👉દરેક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે તેઓ પોતાની હેલ્થને લઈને નાની-નાની વાતનું પણ ખૂબ જ ધ્યાન આપતા હોય છે. આવા લોકો પોતાના સ્વસ્થને માટે ઘણા ઘરેલું આયુર્વેદિક નુસખા પણ અપનાવતા હોય છે.
👉ઘણીવાર એવું બને કે આપણને શરીરથી કોઈ જ તકલીફ ના લાગે પરંતુ શરીરમાં અંદર-અંદર જ બીમારી હોય છે જેના લક્ષણો આપણને શરીરની બહાર જણાય છે. પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી. તો આજે અમે તમને એવા જ સાત લક્ષણ વિશે જણાવવા જય રહ્યા છીએ જે બીમારીમાં લક્ષણ છે. અને આપણને તે ચેતવી રહ્યા હોય છે તેને ઓળખવા ખૂબ જ જરૂરી છે. તો આ લેખને પૂરો વાંચો અને તમે તબીયતને બગડતી અટકાવો.
👉1. ચામડીના રંગમાં ફેર જણાવો : આપણી સ્કીન જે રંગની હોય છે તેની વચ્ચે ધાબા જેવુ જણાય તે પણ એક તકલીફ છે તેને માટે તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવું જરૂરી છે ઘણી વાર આપણે વિરોધ ખોરાક લઈએ તો એની અસર આપણી સ્કીન પર જાણાય છે. જો તકલીફ ઓછી હોય કે વધુ તેના માટે ડૉક્ટરની સલાહ તો લેવી જ.
👉2. નખનો રંગ બદલવો કે તેના આકારમાં ફેર જણાવો : જો તમારા નખ પહેલાના જેવા નથી દેખાતા તેનો રંગ પીળો જણાય તો તમારા શરીરમાં બ્લડની ઉણપ હોય શકે છે અને જો તમારા નખનો શેપ બદલાવા લાગ્યો છે તો તમારા શરીરમાં ન્યૂટ્રિશનની ખામી હોય શકે છે.
👉3. આંખો સ્વચ્છ ના જણાવી : જ્યારે આપણે કોઈ નાની-મોટી બીમારીમાં ડૉક્ટરની પાસે જઈએ છીએ તો તેઓ ટોર્ચ વડે આપણી આંખો પણ ચેક કરે છે. આંખ દ્વારા આપણી બીમારીને જાણી શકાય છે. જો તમારી આંખો લાલ થઈ જાય કે પીળી જાણાય કે પછી થકાન જેવુ લાગે તો ચોક્કસ ડૉક્ટરને મળો.
👉4. પેટમાં ગેસ થવો : પેટમાં ગેસનુ વિશેષ બનવું એ પણ એક લક્ષણ છે કે તમે અંદર થી બીમાર છો. ડોક્ટરના મત અનુસાર એક નોર્મલ વ્યક્તિ 15 થી 20 વાર ગેસ પાસ કરતો હોય છે પરંતુ જો તેના કરતાં પણ વિશેષ ગેસ બને છે તો તે કોઈ નોર્મલ વાત ના કહી શકાય.
👉5. યુરેનનો રંગ બદલવો : આ યુરેન પણ આપણી બીમારી જણાવે છે. જો યુરેનનો રંગ ઘેરો બને અને તેમાં વાસ આવે તો એ બીમારીની નિશાની છે. અને આવા સમયે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
👉6. દરરોજ શરીરમાં થાકનો અનુભવ થવો : સામાન્ય કે તંદુરસ્ત વ્યક્તિ દિવસની 8 કલાક ઊંઘીને પૂરા દિવસ માટે કામ કરી શકે છે. પરંતુ જો આપણે તેના બદલે થોડા કામમાં પણ થાકનો અનુભવ કરતાં હોઈએ તો જરૂર આપણા શરીરમાં કોઈ ખામી હોય શકે છે.
👉7. નસકોરાં બોલવાનો અવાજ : જે લોકોને ખૂબ જ મોટેથી નસકોરાંનો અવાજ આવે છે તે કોઈ સામાન્ય વાત ના કહી શકાય. તે એક બીમારીનું જ સંકેત છે. જે લોકોનેસ્લીપ એપનિય, વજન વધારે હોય, જેમને હાર્ટની કોઈ તકલીફ હોય અને સ્ટ્રોક જેવી હેલ્થ કન્ડિશનના લીધે પણ નસકોરાંનો ખૂબ જ મોટો અવાજ આવે છે. જો આવી તકલીફ છે તો તે કોઈ સામાન્ય નથી, ચોક્કસ ડૉક્ટરની પાસે જઈને ચેકઅપ અવશ્ય કરવો.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.