આપણાં આયુર્વેદમાં ઘણી એવી ઔષધિ વિષે કહેલું છે જેનાથી મોટા મોટા રોગો આસાનીથી દૂર કરી શકાય છે. આજે આપણે જે પાન વિષે વાત કરીશું તેનો ઉપયોગ આપણે રસોઈમાં પણ કરીએ છીએ. રસોઈ માટે ઉપયગો થતાં પાનના આયુર્વેદિક ફાયદાઓ વિષે ઓછા લોકો જાણે છે. તેની વિષે પૂરી માહિતી આજે તમને જણાવીશું તે પાન કેટલા રોગમાં ઉપયોગ થાય છે અને કેવી રીતે તેનો ઉપયગો કરવામાં આવે છે. આ પાનની અંદર ઘણા પોષકતત્વો, વિટામીન્સ, ખનીજ જેવી વસ્તુ મળે છે.
આ પાન છે, લીમડાના પાન. આ લીમડાને આપણે મીઠા લીમડાના નામથી ઓળખીએ છીએ. તો ચાલો જાણીએ હવે તેના ફાયદાઓ વિષે. આ આર્ટીકલ ધ્યાનથી વાંચવો જેથી આ પાનના ફાયદાઓ સાથે તેના નુકસાન વિષે પણ તમને માહિતી આપી શકીએ. આ પાનથી શરીરમાં થોડા નુકસાન પણ થઈ શકે છે. પહેલા જાણીશું લીમડાના પાનથી થતાં ફાયદાઓ વિષે.
હ્રદય- લીમડાના પાનની અંદર હ્રદય સબંધિત સમસ્યા દૂર કરવાના ગુણ રહેલા હોય છે. લીમડાના પાનની અંદર એન્ટિઇન્ફ્લેમેટરી, વિટામીન C અને A રહેલા હોય છે. આ વિટામિન અને એન્ટિઇન્ફ્લેમેટરી હ્રદય માટે ઉતમ માનવમાં આવે છે. હ્રદયની નળીઓમાં રહેલા બ્લોકેજને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં હ્રદયના રોગી માટે લીમડાની ઔષધિ પણ ઉપયોગ કરવામાં આવે છે. કોલોસ્ટ્રોલ પણ કંટ્રોલમાં આવે છે.
ચામડી- મીઠા લીમડાની મદદથી ચામડીમાં રહેલું ઇન્ફેક્ષન પણ આસાનીથી દૂર કરી શકાય છે. લીમડાના ગુણ ચામડીના દાગ, ખીલ, દાણા જેવી સમસ્યા દૂર કરવામાં સૌથી વધારે ફાયદાઓ મળી રહે છે. લીમડાના પાન વાટી બનાવમાં આવેલી પેસ્ટ મોઢા પર લગાવી મોઢાની ચામડીનો ગ્લો વધારી શકો છો. લીમડાના ગુણ ચામડીની તમામ સમસ્યા માટે ઉતમ ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર લીમડાના પાનનું તેલ પણ ચામડી માટે ફાયદાકારક રહે છે.
લીવર- લીવર સબંધિત સમસ્યા માટે લીમડાના પાન ઔષધિ રૂપે ઉપયોગમાં લઈ શકાય છે. લીમડાના પાનની મદદથી લીવર લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે. લીવર માટે જરૂરી તત્વ કાર્બજોલે ઇલ્કલોઈડ અને ટૈનીન લીમડાના પાનની અંદર મળી રહે છે. આ તત્વોના મદદથી લિવરમાં થતાં રોગ હિપેટાઈસિસ અને સીરોસિસ દૂર રહે છે. આ રોગો કાયમી દૂર રાખવા માટે લીમડાના પાનનું સેવન શરીર માટે અને લીવર માટે જરૂરી ગણવામાં આવે છે.
લોહીની કમી- લોહીમાં રહેલી કમી માટે લીમડાના પાન સૌથી વધારે ફાયદાકારક ઔષધિ માનવમાં આવે છે. લોહીમાં કમી થવાથી એનેમિયા જેવી સમસ્યા પણ થઈ શકે છે. એક જાણકારી મુજબ એનેમિયા જેવી બીમારી વધારે મહિલાઓમાં જોવા મળે છે. મહિલાઓને મીઠા લીમડાના પાનનું જ્યુસ બનાવી પીવું જોઈએ અથવા લીમડાના પાનનું નિયમિત સેવન કરવાનું રાખવું જોઈએ.
વજન- અત્યારના સમયમાં ભારતમાં પુરુષ, મહિલા અને બાળકોમાં મોટાપાની સમસ્યા થવા લાગી છે. આ સમસ્યા માટે લોકો ડોકટર પાસેથી મોંઘી અને ખતરનાક દવાઓ લેવા લાગ્યા છે. આ સમસ્યા માટે કોઈ દવા કામ નથી આપતી. આપણાં આયુર્વેદમાં મોટપની સમસ્યા માટે મીઠા લીમડાનો ઉપયોગ જણાવવામાં આવ્યો છે. મીઠા લીમડાની અંદર ઇથિલ એસીટેટ, ડાઈક્લોરોમેથેન અને મહાનિમ્બાઇન જેવા તત્વો મળી આવે છે. આ તત્વો આસાનીથી વજન ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત તમારા ડાયેટ પ્લાનમાં મીઠા લીમડાનું જ્યુસ બનાવી પીવાનું રાખવું જોઈએ.
ડાયાબિટીસ- ડાયાબિટીસના રોગી માટે લીમડાના પાનનું સેવન વધારે અસરકારક રહે છે. લોહીમાં રહેલી શુગર કંટ્રોલ કરવા માટે લીમડાના પાન ઉપયોગી સાબિત થાય છે. મીઠા લીમડાના પાનની અંદર હાઇપોગ્લાકેમિક નામનું તત્વ પણ મળી આવે છે, આ તત્વ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને ડાયાબિટીસની બીમારીની શરૂઆત થાય ત્યારથી લીમડાના 4 થી 5 પાંચ નિયમિત સવારે સેવન કરવાનું રાખો.
લીમડાના પાનથી થતાં નુકસાન-
- વાળ માટે બનાવેલા મીઠા લીમડાનું તેલ વારંવાર વાળમાં નહીં લગાવવું. વારંવાર તેલ વાળમાં માલિશ કરવાથી વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
- જે લોકોને કોઈ એલર્જી રહેલી છે તેને ક્યારે પણ લીમડાના પાન નહીં ખાવા અથવા જ્યારે પણ લીમડાના પાનનું સેવન કરો ત્યારે પહેલા એક કે બે પાન ખાઈ અને થોડી તપાસ કરવી કે, એલર્જી રહેલી છે કે નહીં.
- ગર્ભવતી મહિલા માટે પણ લીમડાના પાન હાનિકારક સાબિત થાય છે. લીમડાના પાન વાળી કોઈ પણ વસ્તુ ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલા બાળક માટે નુકસાનકારી સાબિત થાય છે.
- વધારે લીમડાનું સેવન મગજ માટે હાનિકારક સાબિત થાય છે. અઠવાડિયામાં લીમડાના પાન 3 થી 4 દિવસ જ કરવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.