વાસ અડગ હોય તો ગમે તેટલું કઠણ કાર્ય હોય સરળ થઈ જતું હોય છે. તેનું ઉત્તમ ઉદાહરણ કનક છે. કનક નામની 15 વર્ષની છોકરી પિતા અને તેની સાવકી મા સાથે રહેતી હતી. તેને એક ભાઈ અને બહેન હતા.
👱♀️મા સાવકી હોવાથી તમે સમજી શકો છો કે કેટલી તકલીફો આ જમાનામાં પણ સહન કરવી પડતી હોય છે. કનક ભણવામાં હોંશિયાર હતી. તેને ભણવું ગમતું હતું. પરંતુ જેવું તેણે 8 ધોરણ પાસ કર્યું કે તરત માતાએ તેને લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના પિતા આ વાત સાંભળી કહ્યું કે તેને ભણવાનું ગમે છે તો તેને ભણાવવી જોઈએ.
👱♀️તે પોતાનો ખર્ચ જાતે જ ઉઠાવી રહી છે. કનક નાની ઉંમરે પણ ટ્યુશન કરાવી સ્કૂલની ફિઝ અને બીજો ખર્ચ કરતી હતી. આ વાતની જાણ તેને થઈ તો તે રડવા લાગી કેમ કે તેને ભણવું હતું. પરંતુ તેની માતાને કનક કરતાં તેના પોતાના બાળકોની વધારે ચિંતા હતી.
👱♀️તેનું સપનું હતું IAS બનવાનું. કારણ કે તેણે સ્કૂલમાં એક વખત અધિકારીને સફેદ કલરની ગાડીમાં આવતા જોયા અને તેને મનમાં નિર્ણય કર્યો કે તે પણ એક દિવસ લાલ બત્તી વાળી ગાડીમાં બેસીને આવી રીતે આવશે. એ સમયે તેના શિક્ષકે તેને વધારે મહેનત કરી ભણવાની સલાહ આપી હતી. અને તે આ રીતે કરવા પણ લાગી હતી.
👱♀️પરંતુ તેની માતાના કારણે આ સપનાં રોળાતાં હોય તેવું લાગી રહ્યું હતું. તે 15 વર્ષની હતી ત્યારે એક દિવસ તેની માતા એ સાડી પહેરી વ્યવસ્થિત તૈયાર થવા કહ્યું. કેમ કે તેને છોકરાવાળા જોવા આવવાના હતા. છોકરો 30 વર્ષનો હતો. તેના પરિવાર વાળા છોકરીને જોઈ ચોંકી ઉઠ્યા કેમ કે કનકની ઉંમર નાની હતી. તેમ છતાં છોકરાવાળા લગ્ન માટે રાજી થઈ ગયા હતા.
👱♀️કનકને આ વાત જરાપણ પસંદ નહોતી તેને તો IAS બનવું હતું. તે લોકો ગયા પછી કનક રડવા લાગી અને આંસુ લૂછ્યા તેણે હિંમત કરી કહ્યું કે તેને લગ્ન નથી કરવા. આ વાત સાંભળી તેની માતાએ લાફો માર્યો. પરંતુ જરાપણ ડગી નહીં તેણે કહ્યું હું ઘર છોડી દઈશ.
👱♀️ઘર છોડવાની વાત સાંભળી તેની માતાને હસવું આવ્યું, કહ્યું ક્યાં જઈશ બે દિવસની અંદર પાછી આવી જઈશે. પરંતુ કનક મક્કમ હતી. તે પોતાનું બેગ ભરી ઘરની બહાર નીકળી ગઈ. કનક ઘરની બહાર જતી વખતે બોલી તમારે મોંઘવારીમાં મારું પૂરું કરવાની ચિંતા ન રહે એટલા માટે ઘર છોડી ચાલી જાવ છું.
👱♀️કનક જ્યારે ઘર છોડી રસ્તામાં જતી હતી ત્યારે તેને સ્કૂલ શિક્ષક મળ્યા. તેમણે પૂછ્યું ક્યાં જાય છે. ત્યારે કનકે આખી વાત જણાવી, તો શિક્ષકે કહ્યું હું વાત કરું તારા પેરેન્ટ્સને તેણે ના પાડી દીધી. કનકે બીજી વાત કરી કે માત્ર મને રહેવા માટે ઘર શોધવામાં મદદ કરો. શિક્ષકે તેને ઘર શોધી આપ્યું અને ટ્યુશન કરાવી પોતાનો ખર્ચ કાઢવા લાગી હતી.
👱♀️ઘરમાં થોડો સામાન લાવી રહેવા લાગી. સવારે સ્કૂલે જતી સાંજે આવીને ટ્યુશન કરાવતી હતી. કેટલોક સમય તો એવો હતો કે તેને જમવાનું પણ બનાવવાનો સમય નહોતો રહેતો. તો પણ તે પોતાના નિર્ણય પર અડગ રહી. આ રીતે 12 ધોરણ પાસ કર્યું.
👱♀️તે કોલેજમાં એડમિશન લેવા જાય છે. પણ કોલેજની ફિ સાંભળી તે રડવા લાગી કેમ કે તેની પાસે એટલા પૈસા નહોતા. કહેવાય છેને મુશ્કેલી આવે છે સાથે તેનું નિરાકરણ પણ હોય. તે જ્યારે રડતી હતી ત્યારે એક પ્રોફેસર તેને જોઈ ગયા અને પૂછવા લાગ્યા કેમ તું રડે છે? શું થયું… ત્યારે કનક વાતની જાણ કરે છે.
👱♀️પ્રોફેસરે કહ્યું અહીં એન્ટ્રેન્સ એક્ઝામમાં ફર્સ્ટ આવે તેને સ્કોલરશિપ આપવામાં આવે છે. તે જાણી કનક ખુશ થઈ ગઈ તરત ફોર્મ ભર્યું.તેણે પરિક્ષા માટે ખૂબ મહેનત કરી પ્રથમ નંબરે પાસ થઈ. ફી પણ માફ થઈ ગઈ. તે પ્રોફેસરે તેનું સપનું પૂછ્યું તો કનકે IAS બનવું છે. તેમ કહ્યું. તો પ્રોફેસરે કહ્યું તે પરિક્ષા આપવી ઘણી અઘરી છે.
👱♀️ત્યારે કનકે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો કે આના કરતાં પણ વધારે તકલીફ વાળી પરિક્ષાઓ મેં જીવનમાં પાસ કરી છે. સાંભળી પ્રોફેસરને તેના પર ગર્વ થયું અને તે તાળી પાડવા લાગ્યા. તેને આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું.
👱♀️તેની મહેનતનું ફળ કનકને જરૂર મળ્યું તે એક દિવસ IAS અધિકારી બની ગઈ. લાલ બત્તી વાળી ગાડીમાં બેસી શિક્ષકને મળવા આવી. એ જ શિક્ષકે તેને સ્કૂલ ટાઈમમાં ઘણી મદદ કરી હતી. કનકને જોઈ તે પણ ખુશ થઈ ગયા અને તેમની આંખમાં હરખનાં આંસુ આવી ગયા. આ રીતે કનક આત્મ વિશ્વાસ સાથે IAS બની.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.