મિત્રો આજે આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકોને હર્તને લગતી તકલીફ હોય છે. જેનું કારણ શયદ આજકાલનો ખોરાક કહી શકાય અથવા તો પોતાના શરીરની પુરતી કાળજી ન લેવી અથવા તો વધુ પડતું ટેન્શન લેવું, અથવા તો વધુ પડતું બહારનું ખાવા પીવાનું રાખવું. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમારી સાથે પણ હાર્ટની તકલીફ થઈ શકે છે.
આમ હાર્ટ એટેક એવી બીમારી છે જે ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે આવી શકે છે. લોકો હાલતા ચાલતા હોય અને હાર્ટ એટેક આવી જાય છે, બાથરૂમ માં સ્નાન કરતા હોય અને હાર્ટ એટેક આવી જાય છે, કોઈ કામમાં મશગુલ હોય અને હાર્ટ એટેકની તકલીફ શરુ થઈ જાય છે. આવા તે અનેક સંજોગો હોય છે જ્યાં લોકોને હાર્ટ એટેક આવી જતા હોય છે.
ઘણી વખત આપણે ભર નીંદરમાં હોઈએ અને આપણા જ ઘરના કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે. પણ આ વાત અલગ છે કે આપણે તે સમયે હાજર નથી હોતા. પણ ઘણી વખત આપણી સામે જ કોઈ સગી અથવા તો દોસ્ત, અથવા તો અજાણ્યા વ્યક્તિને હાર્ટ એટેક આવતું આપણે જોઈએ છીએ. પણ આપણને તે સમયે સમજાતું નથી કે શું કરવું જોઈએ. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આજે અમે તમને હાર્ટ એટેક આવે ત્યારે તમારે સામે વ્યક્તિને મદદ કરવા માટે શું કરવું જોઈએ. તેના વિશે ઘણી માહિતી આપીશું. જે વિશે તમે થોડી પ્રાથમિક માહિતી એકઠી કરીને પોતાની ફરજ નિભાવી શકો છો. જો કે આપણે કોઈ વ્યક્તિને સંપૂર્ણ સારું નથી કરી શકવાના પણ પ્રાથમિક રીતે આપણે તેની ઘણી મદદ કરી શકીએ છીએ.
- આ કામ કરો અને હાર્ટ એટેક આવતા વ્યક્તિની મદદ કરો
એક પ્રાથમિક સારવાર માં તમે પહેલા તો જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે તેની ડોકની બાજુમાં હાથ રાખીને ત્યાની નસ દબાવો. જો તેના પલ્સ 60 થી 70 થી પણ ઓછા થતા હોય તો સમજી લેવું કે તેનું બ્લડપ્રેશર ઝડપથી નીચે જઈ રહ્યું છે. આ સમયે વ્યક્તિની સ્થિતિ ખુબ નાજુક બની જતી હોય છે. જયારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવી રહ્યું હોય ત્યારે તે વ્યક્તિને કઈ પણ ખાવાનું કે પીવાનું ના અપાવું જોઈએ. કારણ કે તેનાથી મુશ્કેલી વધી શકે છે. આથી દર્દીને કઈ પણ આપવું નહી.
જો વ્યક્તિની પલ્સ રેટ ખુબ ઓછી હોય તે સમયે તેની છાતી પર હાથ વડે દબાણ કરવાની રાહત આપી શકો છો. પણ જો તમારાથી ઉલટી રીતે દબાણ કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે. આથી તમારે તેની ટેકનીક જાણી લેવી જોઈએ. તેમ કરવા માટે વિશેષ અભ્યાસની જરૂર હોય છે. તમે આની રીતે ઇન્ટરનેટ ની મદદ થી CTR તેસ્સ એવું ટાઈપ કરીને ટેકનીક વિશે જાણી શકો છો. તેમજ તેનો વિડીયો પણ જોઈએ શકો છો.
જો તમારી આસપાસ જયારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે ત્યારે તમે ખુબ જ સહેલાઈથી તેની મદદ કરી શકો છો. માત્ર 5 મિનીટ ની અંદર તમે તે વ્યક્તિનો જીવ બચાવી શકો છો. આ એક એવી બીમારી છે જેમાં ઝડપથી પગલા લેવા ખુબ જરૂરી છે. જો દર્દીએ ટાઈટ કપડા પહેર્યા હોય તો તેને તરત જ ઢીલા કરી નાખવા. જેનાથી તે વ્યક્તિને જે મુન્જારો થતો હોય તો તેમાં રાહત મળશે. તેને થોડીક ઠંડકનો અનુભવ થશે.
દર્દીને હાર્ટ એટેક આવે ત્યારે તે વ્યક્તિને નીચે સુવડાવી દો. તેમજ તેનું માથું નીચે અને પગ ઉપર રહે એ રીતે તેને સુવડાવવા જોઈએ. આમ કરવાથી પગના બ્લડ ની સપ્લાઈ હૃદય સુધી જશે અને દર્દીને રાહત મળશે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે તેને વ્યક્તિને ઊંડો શ્વાસ લેવાનું કહો. તેમજ તેની આસપાસ હવા આવે તે રીતે જગ્યા પણ રાખો. ઘણી વખત દર્દીની આસપાસ ટોળું વળીને જમા થઈ જાય છે આમ ન થવું જોઈએ. આથી દર્દીની આસપાસ ભીડ જમા ન થાય તેનું ધ્યાન રાખો. અને દર્દીને હવા મળે અને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે.
જયારે તમે દર્દીને હોસ્પીટલમાં લઇ જાવ છો ત્યારે દર્દીને બેસવા કરતા સુવડાવી દો. અને તેનાથી તેનું બ્લડ સર્ક્યુલેશન બરાબર થઈ જશે. અને જેમ બને તેમ ઝડપથી હોસ્પિટલ લઇ જવા જોઈએ. આ સિવાય તમે હાર્ટ એટેક આવતા દર્દીને ડીસ્પ્રીન અથવા તો સૌરબ્રિટેટ જેવી ટેબ્લેટ પણ આપી શકો છો. તેનાથી તેને આરામ મળશે. પણ બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન આપવી. આથી વ્યક્તિની પાસે કોઈ દવા છે કે નહિ તે પણ તપાસી લેવું જોઈએ.
આમ તમે પ્રાથમિક સારવાર દ્રારા કોઈપણ હાર્ટ એટેક આવતી વ્યક્તિનો જીવ બચાવી શકો છો. પણ યાદ રાખવું કે પહેલા તો તમારે હોસ્પિટલ નો સપર્ક નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ. જેથી કરીને તમે ઝડપથી હોસ્પિટલ પહોચી શકો. અને દર્દીની સારવાર શરુ કરવામાં વિલંબ ન થાય.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.