👆 કબજિયાત એ એક એવું દર્દ છે કે જે શરીરના તમામ રોગોનું મૂળ છે. પેટ જો બરાબર સાફ નહિ હોય તો તમને ઘણી બીમારીઓ થવાનો સંભવ રહે છે. ઘણા લોકોને આ કબજિયાત જેવો પ્રોબ્લેમ રહેતો હોય છે. તો આજે અમે તમને અમુક એવી મુદ્રા જણાવવા જઈ રહ્યા છીએ કે જે આ પ્રોબ્લેમને દૂર કરી શકે છે. તો ચાલો જોઈએ તે મુદ્રા કઈ છે.
👆 કબજિયાત થવાના ઘણા કારણો હોય શકે છે. અપૂરતો ખોરાક લેવો, ખરાબ લાઈફસ્ટાઈલ, તણાવ યુક્ત જીવન વગેરે જેવા કારણો હોય શકે છે. કબજિયાતના કારણે ઘણા જ પ્રકારના રોગ થવાનો સંભવ રહે છે. તેથી જ આ દર્દને ખૂબ જ વહેલી તકે ઈલાજ કરીને દૂર કરવું જોઈએ.
👆 ઘણા લોકો કબજિયાતના ઈલાજ માટે વિવિધ ચૂર્ણ લેતા હોય છે પરંતુ તે ચૂર્ણ લો તો જ બરાબર થાય જો નથી લીધું તો તે પ્રશ્ન ફરી ઊભો જ છે પરંતુ એક સૂચિ મુદ્રા એવી છે કે કબજિયાતના પ્રશ્નને હલ કરે છે. આ સિવાય જો તમને ગેસ, એસિડિટી કે પાચનની કોઈ તકલીફ હોય તો તેને પણ દૂર કરે છે.
👆 સૂચિ મુદ્રા તે શું છે : સૂચિ મુદ્રા તે હાથની જ મુદ્રા છે. સૂચિ મુદ્રા એ નામ સંસ્કૃત શુચિ ઉપરથી લેવામાં આવેલ છે. શુચિ શબ્દનો અર્થ સ્વસ્થતા કે પવિત્રતા એવો થાય છે. આ સૂચિ મુદ્રા હાથની આંગળીઓની જ મુદ્રા છે. આ મુદ્રા કરવાના ઘણા જ લાભ થાય છે તે આપણા શરીર અને મન બંનેને લાભ આપે છે. આ મુદ્રા કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું બને છે.
👆 સૂચિ મુદ્રા કેવી રીતે કરી શકાય : આ સૂચિ મુદ્રા કરવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. જે લોકો આ મુદ્રાનો નિયમિત પ્રયોગ કરે તેમને કબજિયાતની જૂની તકલીફ હશે તો તે પણ દૂર થશે અને બીજા પણ ઘણા જ ફાયદા આ મુદ્રા કરવાથી થાય છે.
👆 સૂચિ મુદ્રા કરવાની પધ્ધતિ : આ મુદ્રા કરવા માટે એક એવી જગ્યા પસંદ કરો કે ત્યાં કુદરતી હવા આવતી હોય. ત્યાં તમારે પદ્માસનની સ્થિતિમાં બેસવાનું છે તમારા બંને હાથને સામે લાવી હવે તમારા અંગૂઠાને હથેળીમાં વાળો તે સમયે અંગુઠો તમારી નાની આંગળીને અડવો જોઈએ.
👆 આ પછી તમારે અંગૂઠાની ઉપર સૌથી નાની આંગળી એટલે કે કનિષ્ઠા તે પછી અનામીકને અને છેલ્લે તમારે મધ્યમાં આંગળીને અંગૂઠાની ઉપર વાળવાની છે. હવે તમારે તમારા હાથની તર્જની એટલે કે અંગૂઠાની પાસેની આંગળીને એકદમ સિધ્ધી જ રાખવાની છે.
👆 હાથની આ મુદ્રા બની ગયા બાદ તમારે બંને હાથને તમારા ઘુંટણ પર રાખવાના છે અને ધીરેથી આંખોને બંધ કરી લેવી. મનને એકદમ શાંત કરીને ઊંડો શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. માથું એકદમ સીધું જ રાખો. તમારા મનને શાંત કરીને પૂરું ધ્યાન તમારા પેટ તરફ લઈ જાઓ. શ્વાસને પેટની આજુબાજુમાં અનુભવો. આ મુદ્રામાં તમારે 10 મિનિટ સુધી રહેવાનું છે. ત્યારબાદ એકદમ ધીમેથી તમારી આંખને ખોલો. આ મુદ્રા કરવાથી કબજિયાતનો પ્રોબ્લેમ તુરંત જ દૂર થાય છે.
👆 સૂચિ મુદ્રા કરવાના ફાયદાઓ : સૂચિ મુદ્રા કરવાના ઘણા જ ફાયદા થાય છે. સૂચિ મુદ્રાથી કબજિયાત જેવુ દર્દ હંમેશા માટે દૂર થાય છે. તે સિવાય સૂચિ મુદ્રા પાચનક્રિયાને સુધારે છે. આંતરને સાફ કરીને શરીરનો નકામો કચરો દૂર કરે છે, છાતીમાં થતી બળતરાને દૂર કરે છે, એસિડિટીને દૂર કરે છે, ગેસ, અપચા જેવી પણ તકલીફો દૂર કરે છે. સૂચિ મુદ્રા તણાવ, ચિંતા ને દૂર કરી મનને શાંતિ બક્ષે છે.
👆 સૂચિ મુદ્રા કરતાં ધ્યાને લેવા જેવી બાબતો : સૂચિ મુદ્રા કરવાથી ઘણા જ ફાયદા થાય છે. પરતું જ્યારે તમે આ મુદ્રા પ્રથમ વાર કરો છો તે સમયે યોગ્ય એક્સપર્ટની સલાહ મુજબ કે તેની નિગરાનીમાં કરો. જો તમને કોઈ નાની-મોટી તકલીફ હોય તો તે દિવસે સૂચિ મુદ્રા કરવાનું ટાળો. આ મુદ્રા કરવાથી કબજિયાત જેવા હઠીલા દર્દને પણ દૂર કરી શકાય છે.
જો આ સૂચિ મુદ્રા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.