🩺 આજના સમયમાં હાર્ટને લગતી સમસ્યા લોકોમાં ખૂબ વધી રહી છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે, થોડા વર્ષોમાં ભારત વિશ્વમાં પહેલો એવો દેશ હશે જેમાં હાર્ટની બીમારી ધરાવતા લોકો વધુ છે. લોકોની બહારનું ભોજન સેવન કરવાની આદતો અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પણ હાર્ટની સમસ્યા થાય છે. ઉપરાંત આજના સમયના લોકો પોતાના શરીર પર પૂરતું ધ્યાન નથી આપતા અને કસરતના અભાવે શરીર મોટપાને કારણે બેડોળ બની જાય છે. જેના લીધે પણ હાર્ટની સમસ્યા થઈ શકે છે.
🩺 ઘણી વાર વ્યક્તિ એવી જગ્યાએ હોય છે જ્યાં મેડિકલ સારવાર પ્રાપ્ત કરવા દૂર જવું પડે છે. જેથી આવી અંતરિયાળ જગ્યાએ જો કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે તો તેને પૂરતી સારવાર ન મળવાને કારણે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તમે તેની મદદ કરી શકતા નથી. કારણ કે, તમને ખબર હોતી નથી કે આ પરિસ્થિતિમાં સારવાર શું આપી શકાય. તો તમને આ આર્ટીકલમાં આવી ઇમરજન્સીમાં તમારે કેવા પગલાં લેવા જેનાથી સામે વાળી વ્યક્તિનો તમે જીવ કઈ રીતે બચાવી શકો તેના વિશે જાણશું.
🩺 હાર્ટ અટેક સમયે લેવાતા ઇમરજન્સી પ્રાથમિક પગલાઓ :-
👉 ઘણી વાર પબ્લિક પ્લેસમાં કોઈને હાર્ટ અટેક આવી જાય ત્યારે તમારે સૌથી પહેલા કોઈ પણ વાહનની મદદ વડે નજીકમાં હોસ્પિટલ હોય ત્યાં લઈ જવા અને ધ્યાન રાખવું કે, હાર્ટ અટેક આવ્યો હોય તે વ્યક્તિની વધુ વાર બેસાડી ન રાખવું. બને ત્યાં સુધી તેને સુવડાવી અને હોપીટલ લઈ જવું.જેથી તેની ઝડપથી સારવાર થઈ શકે.
👉 અમુક વાર વ્યક્તિને હાર્ટ અટેક આવે ત્યારે તે બેહોશ થઈ જાય છે અને તેની આસ-પાસ ઘણા લોકોની ભીડ જમા થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં દર્દીને ખૂલી જગ્યામાં રાખવું અને ભીડ હટાવી દેવી જોઈએ જેથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ ન થાય. ઉપરાંત તેને એવી રીતે સુવડાવવું કે,તેનું માથું કોઈ પણ ટેકા વગર રહે અને પગને થોડા જ ઊચા રાખવા તેથી બ્લડ સરક્યુલેશન થઈ શકે.
👉 હાર્ટ અટેક એવી બીમારી છે. જેમાં તમને સાચા ઇમરજન્સીમાં પગલાં લેતા આવડે તો જે-તે વ્યક્તિનો જીવ બચી શકે છે.આવી પરિસ્થિતિમાં સૌ પ્રથમ પગલું એ લેવું કે, તે વ્યક્તિએ વધારે ટાઈટ કપડાં પહેર્યા હોય તો ઝડપથી તેને દૂર કરવા અથવા ઢીલા કરી દેવા જોઈએ.
👉 જ્યારે પણ તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો હોય તો ત્યારે તમારે તેની ગાળાની સાઈડમાં આવેલી નસ ચેક કરી લેવી અને એક મિનિટમાં કેટલી વાર હદય ધબકે તે આ નસ બતાવે છે. જો 1 મિનિટમાં 60 થી ઓછા પ્લસ રેટ થઈ ગયા હોય તો આ વ્યક્તિનું હદય ધબકવાનું ઓછું થતું જાય છે.ઉપરાંત આવા સમયે દર્દીને કોઈ પણ ખાવા પીવાનું આપવું નહીં. કારણ કે, તેનાથી સમસ્યા વધી શકે છે.
👉 જો આ વ્યક્તિની પ્લસ રેટ ઓછી થતી હોય તો તમારે તેની છાતીમાં હાથ વડે પ્રેશર આપવું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો કૃત્રિમ શ્વાસ પણ આપવા જોઈએ.આ એક ખાસ ટેકનિક હોય છે જે બધા લોકોને ખબર હોવી જોઈએ. તેથી આ ટેકનિકને તમારે કોઈ ડોક્ટર અથવા ઇન્ટરનેટ પરથી સીખી લેવી જોઈએ જેથી તમે કોઈનો જીવ બચાવી શકો.
જો હાર્ટઍટેકમાં લેવાતા ઇમરજન્સી પગલાં વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.